Head Ads

શરીરમાં વારંવાર થાક લાગતો હોય, નબળાઈ લગતી હોય તો આજથી રોજ ખાવાનું ચાલુ કરીદો આટલી શક્તિ વર્ધક વસ્તુઓ



મિત્રો, આજે આપણે એવા પાંચ આહાર વિશે વાત કરવાના છીએ. જેના માત્ર ઉપયોગ થી તમારા શરીરમાં રહેલી શારીરિક નબળાઈ તેમજ થાક તરતજ દૂર થઇ જશે. છેલ્લા એક વર્ષથી આપણે બધાજ કોરોના જેવા ભયંકર રોગ ના ભયમાં હતા અને ઘણા ખરા લોકોની ફરિયાદ પણ રહી છે કે કોરોના થયા બાદ તેમની શારીરિક શારીરિક ઇમ્યુનિટી પહેલા જેવી રહી નથી.

સામાન્ય રીતે ઘણા ખરા કેસ માં જોવા મળેલછે કે કોરોના થયેલ વ્યક્તિને સાજા થયા બાદ થાક અને શારીરિક નબળાઈ આવી જતી હોવાની તેમજ થાક લાગવાની ફરિયાદ કરતા હોય છે.  આ પ્રકારની સમસ્યામાંથી બહાર આવવા માટે સોશીયલ મીડિયામાં ડાયેટ અને ઘરગથ્થુ ઉપચાર અને પ્રયોગ તેમજ અન્ય પ્રકારના ડાયટનો પ્રચાર ખુબજ વધી ગયો છે. આ સંદર્ભમાં ભારત સરકારની વેબસાઈટ તેમજ પર ડાયટ પ્લાન શેર થયેલો હતો. જેના માત્ર ઉપયોગથી શારીરિક ઈમ્યુનીટી વધે છે અને થાક પણ લાગતો નથી. 

આ પાંચ વસ્તુ રોજીંદા ખોરાકમાં ઉમેરો કરો.

પલાળેલી કિસમીસ અને બદામ : 
આપણા શરીરમાં પ્રોટીન અને આર્યનની ખામીને કારણે થાક લાગતો હોય છે. પલાળેલી બદામમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. અને, પલાળેલી કિસમીસમાં પણ સારું એવું ભરપૂર માત્રામાં આયર્ન મળી આવે છે.  રોજ સવારે દીવસની  શરૂઆત પલાળેલી બદામ અને પલાળેલી કિસમીસ ખાઈને કરાવી જોઈએ.જેથી આખા દિવસ દરમિયાન શરીરમાં સ્ફૂર્તિ અને તાજગી અકબંધ રહે. રોજ રાત્રે સુતા પહેલા 5 બદામ અને 10 કિસમિસ બંને અલગ અલગ પલાળી દેવા અને સવારે નરણા કોઠે ચાવી ચાવી ને ખાઈ જવું. બદામ વાળું પાણી ફેંકી દેવું અર્પણ કિસમિસ વાળું પાણી તમે પી શકો છો.

ઓટમીલ અને રાગી : 
આયુર્વેદમાં રાગીને કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે. જેમણે પોતાનો સ્ટેમિના વધારવો હોય એમણે રાગીનો ઉપયોગ કરવો જોઈએ એમના માટે રાગી ખૂબ ફાયદાકારક છે. રાગીનો કઈ રીતે ઉપયોગ કરવો એ આપણે આગળ જોઇશુ. 

જરૂરિયાત મુજબનો ગોળ, રાગીનો લોટ અને થોડા ડ્રાયફ્રૂટ્સ આ બધું મિક્સ કરીને રાગીનો સ્ટેમિના પાવડર બનાવીલો. આ પાવડર પ્રોટીન, ઊર્જા, અને સારા એવા આયર્ન સ્રોતથી ભરપૂર હોય છે. સવારના નાસ્તામાં તમે રાગીના લોટના બનેલા ઢોસા પણ લઇ શકો છો. થાક દુર કરવા માટે એક વાટકી ઓટ ખાવા એ પણ સારો વિકલ્પ છે. એના ઉપયોગથી શરીરને ભરપૂર એનર્જીતો મળશે જ પણ સાથે સાથે થાક દુર કરવામાં મદદરૂપ પણ થશે.

