Head Ads

પાંચ વર્ષના ભાઈએ એની સાત વર્ષની બહેનને આપી અનોખી ભેંટ, અનોખી વાર્તા વાંચી ને તમારી આંખો થઈ જશે ભીની - Motivational Story In Gujarati

રતનપુર ગામ માં કરશન અને શાંતિ નામ નું એક ગરીબ યુગલ રહે. પણ, ગરીબ હોવા છતા એ સંસ્કારોનાં ખુબ જ ધની હતા. અને એજ સંન્સકારોની અમીરી એમના બે બાળકો માં પણ હતી. એમને મન એમનું સાચું ધન તો પાંચ વર્ષ નો એમનો દીકરો અને સાત વર્ષ ની એમની દીકરી છે. 

એક દિવસ આ ભાઈ બહેન રમતા રમતા થાકી ને પોરો ખાવા માટે બાજુ મા પડેલા ઢોલિયા પર બેસી જય છે.  અને બહેન હળવેક થી ભાઇ ને કહે છે. "વીરા.. ચાલ ને આજે જરા બજારામા લટાર મારી આવીયે..", "બઉ દિ થઇ ગયા, બજાર જોયુ નથી." 

બહેન ની આ વાત સાંભળતાજ ભાઈ પણ એના સુરમાં સુર મેળવે છે. અને એ બંને ભાઈ બહેન બજારમા ફરવા નીકળે છે. .નાનો ભાઈ રુવાબ ભેર અને છટાથી આગળ ચાલતો હોય છે અને બહેન એની પાછળ છે.

 
 
થોડી થોડી વારે ભાઈ પાછળ વળી વળી ને જોતો હોય છે કે બહેન આવે તો છે ને. થોડે આગળ જતા, બહેન એક રમકડા ની એક દુકાન આગળ જઇ ને ઊભી રહી જાય છે. ભાઈ તરત જ નજીક આવી ને પૂછે છે, "બેના, તારે કાંઇ લેવુ છે ?"  બહેને તો તરતજ ભાઇ ના પૂછવાની રાહ જોતી હોય એમ, એટલીજ ઉતાવળથી ઢીંગલી સામે આંગળી ચીંધીને બતાવ્યું.. 

તો, ભાઈએ પણ બહેનના જવાબની આતુરતાથી રાહ જોતો હોય એટલાજ સ્નેહથી એ બહેન ની આંગળી પકડી અને એક માવતર ની ફરજ અદા કરતો હોય એમ બહેન ને એ ઢીંગલી હાથ મા અપાવી.. એ જોઈ બહેન તો રાજી ન રેડ થઈ ને ખુબ જ ખુશ થઇ.

 
દુકાન ના કાઉન્ટર પર બેઠેલો સજ્જન વેપારી આ ભાઈ બહેન ને દુકાનની કાચની બારીમાંથી જોતો હતો.અને આ પાંચ વર્ષ ના માસુમ બાળક ના વડપણ  ને જોઈ ને મનમાં હસતા હતો. કાઉન્ટર પાસે આવીને પાંચ વર્ષનો એ બાળક બોલ્યો, 'શેઠ આ ઢીંગલીના કેટલા દેવાના ?' જીવન ના ઉતાર ચઢાવ ને ઘોળીને પી ગયેલા એ વેપારી એ કહ્યું, 'બેટા, તમારી પાસે શું છે ? 

તરત જ એ બાળકે એની મેલી ફાટેલિ ચડ્ડી ના ખીસ્સામાં થી પાંચ સમુદ્રના નાના નાના છીપલા કાઢ્યા અને કાઉન્ટર પર મુક્યા.. પેલા વેપારીએ એ જ માર્મિક હાસ્ય સાથે બાળક ઉપર આત્મિય દ્રષ્ટિ કરી અને જેમ રુપિયા ગણે એમ છીપલા ગણ્યા. બાળકે કહ્યું, 'શેઠ, કેમ ઓછા છે ?' વેપારી કહે, 'ના બેટા, આમાંથી તો વધશે'

    
ભાઈ એ વધેલા છીપલા ફરી ખીસ્સામાં નાખી અને ઢીંગલી રમાડતાં એ માસુમ બાળકો તો જતાં રહ્યાં. પણ, દુકાન ના કારિગર થી રહેવાયુ નહી એટલે વેપારી ને પ્રશ્ન કર્યો. અને, વેપારી પણ એને શાંતીથી બહુજ સુંદર જવાબ આપ્યો અને કહ્યું.

ભાઈ, આપણે મન તો આ છીપલા છે. પણ, એને મન તો એની આજ સંપતિ છે. અત્યારે એને ભલે ના આ સમજાય પણ એ મોટા થશે ત્યારે તો એને સમજાશે નેે કે છીપલા ના બદલે આપણે કોક દિવસ ઢીંગલી લઈ આવેલા. ત્યારે એ મને જરુરથી યાદ કરશે, અને એ વિચારશે કે દુનિયામાં આજે પણ સજ્જન માણસો છે".
 

એટલે કોકે કહ્યું કહે છે કે.........

"કાંઈક ઈચ્છાઓ અધૂરી હોય છે, અને કોક થઇ જાય પુરી,
દ્રાક્ષ ખાટી દર વખત હોતી નથી વ્હાલા, લીમડાના પાન મેં પણ ચાખ્યા છે.."
"જિંદગી રોજ મને શીખવે કે જીવતા શીખ,
મનમાં ભરીને નહી, મન ભરીને જીવ
."

Images Sources:- Google

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ See First કરજો એટલે તમને તરત અપડેટ મળશે. 

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો.

 

ટિપ્પણી પોસ્ટ કરો

1 ટિપ્પણીઓ