આમળા એક એવું ફળ છે જે, સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આયુર્વેદમાં આમળાને ક્રોનિક ફૂડ માનવામાં આવે છે. જે લોકો આમળાનું નિરંતર સેવન કરે છે એ લોકોને ઘણો ફાયદો થાય છે. આમળા વાળ, ત્વચા, પેટ અને શારીરિક રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પણ જો તમે આમળાના પાવડરને મધમાં ભેળવીને ખાશો તો તમારા માટે વધુ ફાયદાકારક બની રહેશે.
મધમાં આમળા પાવડર ઉમેરીને ને ખાવાથી આમળા સ્વાદમાં સારા લાગે છે. માટે તમે આમળાના પાવડરને મધમાં મિક્સ કરીને સેવન કરી શકો છો. રાત્રે ગરમ પાણી સાથે આમળામાં ( ગોસબેરી ) અને મધ ખાવાથી પેટ સંબંધિત તમામ સમસ્યાનો અંત આવે છે. મધ અને આમળાં આ બંને વસ્તુઓ એન્ટી ઓક્સીડેન્ટનું પાવર હાઉસ માનવામાં આવે છે.
તો ચાલો આપણે આગળ જોઈશું કે આમળા અને મધ ખાવાના ફાયદા શું છે ને તેનું કઈ રીતે નિયમિત રીતે સેવન કરવું જોઈએ જેથી આપણને એનો ફાયદો મળી શકે.
પાચનશક્તિ મજબૂત બનાવે છે :
આમળા અને મધ બંને એકસાથે ખાવાથી શારીરિક પાચનકિયા સારી બને છે. અને પેટ સંબંધિત સમસ્યા માટે આ એક ખૂબ જ અકસીર અને અસરકારક ઉપાય છે. આમળા ખાવાથી પેટમાં ખોરાકનું યોગ્ય રીતે પાચન થાય છે. તેનું નિયમિત રીતે થતું સેવન મેટાબોલિઝમને સક્રિય રાખે છે, અને સાથે સાથે તમારી ભૂખ પણ ઉઘાડે છે. \
બ્લડ સુગર કંટ્રોલમાં રહેશે :
જો આમળાને મધ સાથે ખાવામાં આવે તો બ્લડ શુગર લેવલને કંટ્રોલ રાખવામાં મદદ મળે છે. અને સાથે સાથે ઇન્સ્યુલિનનું સ્તર પણ શરીરમાં વધારે છે. મધ એક કુદરતી સ્વીટનર છે, અને જ્યારે આમળામાં જરૂરી એવા આવશ્યક તત્વો જોવા મળે છે. જે ડાયાબિટીસને કંટ્રોલ કરે છે. માટે સુગરને કંટ્રોલમાં રાખવા માટે તમે આમળા પાઉડરને મધમાં મિક્ષ કરીને ખાઈ શકો છો.
રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે :
આમળામાં એક એવું ફળ છે જેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેના પાવડરને મધમાં ભેળવીને ખાવાથી શરીરમાં થતું ઈન્ફેક્શન દૂર રહે છે. રોજ આમળા ખાવાથી તમારું શરીર સ્વસ્થ અને નિરોગી રહે છે. મધ અને આમળા ખાવાથી રોગો દૂર રહે છે અને સાથે સાથે તમારી રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે.
હૃદયનું સ્વાસ્થ્ય રાખે છે :
આમ તો, આમળાનું ચૂર્ણ અને મધ ખાવાના ઘણા બધા ફાયદા થાય છે, માટે નિયમિત રીતે આમળાનું ચૂર્ણ અને મધનું સેવન કરવાથી શરીરનું કોલેસ્ટ્રોલ લેવલ યોગ્ય રીતે જળવાઈ રહે છે, અને મધ તથા આમળા બંનેમાં એમિનો એસિડ અને એન્ટી ઓક્સિડેન્ટ સારા એવા પ્રમાણમાં હોય છે. જે તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.
અસ્થમામાં ફાયદાકારક :
શરીરમાં જોવા મળતા અસ્થમાના લક્ષણોના ઉપચારમાં આમળાના ચૂર્ણ અને મધના મિશ્રણને ફાયદાકારક માનવામાં આવે છે. આ ચમત્કારી મિશ્રણનું સેવન કરવાથી ગળાની ઘરઘરાહટ, ખારાશ, કફ અને શ્વાસ ફુલવા જેવી સમસ્યામાં રાહત મળે છે. અને તેનાથી તમને શ્વાસ લેવામાં પણ આસાની થઈ શકે છે.
