વૃદ્ધાવસ્થામાં મગજ ઝડપી દોડવું હોયતો અત્યારથી જ નિયમિત દરરોજ ખાવાનું ચાલુ કરીદો આ ગુણકારી વસ્તુ


જેમ જેમ મનુષ્યની ઉમર વધતી જાય એમ એજમ એના શરીરના સ્નાયુઓ તેમજ નબળા તેમજ કમજોર પડી જતા હોય છે. એમાં ખાસ કારણે માથાના સ્નાયુઓ પણ નબળા પડી જતા હોય છે.  એમાં સંજોગોમાં યાદશક્તિ પણ નબળી પડી જતી હોય છે. જેના લીધે થઈને વ્યક્તિને કશું યાદ રહેતું પણ હોતું નથી. મોટી ઉંમરે આ બધું થયું એ સ્વાભાવિક છે. દરેક જણ એમ ઇચ્છતું હોય છે કે પોતાની યાદશક્તિ વૃધાવસ્થમાં પણ મજબુત રહે.

ઘણાખરા લોકો એવું પણ કહેતા જોવા મળ્યા છે કે, જેમ જેમ ઉંમર વધે એમ એમ આપણી યાદશક્તિ નબળી પડી જાય છે. પરંતુ આ વાતમાં તથ્ય નથી. માત્ર ઉંમરને કારણે તમારી યાદશક્તિ નબળી પડતી હોય છે એવું નથી. પણ, તમારી રોજિંદી અનિયમિત જીવનશૈલી, ખોરાક ખાવાની પદ્ધતિ, વધુ પડતો સ્ટ્રેસ, માનસિક વિચારોને કારણે પણ તમારી યાદશક્તિ બનેલી પડી જતી હોય છે. 

અહીંયા આજે એવી કેટલીક ખાવા પીવાની વસ્તુઓ વિશે અમે તમને જણાવીશુ કે જેના માત્ર નિયમિત રીતે સેવન કરવાથી ઘડપણમાં ઘટતી જતી યાદશક્તિને ઘટવા પણ નહીં દે. અને તમારી મેમરી શકિત કોમ્પ્યુટરની માફક તેજ રહેશે. તો મિત્રો, આજથી જ તમે આ વસ્તુનું સેવન કરવાનું ચાલુ કરીદો, જેથી આવનારા ઘડપણમાં આ ખાધેલું કામમાં આવે. 



અખરોટ :- અખરોટ ખાવાના ફાયદા 
અખરોટને સુપરફડ તરીકે ઓળખવામાં આવે કારણકે એમાં વધારે ઊંચા પોષણ ગુણ રહેલા છે. એક સંશોધન અનુસાર એવું જાણવા મળ્યુંછે કે એમાં આપણા શરીરને જરૂરી એવા ઊંચી માત્રામાં ફાઈબર, વિટામિન અને મિનરલ્સ રહેલા છે.  અખરોટના સેવનથી આપણું શરીર તંદુરસ્ત રહે છે. 

રોજ નિયમિત રીતે અખરોટનું સેવન કરવાથી વૃદ્ધાવસ્થામાં મગજ અત્યંત ઝડપી બને છે. નિયમિત રીતે અખરોટ ખાવાથી બ્લડ કોલેસ્ટ્રોલના સ્તરમાં પણ ઘટાડો થયેલું જોવા મળ્યું છે. તદુપરાંત આંતરડાને પણ સારી હાલતમાં જાળવી રાખવા માટે અખરોટ નો ઉપયોગ કરવામાં આવે છે.  એક અભ્યાસમાં મુજબ અખરોટ ખાવાથી ઘડપણમાં મગજ સારી રીતે ચાલી શકે છે. 

અખરોટમાં રહેલું ઓમેગા-૩ ફેટી એસિડ અને પોલિફિનોલ્સ જે આપણો શારીરીરીક સ્ટ્રેસ અને શરીરમાં થતી દાહને દૂર કરવામાં મદદ કરે છે. અખરોટ ઉપર સંશોધન થતા સંશોધકોને એવું માલૂમ પડયું કે નિયમિત રીતે અખરોટ ખાવાથી શરીર તંદુરસ્ત હાલતમાં રહે છે. 

એક અહેવાલ મુજબ અખરોટનું વૃધ્ધો ઉપર સંધોશન કરતા પહેલા સંશોધકોએ વૃદ્ધોને બે ભાગમાં વહેંચી નાખ્યા હતા. અને તેમને નિયમિત રીતે અખરોટ ખાવાની સલાહ અપાઈ હતી. બે મહિના બાદ સંશોધકોએ એ તરણ કાઢ્યું કે જે લોકોએ નિયમિત અખરોટનું સેવન કરતા હતા તેમનું મગજ પહેલા કરતા પણ ઝડપી કામ કરી રહ્યું હતું અને એમનું શરીર પણ તંદુરસ્ત રહ્યું હતું. 

અભ્યાસને અંતે સંશોધકોએ જણાવ્યું કે રોજના ચાર અખરોટ ખાવાથી કેન્સર, મેદસ્વિતા અને ડાયાબિટીસ જેવી બીમારીને પણ દૂર રાખી શકાય છે. સાથે સાથે વજન નિયંત્રિત કરવામાં પણ મદદ મળે છે. અખરોટ ખાવાથી સંજ્ઞાત્મક કમતા, પ્રજનન આરોગ્ય અને જીવનશૈલી સંબંધી બીમારીઓ પણ દૂર રહે છે.




શુદ્ધ દેશી ઘી :  દેશી ઘી ખાવાના ફાયદા
પ્રાચીન સમયથી ઘીનો ઉપયોગ આપણા પૂર્વજો કરતા આવ્યા છે. અને જો તમારા ઘરમાં કોઈ વૃદ્ધ હોય તો તમે એમના મોઢે ખાસ સાંભળ્યું હશે કે અમે ઘી ખાતા નઈ પણ પીતા હતા. અને એમને એમના સમય જે ખાધેલું એજ અત્યારે એનેમેં ટકાવી રાખે છે. પરંતુ અત્યારના સમયમાં ઘીમાં ઘણી ભેળસેર આવે છે - શુદ્ધ દેશી ઘી ખાવાના ફાયદા 

કહેવાનો મતલબ એકે અત્યારે ચોખ્ખુ ઘી પણ મળવું મુશ્કેલ થઇ ગયું છે. એક સંશોધનના તરણ અનુસાર જો રોજ દેશી ઘીનું સેવન કરવામાં આવે તો યાદશક્તિમાં વધારો થાય છે, પરનું અહીંયા એક એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે વધુ પડતા ધેનુ સેવન પણ નુકશાન કારક સાબીત  થતું હોય છે. માટે રોજ એક ચમચીથી વધારે ઘીનું સેવન કરવું જોઈએ નહિ.  

નોંધ :- અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.


આ પણ વાંચો.....



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