ઘી અને ગોળ :
ઘણાં બધા સ્રોતો માંથી ગોળ બનતો હોય છે. જેમકે, ખજૂરના પલ્પ માંથી , નાળિયેરનો રસ, શેરડીનો રસ વગેરે. પણ મોટે ભાગે આપણા ભારત દેશમાં ગોળ બનાવવા માટે શેરડીનો રસનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. ગોળમાંથી ભરપુર પ્રમાણમાં વિટામિન અને ખનિજ મળી આવતું હોય છે.  જેમને પણ શારીરિ નબળાઈ કે થાક  લાગતો હોય એમના માટે ગોળનો ઉપયોગ ખુબજ ફાયદાકારક નીવડે છે. ગોળ પચવામાં ઝડપથી, અને ગોળ ખાવાથી તમારી શારીરિક ઉર્જામાં વધારો થાય છે. જ્યારે પણ આખો દિવસના કામ કર્યા પછી થાક લાગે ત્યારે ગોળ ખાઈ લો, થાક થોડા જ સમયમાં થાક દૂર થઇ જશે. બપોરના ભોજન દરમ્યાન ગોળ અને ઘીનું સેવન ફાયદાકારક છે. પોષક તત્વોથી ભરપુર આ ગોળ અને ઘીનું કોમ્બીનેશનને તમે રોટલી સાથે પણ ખાઈ શકો છો.

પુરતાં પ્રમાણમાં જ્યુસ અને પાણી પીવો :
ગરમીની ઋતુમાં આમ પણ આપણા શરીરને પાણીની વધારે પ્રમાણમાં જરૂર પડતી હોય છે. જો આપણે આપણા શરીરને સારી રીતે હાઈડ્રેટ રાખવું હોય તો આપણે પૂરતા પ્રમાણમાં પાણી, અને ફળોનો જ્યુસ દિવસ દરમિયાન અવશ્ય લેવો જરૂરથી લેવો. એ ઉપરાંત જમવામાં છાશનું પણ નિયમીત રીતે સેવન કરવુ જોઈએ. જો આપણા શરીરમાં પ્રવાહીનું પ્રમાણ સારું હશે તો તેનાથી આપણાં શરીરમાં રહેલો કચરો બહાર નીકળી જશે અને શરીર એકદમ તાજગી અનુભવશે.

રોજ સાંજના જમવામાં ખીચડીનો ઉપયોગ:
આપણે રાત્રીના ભોજનમાં વહુ પડતો ભારે આહાર લેવો જોઈએ નહિ. રાત્રીના હળવા ખોરાકનું સૌથી બેસ્ટ વિકલ્પ ઢીલી ઢીલી ખીચડી છે. માટે, રાત્રીના ભોજનમાં ખીચડીનો ઉપયોગ કરવો દરેક માટે હિતાવહ છે. અને એમાં જો ઢીલી મગની ખીચડી ખાવ તો સોનામાં સુંગધ. એક સંશોધન અનુસાર ખીચડીમાં દરેક પ્રકારનાં પોષક તત્વો રહેલા હોય છે. અને સાથે સાથે તે પચવામાં પણ હળવી હોય છે. અને જે વસ્તુ સહેલાઇ થી પછી જતી હોય એનાથી કબજિયાત પણ રહેતી પણ નથી. આમ ખીચડી ખાવાના અનેક ફાયદાઓ પણ છે. 

આમ ઉપર જણાવેલ મુજબ આ 5 ખોરાકનું તમે તમારા રોજીંદા આહારમાં ઉપયોગ કરશો તમને શરીરમાં સ્ફૂર્તિ અનુભવાશે અને શારીરિક થાક પણ લાગશે નહી. સાથે સાથે તમારી ઈમ્યૂનિટી પણ ધીમે ધીમે વધશે. જે રોગ સામે લડવામાં તમારી મદદ કરે છે.


આ પણ વાંચો.....

ટિપ્પણી પોસ્ટ કરો

8 ટિપ્પણીઓ

  1. વારંવાર પેચોટી ખસી જાય છે તો ઉપાયો જણાવો તથા પેટ માં ગેસ ની
    સમસ્યા રહેછે તો ગેસ ડીસ્ચાજૅ માટે કંઈક દેશી ઉપચાર બતાવશો.

    જવાબ આપોકાઢી નાખો
  2. મહેન્દ્રસિંહ ની ઝાલા કડજોદરા6 નવેમ્બર, 2022 એ 11:42 AM વાગ્યે

    ઘુંટણ નો દુખાવો દૂર કરવા માટે ઉપાય

    જવાબ આપોકાઢી નાખો
  3. સાંધા ના દુખાવા માટે અકસીર ઉપાય આપો.

    જવાબ આપોકાઢી નાખો
  4. ખુબજ સરસ માહિતી આપી છે.

    જવાબ આપોકાઢી નાખો
  5. ઉનાળા માં પરસેવો ખૂબ થાય છે અને થાક લાગે છે ઉપાય આપો

    જવાબ આપોકાઢી નાખો
  6. મારા કાનમાં સંભળાવા નું બંધ થઈ ગયું છે તો સુકરવુ મારી ઉંમર પચાસ વર્ષ છે

    જવાબ આપોકાઢી નાખો