ભારતમાં ક્રિકેટ એક તહેવારની જેમ છે અને આ રમત રમતા ક્રિકેટરોના લાખો ચાહકો પણ છે.
આમાંથી ઘણાખરા ક્રિકેટરો પોતાનાં જીવન કરતા વધારે મોટા જીવન જીવવા માટે પ્રખ્યાત છે અને જે ક્રિકેટ જોવાના રસિકો છે અને આ ક્રિકેટરો પાછળ ગાંડા છે, એ લોકો આ ક્રિકેટરો જેવા બનવાની પ્રેરણા લેતા હોય છે.
મોટા ભાગ ના ક્રિકેટરો તેમની આગવી શૈલી અને પોતાની પર્સનલ લાઈફ જીવવા અને ખાસ કરી ને પોતાની રમત માટે જાણીતા હોય છે. આપણે ઘણી વાર તેમની પર્સનલ લાઇફ વિશે વાત સાંભળતા આવ્યા છીએ, પછી એ એ હકીકત હોય કે અફવા ઓ નું માધ્યમ હોય. ઘણી વાર એવી પણ અફવાઓ આવતી હતી કે ફલાણા ક્રિકેટર ને ફલાણી અભિનેત્રી અથવા તો મોડેલ્સ સાથે જોવા મળ્યા છે, એમની વચ્ચે કંઈક ચાલી રહ્યું છે, કંઈક સંબંધ છે. વગેરે.....
પણ, ઘણી વાર આગળ જતા આ અફવા ઓ સાચી પડી ને પણ આપણે જોઈ છે. અને પરિણામ સ્વરૂપ એમનો સંબંધ આપણે લગ્ન માં પરિવર્તન થઈ ગયેલો પણ આપણે જોયો છે.
મિત્રો, અમે એવા ભારતીય ક્રિકેટરોની સૂચિ બનાવી છે કે જેમણે બે વખત લગ્ન કાર્ય છે. તો ચાલો, આપણે એ યાદી ને વિગતવાર જોઈએ
1 ) વિનોદ કાંબલી :-
વિનોદ કાંબલી જે ભારતનાં ભૂતપૂર્વ ક્રિકેટર છે જેમણે ભારત માટે મધ્યમ ક્રમના બેટ્સમેન તરીકે ની 19 વર્ષ સુધી જવાબદારી સાંભળી અને એ પોતાની આગવી રમત રમવા માટે પ્રખ્યાત થયા.
કાંબલી પણ એ સમયમાં એક અલગજ અનોખો ખેલાડી હતો. કારણકે ક્રિકેટ ઇતિહાસમાં એ એકમાત્ર એવો ખેલાડી છે જેમણે પોતાના જન્મદિવસ પર આંતરરાષ્ટ્રીય વન-ડે મેચમાં સદી ફટકારી હતી.
વિનોદ કાંબલી એ એના પહેલા લગ્ન પૂનાની હોટલ બ્લુ ડાયમંડમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરી ચૂકેલી નોએલા લેવિસ સાથે 1998 માં કર્યા હતા.
આ દંપતીનું લગ્ન જીવન ભંગાણ થયા બાદ પછી કાંબલી દક્ષિણ-એશિયન બોમ્બશેલ એન્ડ્રીયા હ્યુવિટ સાથે પ્રેમ માં પડયા બાદ એની સાથે બીજી વાર ના લગ્ન કર્યા.એન્ડ્રીયા હ્યુવિટ મુંબઇ સ્થિત એક પ્રોફેશનલ મોડેલ તરીકેની નામના મેળવી ચુકી છે.
2 ) દિનેશ કાર્તિક :-
દિનેશ કાર્તિક માટે એવું કહેવામાં આવ્યું છે કે એનો જન્મ ખોટા યુગમાં થયો છે, નહીં તો તે પણ ધોની ની જેમ સ્ટાર ક્રિકેટ ખેલાડી હોત. દિનેશ કાર્તિક જે ભારતીય વિકેટકીપર બેટ્સમેન છે એને એની ક્રિકેટરની કારકિર્દી 2004 માં શરુ કરી હતી.
એ પોતે IPL 2018 માં કલકત્તા નાઈટ રાઇડરનો કેપ્ટન પણ રહી ચુક્યો છે.
