Head Ads

આ રીતે જલારામ ધામનું નામ વીરપુર પડ્યું વાંચો એક રસપ્રદ વાર્તા Jay Jalaram Bapa

Jay Jalaram
 

પંદર હજાર વસ્તી ધરાવતા ગાગર જેવા ગામમાં સાગર જેવા સંતના દશનાર્થે માનવ દરિયો જલારામ બાપાની જગ્યા માટે જગવિખ્યાત ગામ વિરપુર નામ સિધ્ધપુરૂષ વિરપરાનાથની યાદ અપાવે છે. વિરપુર ગામની ઓળખ જલારામ બાપાના નામથી પ્રસ્થાપિત થઇ ચૂકી છે. વિરપુર ગામનું નામ કઇ રીતે પડયું. તે પણ જાણવા જેવું છે.

વીરપરાનાથ નામના મહા સિદ્ધપુરુષના નામ ઉપરથી આ ગામનું નામ વિરપુર પડયું છે. વર્ષો પહેલા વિરપુર મોટું નગર હતું. તે સમયે એનું નામ કૌભાંડનગરી હતું. જેમ જેમ સમય ગયો એમ એમ આ નગર ઉજજડ બનતું ગયું. બાદમાં ત્યાં રહેતા સિધ્ધપુરૂષ વીરપરાનાથના નામથી જે નગર બન્યું તે હતું વિરપુર. 

કહેવાય છે કે જે તે સમયે ગુજરાતના મહારાણી મિનળદેવી વિરપુર ( Virpur ) હતાં. તે સમયે તેમનો પ્રસવકાળ વીતી ગયો હોવા એમ છતાં બાળકનો જન્મ થતો ન હતો. આથી મહારાણી મિનળદેવી સિધ્ધપુરૂષ વિરપરાનાથનાં દર્શન કરવા તેમજ એમના આશીર્વાદ લેવા ગયા અને તેમણે તેના તપોબળથી મિનળદેવીને કષ્ટમુકત કર્યા. રાણીને બાળકનો જન્મ થયો. આ બાળક એટલે સિધ્ધરાજ. 

મિનળદેવીએ આ ઘટનાની યાદમાં વિરપુર ગામમાં વાવ પણ બંધાવી. જે આજે પ્રસિધ્ધ મિનળવાવ તરીકે પણ ઓળખાય છે.  સંત શિરોમણી જલારામ બાપા મંદિરના ( Jay Jalaram Temple ) મુખ્ય દરવાજાની જમણી બાજુ ખુણા પર સિધ્ધપુરૂપ વિરપરાનાથની સમાધિ પણ આવેલી છે. આમ મોટાનગરમાંથી ઉજજડ ટીંબો બનેલા અને સિધ્ધેપુરૂષના સાંનિધ્યમાં ટીંબાની જગ્યાએ વસેલું નગર એટલે વિરપુર. 

પરંતુ ભજન અને ભોજનનો મહિમા જગાવનાર એવા સંત શ્રી જલારામ બાપાના નામથી વિરપુર ગામનો ડંકો આખા વિશ્વમાં વાગે છે. આજે પણ આ વીરપુર માં વિરપરાનાથની સમાધિ મૌજુદ છે. 

( સૌજન્ય - ભાવેશ ભોજાણી - ગોંડલ )

આ પણ વાંચો...  



ટિપ્પણી પોસ્ટ કરો

1 ટિપ્પણીઓ