લીવર તંદુરસ્ત રાખે :
મધ અને આમળાના ચૂર્ણનું મિશ્રણ આપણા શરીરમાં રહેલ ઝેરી કચરાને બહાર કાઢવામાં મદદ કરે છે. અને આ ચુર્ણનું મિશ્રણ ઝેરી પદાર્થોને શરીરની બહાર કાઢવા માટે મદદરૂપ થઈને લીવરના સારા સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું માનવામાં આવે છે. આમળા અને મધમાં રહેલ એન્ટી ઓક્સિડન્ટની ઉચ્ચ માત્રા લીવરને થતું નુકશાનથી બચાવે છે.
આમળા અને મધનો ઉપયોગ કેવી રીતે કરવો
એક ચમચી આંબળાનો રસ અને એક ચમચી મધનું સેવન કરવાથી તમારું પાચન ખુબ જ સારું રહેશે. 1 ચમચી આમળાના પાવડરમાં એક ચમચી મધ ઉમેરો અને તેનું દરરોજ સવારે સેવન કરવાથી તમારા લીવરમાં રહેલ તમામ કચરો બહાર કાઢવામાં મદદ કરે છે. કફ અને ઉધરસને દૂર કરવા માટે એક ચમચી આમળાના ચૂર્ણમાં એક ચમચી મધ અને એક ચપટી હળદર ઉમેરીને તેનું સેવન કરવું.
દરરોજ 20 ગ્રામ આમળાનું ચુર્ણ અને એક ચમચી મધ લો અને તેને મિક્સ કરીને તેનું સેવન કરો. તે તમને અસ્થમા અને આંખોની સમસ્યાઓમાંથી છુટકારો આપવા માટે કામ લાગી શકે છે. એક ચમચી આંબળાનો જ્યુસ એક ચમચી મધ અને એક ચમચી આદુંનો રસ મિક્સ કરો, અને દરરોજ પીવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ ખુબ જ મજબૂત રહે છે.
નોંધ :- અમારા
દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના
આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ
પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા
પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની
સલાહ અવશ્ય લો.
આ પણ વાંચો....
- રોજ સવારે નરણાકોઠે પીવો આ એક જ્યુસ માથાથી લઇને પગની પાની સુધીના તમામ રોગ થશે દૂર
- દરરોજ સવારે હુંફાળા પાણી સાથે માત્ર અડધી ચમચી લેવાથી નખમાં પણ રોગ નહિ રહે
- માથાના વાળથી લઈને પગની પાની સુધીના 100 થી વધુ રોગો માટે ઉપયોગી છે આ પાવડર
- મોંઘી દવાઓ કરતા પણ ખુબ ફાયદાકારક છે આ તેલ નાની મોટી દરેક સમસ્યાનો છે આ રામબાણ ઈલાજ
- વૃદ્ધાવસ્થામાં મગજ ઝડપી દોડવું હોયતો અત્યારથી જ નિયમિત દરરોજ ખાવાનું ચાલુ કરીદો આ ગુણકારી વસ્તુ
- શરીરમાં વારંવાર થાક લાગતો હોય, નબળાઈ લગતી હોય તો આજથી રોજ ખાવાનું ચાલુ કરીદો આટલી શક્તિ વર્ધક વસ્તુઓ
- ફણગાવેલા કઠોળ એટલે આરોગ્ય નો અદ્ભુત ખજાનો..!! જાણો એના 10 ઉપયોગી ફાયદાઓ
- માત્ર ૧૫ કલાકમાં જ તમારા ફેફ્સામાં રહેલી વર્ષો જુની ગંદકીને દૂર કરી દેશે આ ઉપાય....
- કાળા મરી કેટલા પ્રમાણ માં કઈ રીતે ખાવા થી શું ફાયદા થાય છે. જાણો, કાળા મરી ની ઐતિહાસિક અને આયુર્વેદિક વિગત...
- માત્ર આટલુંજ કરશો તો કોઈ પણ દવા ની ગોળી વગર ઇમ્યુનિટી આપોઆપ વધી જશે.
- રોજ સવારે ખાઈ લો ખજૂરની ૩ પેશીઓ, નખમાં પણ રોગ નહિ રહે બીમારીઓ થશે જડમૂળથી દૂર
2 ટિપ્પણીઓ
મધ ને બદલે ગોળ લઈ શકાય
જવાબ આપોકાઢી નાખોમધ ને બદલે ગોળ લઈ શકાય
કાઢી નાખો