દિનેશ કાર્તિકે પહેલા નિકિતા સાથે લગ્ન થયા હતાં જે મુંબઈ સ્થિત ઇમ્પ્રેશન્સ ફોરએવર નામની 3D કાસ્ટિંગ કંપનીમાં કાસ્ટિંગ કલાકાર તરીકે કામ કરે છે. તે કાસ્ટિંગ આર્ટિસ્ટ અને સોશ્યલાઈટ છે.
નિકિતાના ઇન્ડિયન ક્રિકેટર મુરલી વિજય સાથેના અનૈતિક સંબંધો અને એની બેવફાઈ ને કારણે એમના લગ્ન બહુ દિવસ ટકી શક્ય નહી અને નિકિતા એ ભારતીય ક્રિકેટર મુરલી વિજય સાથે લગ્ન કરી લીધા..
દિનેશ કાર્તિકે પણ નિકિતા થી અગલ થયા પછી પ્રોફેશનલ સ્ક્વોશ પ્લેયર દિપીકા પલ્લિકલ સાથે 18 ઓગસ્ટ 2015 ના રોજ લગ્ન કરી લીધા અને અત્યારે આ દંપતી તેમનું સુખી લગ્ન જીવન વિતાવી રહી છે.
દિપીકા પલ્લિકલ ફેબ્રુઆરી 2016 યોજાયેલ દક્ષિણ એશિયન ગેમ્સમાં તે સુવર્ણ ચંદ્રક વિજેતા ભારતીય મહિલા ટીમના ભાગ રૂપે પણ રહી ચુકી છે. ત્યાર બાદ, એપ્રિલ 2016 માં PSA મહિલા વર્લ્ડ ચેમ્પિયનશિપ ના પ્રથમ રાઉન્ડમાં તેણીનો પરાજય થયો હતો. મે મહિનામાં તે તાઈપાઇમાં યોજેલ એશિયન ટીમ ચેમ્પિયનશીપમાં રજત પદક વિજેતા ભારતીય મહિલા ટીમનો ભાગ હતી.
3) જવાગલ શ્રીનાથ :-
જવાગલ શ્રીનાથ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચોમાં ભારત તરફથી 67 ટેસ્ટ મેચ અને 229 વન-ડે આંતરરાષ્ટ્રીય મેચ રમી ચુક્યા છે . 50 વર્ષ ની ઉંમરે પહોંચેલા શ્રીનાથ 2003 માં ક્રિકેટમાંથી નિવૃત થયા બાદ તે હવે આઈસીસીનાં મેચ રેફરી તરીકે કામ કરી રહયા છે.
કપિલ દેવના સાન્યાસ પછી પછી ભારત ના ફાસ્ટ બોલર તરીકે ની જવાબદારી સારી રીતે નિભાવી હતી તે શ્રેષ્ઠ ભારતીય ઝડપી બોલરોમાંના એક હતો. શ્રીનાથ પ્રથમ ભારતીય ઝડપી બોલર હતા જેમણે વન-ડે આંતરરાષ્ટ્રીય મેચોમાં 300 થી વધુ વિકેટ લીધી હતી.
આ પણ વાંચો... કેમ એક રાજપૂત વીરાંગના સામે અકબરે ઘુટણે પડી ને માંગવી પડી હતી પોતાના જીવન ની ભીખ....
કહેવાય છે કે જવાગલ શ્રીનાથ એક સારા કામ ચલાઉ બેટ્સમેન પણ હતા જોકે, તેમની બેટિંગની સરેરાશ બહુ પ્રભાવશાળી નહોતી, પણ ઘણી વાર તેમની બેટિંગ ના આધારે ભારતે મેચ જીતી છે. શ્રીનાથ અને ભારતીય લેગ સ્પિનર અનિલ કુંબલેએ ઓક્ટોબર 1996 ના ટાઇટન કપમાં બેંગલોરમાં ઓસ્ટ્રેલિયા સામેની વનડે મેચ જીતવા ભારતને મદદ કરી.
શ્રીનાથે તેમના જીવનમાં બે વાર લગ્ન કર્યા.
