મિત્રો,માનવ શરીરમાં લિવર એક ખાસ મહત્વપૂર્ણ અંગ છે. વ્યક્તિના શરીરમાંથી ડિટોક્સ પદાર્થો દૂર કરવાનું કામ લિવર કરે છે. આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે લીવર ઘણી રીતે કામ કરે છે. માટે, આપણા શરીરમાં લિવર સારી રીતે કામ કરે તે ખૂબ જ જરૂરી છે. આપણા શરીરમાં લિવર એક પાવર હાઉસ તરીકે કામ કરે છે. મિત્રો, આપણી અનિયમિત જીવનશૈલી તેમજ ખોટી રીતે ખાવા પીવાના કારણે આપણ શરીરમાં લીધે લિવર સંબંધીત કેટલીક બીમારીઓ થવા લાગે છે.
ફેટી લિવર પણ આજના સમયમાં એક મોટી સમસ્યા બની ગયું છે. વધુ તેલ, જંકફૂડ, આલ્કોહોલ તેમજ પેઈન કિલર દવાઓ લિવર માટે હાનિકારક હોય છે. માટે, જો તમારે તમારા લીવરને સ્વસ્થ્ય રાખવું હોય તો એ તમારાજ હાથમાં છે. આપણાં રોજિંદા જીવનમાં વપરાતા ફળો, શાકભાજી તેમજ મસાલાનો ઉપયોગ કરીને આપણે લીવરને સ્વસ્થ્ય રાખી શકીએ છીએ.
બીટ :-
બીટમાં ઘણાં ગુણ હોય છે. તેમાં ભરપૂર માત્રામાં આયરન હોય છે અને લોહીની ઉણપને દૂર કરવામાં કારગર છે. આ સ્કિન માટે પણ સારું હોય છે. આ ઉપરાંત લીવરના હેલ્થ માટે પણ બીટ ખૂબ જ ફાયદાકારક છે. તે લિવરમાં એન્ઝાઇમ્સને એક્ટિવ કરે છે અને લિવરને સાફ કરે છે.
ગ્રીન ટી :-
ગ્રીન ટીના ફાયદા દરેકને ખબર છે. ખાસ તો વજન ઓછું કરવા માટે ગ્રીન ટી પીવાનું ચલણ વધી ગયું છે. આ લિપિડ મેટાબોલિઝ્મને રેગ્યુલર કરે છે અને લિવરમાં લિપિડ્સને ભેગા થતાં રોકે છે. રોજની 2 થી 3 ગ્રીન ટીનું સેવન કરવાથી લીવર પર ખૂબ સારી અસર થાય છે. એક સંશોધન પ્રમાણે ગ્રીન ટી પીવાવાળાને લીવરની સમસ્યા ખૂબ ઓછી દેખાઈ છે.
અખરોટ :-
અખરોટ હૃદયના સ્વાસ્થ્ય માટે બેસ્ટ છે. આ સાથે જ લિવર હેલ્થ માટે પણ તે ખૂબ જ ફાયદાકારક છે. અખરોટમાં ઓમેગા ૩ ફેટી એસિડ્સ ભરપૂર માત્રામાં હોય છે. તે લિવરને સારી રીતે કામ કરવામાં મદદ કરે છે. આ ફેટી લિવરનો ખતરો ઓછો આ હેપ્ટિકના સંચયને ઓછો થાય છે. અખરોટ લિવરને ડિટોક્સિફાઇંગમાં મદદ કરે છે. અખરોટ યકૃતના ઉત્સેચકોને સુધારે છે. અખરોટ યકૃતના રોગોને ઘટાડવાનો સૌથી વિશ્વસનીય સ્રોત છે અને શરીરનું વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.
હળદર :-
કિચનમાં રહેલાં મસાલામાંની હળદર માત્ર ખાવા માટે નહીં પણ સારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. હળદર એન્ટી ઓક્સીડન્ટ, આયરન, ફાઇબર, પ્રોટીન, પોટેશિયમ અને વિટામિનથી ભરપૂર હોય છે. હળદર સોજામાં પણ ફાયદાકારક છે. હળદરમાં ઘણા ગુણ આવેલા છે તે શરીરમાં બાઇલ જ્યુસ પેદા કરે છે. હળદરના સેવનથી લીવરને સાફ અને સ્વસ્થ રહેવામાં ખુબ મદદ મળે છે. તે લીવરને ડિટોક્સીફાઈ કરે છે અને શરીરની ચરબીને પચાવવાની ક્ષમતાને પણ વધારે છે. જો તમે લીવરને સ્વસ્થ રાખવા માંગો છો તો તમારે રોજ હળદરનું સેવન કરવું જોઈએ.
લીવરને સ્વસ્થ રાખવા માટે દારૂ, તમાકુથી દૂર રહેવું જોઈએ. દારૂ અને ડ્રગ્સના વધારે પડતા સેવનથી લીવર પર ખૂબ ખરાબ અસર થાય છે. તમારે ખોરાક આડેધડ ખાવાની ટેવ પણ તમારા લીવર પર ખુબ માઠી અસર કરે છે. વધારે પડતો તીખો અને તળેલો ખોરાક લાંબા સમયે તમારા લીવર પર ખરાબ અસર કરે છે.લીવરને તેનું કામ બરાબર કરવા માટે યોગ્ય માત્રામાં વિટામિન મિનરલ અને એન્ટી ઓક્સીડંટની જરૂર પડે છે.
વધુ માહિતી માટે નીચે 👇 આપેલ વિડીયો જુવો
0 ટિપ્પણીઓ