મિત્રો આજે આ લેખમા અમે તમને જણાવીશું કાન વિશે. કાન ઍ આપણા શરીરનું એક સેન્સેટિવ ઓર્ગન છે. એટલા માટે કાનની અંદર જે મેલ જમા થાય છે તેના લીધે ઘણી બધી તકલીફ થતી હોય છે તો એના માટે અમે તમને એક એવો ઉપાય બતાવીશું તેના બે ટીપાં કાનમાં નાખવાથી બધો જ મેલ બહાર નીકળી જશે.
ઘણા લોકો ને એવી ટેવ હોય છે કે સેફ્ટી પીન દ્વારા અથવા તો દીવાસળી ની સળી દ્વારા કાન માંથી મેલ કાઢવાની ખોટી આદત હોય છે. મિત્રો આમ કરવું એ ખૂબ જ ડેન્જરસ છે. એટલા માટે સેફ્ટી પિન કે દીવાસળી કાન મા ન ન ખાવી જોઈએ.
અમુક જગ્યા એ તો કાન મા થી મેલ કઢાવવા વાળા લોકો આવે છે અને કાન માંથી મેલ કાઢતા હોય છે મિત્રો આમ કરવાથી ખૂબ જ નુકસાન થતું હોય છે. મિત્રો કુદરતે કાન મા એક ચીકણું પ્રવાહી મુક્યુ છે જેનાથી કાન મા ધૂળ બેક્ટેરિયા આ બધુ કાન મા જઈ શકતું નથી અને ત્યાજ ચોટી જાય છે.
મિત્રો કાનમાં આ બધું વધી જાય તો કાનમાં બહેરાશ આવે છે ઇન્ફેક્શન થાય છે. મિત્રો આજે અમે તમને એક સિમ્પલ અને સાદો ઉપાય બતાવાના છીએ જેના બે જ ટીપા થી બધો જ કાનનો મેલ બહાર નીકળી જશે.
આ ઉપાય માટે સરસોનું તેલ બજાર માંથી લેવાનું છે અને તેને ગરમ કરવાનુ છે અને ઠંડુ પડે એટલે રોજ સૂતા પહેલાં કાનમાં બે ટીપાં નાખી ને રૂ મૂકી દો. સવારે ઉઠીને મેલ કાઢવાની સળી વડે બધો જ મેલ નીકળી જશે. અને કાન તમારા ચોખ્ખા થઈ જશે.
જો મિત્રો આ સરળ અને સચોટ ઉપાય જો તમે મહિને બે મહિને એકાદ વાર કરશો તો મિત્રો કાન ને લગતી દરેક સમસ્યામાંથી તમને રાહત મળશે. અને આ ઉપાય એકદમ સરળ છે ને આ ઉપાય ખુબજ ફાયદાકારક છે.
નોંધ :- અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.
આ પણ વાંચો....
- માથાના વાળથી લઈને પગની પાની સુધીના 100 થી વધુ રોગો માટે ઉપયોગી છે આ પાવડર
- મોંઘી દવાઓ કરતા પણ ખુબ ફાયદાકારક છે આ તેલ નાની મોટી દરેક સમસ્યાનો છે આ રામબાણ ઈલાજ
- વૃદ્ધાવસ્થામાં મગજ ઝડપી દોડવું હોયતો અત્યારથી જ નિયમિત દરરોજ ખાવાનું ચાલુ કરીદો આ ગુણકારી વસ્તુ
- શરીરમાં વારંવાર થાક લાગતો હોય, નબળાઈ લગતી હોય તો આજથી રોજ ખાવાનું ચાલુ કરીદો આટલી શક્તિ વર્ધક વસ્તુઓ
- ફણગાવેલા કઠોળ એટલે આરોગ્ય નો અદ્ભુત ખજાનો..!! જાણો એના 10 ઉપયોગી ફાયદાઓ
- માત્ર ૧૫ કલાકમાં જ તમારા ફેફ્સામાં રહેલી વર્ષો જુની ગંદકીને દૂર કરી દેશે આ ઉપાય....
- કાળા મરી કેટલા પ્રમાણ માં કઈ રીતે ખાવા થી શું ફાયદા થાય છે. જાણો, કાળા મરી ની ઐતિહાસિક અને આયુર્વેદિક વિગત...
- માત્ર આટલુંજ કરશો તો કોઈ પણ દવા ની ગોળી વગર ઇમ્યુનિટી આપોઆપ વધી જશે.
- 10+ ઉપયોગમાં આવે એવી ઘરગથ્થુ હેલ્થ ટિપ્સ અને ઘરગથ્થુ સલાહ
મિત્રો, જો તમને આમરો આ લેખ સારો લાગ્યો હોય તો કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી ને અમને તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો અને તમારા મિત્રો અને સાગા સંબંધીઓ સાથે આ ઉપાય જરૂર થી શેર કરજો.
0 ટિપ્પણીઓ