પહેલા તેણે 1999 માં જ્યોત્સના સાથે લગ્ન કર્યાં પણ ટૂંક સમયમાં જ તેમના લગ્ન જીવનમાં કડવાશ ઉદભવતા આ દંપતી એકબીજાની પારસ્પરિક સંમતિથી 2007માં અલગ થઈ ગયા.
મોહમ્મદ અઝહરુદ્દીન ફિલ્મ અભિનેત્રી સંગીતા બીજલાની થી આકર્ષાયેલો હતો. એને લીધે થઇ ને એની પહેલી પત્ની નૌરીન ને છુટા છેડા આપીને સંગીતા બીજલાની સાથે લગ્ન કર્યા...પણ, તેના આ લગ્ન પણ 2010 માં એના અંગત કારણો ને લીધે છુટા છેડા માં પરિવર્તન થયા. એની પાછળ નું કારણ અઝહરુદ્દીનના બીજી સ્ત્રી સાથે ના સંબંધ માનવ માં આવે છે. જે, એને નકારી કાઢયો હતો.
2015 માં એવી અફવાઓ ફેલાઇ હતી કે અઝહરુદ્દીને ત્રીજી વાર શેનોન મેરી નામની અમેરિકન મહિલા સાથે લગ્ન કર્યા છે. ઘણી વાર તેઓ બંને જણા જાહેર સ્થળો પણ સાથી જોવા પણ મળી આવ્યા હતા. અને આ કપલ પેરિસની ગલીઓમાં એકબીજાના હાથ માં હાથ નાખી ને ફરતા જોવા મળ્યા હતા. આ અફવાએ બહુ જોર પકડાતા અઝહરુદ્દીન ને મીડિયા સામે આવી ને લગ્નની અફવાઓને નકારી હતી.
તમને જણાવી દઈએ કે, અઝહરે ભારત તરફથી 99 ટેસ્ટ મેચ રમી હતી, જેમાં 6215 રન બનાવ્યા હતા. એ ઉપરાંત તેણે 334 વનડેમાં 9378 રન પણ બનાવ્યા હતા. અઝહર ક્રિકેટ ના મેચ ફિક્સિંગ માં પણ સંડોવાયેલા હતા જેને લીધે એમના પર ક્રિકેટ રમવા પર આજીવન પ્રતિબંધ પણ લાગી ચુક્યો હતો. આ વિવાદ બાદ એમને ક્રિકેટરમાંથી નિવૃત્તિ લઇ ને એ રાજકારણ માં જોડાયા છે અને એ અત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે જોડાયેલો છે.
ત્યાર બાદ એમણે સાતવીર કૌર સાથે લગ્ન કરી ને પોતાની ગૃહસ્થિ માં સ્થિર થયા. સત્વીર કૌરથી, યોગરાજને અમરજીત કૌર નામની પુત્રી અને વિક્ટર નામનો પુત્ર પણ છે.
તેમણે ભારત તરફથી માત્ર એક જ ટેસ્ટ અને 6 વનડે મેચ રમી છે. તે જમણા હાથનો ઝડપી-મધ્યમ બોલર પણ હતા.
રમત રમતા વારંવાર થતી ઇજાઓને લીધે એમનું કક્રિકેટ કારિયર બહુ લાંબુ ચાલી શક્યું નઈ અને એ નિવૃત થયા બાદ પંજાબી સિનેમા સાથે જોડાયા. જ્યાં તેમણે નોધ પાત્ર ફિલ્મો માં અભિનય કર્યો છે.
આ પણ વાંચો... પાંચ વર્ષના ભાઈએ એની સાત વર્ષની બહેનને આપી અનોખી ભેંટ... અનોખી વાર્તા વાંચી ને તમારી આંખો થઈ જશે ભીની..
આવાજ સરસ લેખો અને આવનારા પાર્ટ ની અપડેટ મેળવવા માટે અમારા ફેસબુક પેજ ને લાઈક કરી ને સાથે સાથે Following માં જઈ ને See First કરશો તો તામેં તરતજ અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી ને અમને તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો.. અને, હા આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ "Chalo Kaik Janiye - ચાલો કંઈક જાણીયે" લાઈક કરો. અને તમારા મિત્રો અને સાગા સંબંધીઓ સાથે શેર જરૂર થી કરજો...
Author :- Kaik Jano Team
0 تعليقات