Head Ads

તમારા ચહેરા ઉપર થતી ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ હળદર આઈસ ક્યુબ, આજે જ ઘરે બનાવો હળદર આઈસ ક્યુબ

Haldar na fayda


હળદર એક આયુર્વેદિક ઔષધિ છે. જે, એન્ટીઑકિસડન્ટ, બળતરા વિરોધી તેમજ હળદર એન્ટિમાઇક્રોબાયલ ગુણોથી ભરપૂર છે. આ કારણોસર જ પ્રાચીન સમયથી હળદરને ત્વચાની સંભાળ રાખવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. હળદરનો નિયમિત રીતે ઉપયોગ કરવાથી તમારી ત્વચા કુદરતી રીતે ગોરી અને એકદમ ચમકદાર બને છે. 

તો, આજે અમે તમારા માટે હળદરનો ઉપયોગ કરીને એનો આઈસ ક્યુબ બનાવીને કઇ રીતે એનો ત્વચા માટે ઉપયોગમાં લઈ શકે એ વિષેની માહિતી તમને આપીશું અને સાથે સાથે હળદરનો આઈસ ક્યૂબ કઈ રીતે બનાવવો એની પૂર્ણ માહિતી પણ જળવીશું. અમે આશા રાખીએ કે તમને અમારી આ માહિતી જરૂરથી પસંદ પડશે. 

મિત્રો, હળદરના આઇસ ક્યુબને ચહેરા પર હળવા હાથે મસાજ કરવાથી તમે ચહેરામાં રહેલ ઓપન પોર્સની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. હળદરનો આઇસ ક્યુબ ચહેરા પરના ડાઘ, ખીલ અને ટેનિંગની સમસ્યાને દૂર કરીને ચહેરો ચમકદાર બનાવે છે. નિયમિત રીતે હળદર આઈસ ક્યુબનો ઉપયોગ કરવાથી તમારી સ્કીન પણ ડાઘ રહિત બનશે. 

હળદર આઈસ ક્યુબ કઈ રીતે બનાવવો

જરૂરી સામગ્રી : 

૧ ચમચી હળદર
૧ કપ પાણી
૧ ચમચી એલોવેરા જેલ. 

હળદર આઈસ ક્યૂબ બનાવવાની રીત :- Haldar na fayda
હળદરના બરફના ટુકડા બનાવવા માટે, સૌ પ્રથમ એક બાઉલ લઈને તેમાં 1 ગ્લાસ પાણીમાં 1  ચમચી હળદર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. ત્યાર બાદ, તેમાં શુદ્ધ એલોવેરા જેલ ઉમેરો. અને તેને એ પાણીમાં સારી રીતે મિક્સ કરો. મિક્સ થઈ ગયા બાદ પછી એક આઈસ ક્યુબ ટ્રે લો અને તેમાં એલોવેરા જેલ મીશ્રીત હળદરનું પાણી ઉમેરો. આ પાણીને તમે લગભગ ૭ થી ૮ કલાક માટે ફ્રીજરમાં મૂકી દો. હવે તમારા હળદરના બરફના ટુકડા તૈયાર છે. 

હળદરના આઇસ ક્યુબનો ઉપયોગ કેવી રીતે કરવો :-
હળદરના બરફના ટુકડા લગાવતા પહેલા ચહેરો સારી રીતે ધોઈ લો. અથવાતો તમે ચહેરાને પહેલા ટોનરથી પણ ચહેરો સાફ કરી શકો છો. ત્યાર બાદ, તમે હળદરના આઇસ ક્યુબને ચહેરા પર લગભગ ૩ થી ૪ મિનિટ સુધી હળવા હાથે ઘસો. પછી તમે તેને ચહેરા પર લગભગ ૨ થી ૩ મિનિટ સુધી રહેવા દો. ત્યાર બાદ, તમારા ચહેરાને સામાન્ય પાણીથી ધોઈ લો અને તેને સાફ કરો. તેના રોજિંદા ઉપયોગથી તમને ઓપન પોર્સથી છુટકારો મળી જશે.

ડાયાબિટીસના દર્દીઓ માટે ઉપયોગી છે આ 5 પ્રકારના પાન 👇

 

નોંધ :- અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે  લોકો  સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.  

 

 આ પણ વાંચો....

મિત્રો, જો તમને આમરો આ લેખ સારો લાગ્યો હોય તો કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી ને અમને તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો અને તમારા મિત્રો અને સાગા સંબંધીઓ સાથે આ ઉપાય  જરૂર થી શેર કરજો.

 

 

ટિપ્પણી પોસ્ટ કરો

5 ટિપ્પણીઓ