Head Ads

આ ફળના ઉપયોગ માત્રથી શરીરમાં જામી ગયેલી ગમે તેવી પથરીનો ભૂકો કરીને શરીરની બહાર કરી દેશે

Kidney Stone
 

પથરી એટલે સ્ટોનની સમસ્યા આજકાલ એક સામાન્ય વાત બની ગઈ છે, એનું કારણ એ છે કે છેલ્લા કેટલાય સામેથી આપણું ખાન પાન ખુબ જ બદલાઈ ગયું છે, આમ તો આ રોગ ગમે તે વ્યક્તિને કોઈપણ ઉંમરમાં થઇ શકે છે. પરંતુ મહિલાઓને આ રોગ પુરુષોની સરખામણીએ ઓછો થાય છે. શરીરમાં થતી પથરીને ઘરેલું ઉપચારના માધ્યમથી પણ ઠીક કરી શકાય છે. 

સામાન્ય રીતે પથરીની બીમારી ત્રીસ થી સાઈઠ ના ઉમરના લોકોમાં વધુ પ્રમાણમાં જોવામાં આવે છે. અને પથરીની સમસ્યા સ્ત્રીઓની સરખામણીએ પુરુષોમાં ચાર ગણી વધુ જોવા મળે છે. આ બીમારીમાં ઘણી વાર એવો અસહ્ય દુઃખાવો થાય છે કે માત્ર તે જ વ્યક્તિ જાણે છે, જેને પાથરી  થઇ હોય એ. જો પથરીનો સમયસર ઈલાજ ન કરવામાં આવે તો આપણેને ઘણો કષ્ટદાયક અનુભવ પણ થઇ શકે છે. 

ઘણા ખરા લોકોને શરીરમાં પથરીની પણ પીડાદાયક સમસ્યા રહેતી હોય છે, એમના ઘણા લોકોને પથરી કિડનીમાં અને મૂત્રાશયમાં પણ થયેલી જોવા મળતી હોય છે. જેના કારણે પથરીથી પીડાતી વ્યક્તિને પેટમાં ખુબજ અસહ્ય દુખાવો થતો હોય છે, માટે આ દુખાવો અને શરીરમાં રહેલી પથરીની સમસ્યા કાયમી દૂર કરવા માટે લોકો જાત જાતની ઘણા પ્રકારની દવાઓ લેતા હોય છે.  

આટ આટલી દવાઓ કરવા છતાં પણ ઘણીવાર શરીરમાં રહેલી પથરીની સમસ્યા દૂર થતી નથી, માટે શરીરમાં રહેલી પથરીને દૂર કરવા માટે આજે અમે તમને એક સરસ અને અસરકારત ઘરેલુ ઉપાય બતાવીશું. આ ઉપાયમાં પથરીની સમસ્યાને દૂર કરવા માટે બીજોરૂ નામના ફળનો ઉપયોગ કરવાનો છે, બીજોરૂ એ  લીંબુની પ્રજાતિનું એક ફળ છે. શરીરમાં રહેલી પથરીની દૂર કરવા માટે બીજોરૂ રામબાણ દવા તરીકે નીવડે છે. 

પથરીમા બિજોરુંનો પ્રયોગ :-
હવે, જે લોકોને પથરીની સમસ્યા હોય એમને એક મોટું બીજોરૂ લઈને એનો રસ એક વાટકીમાં કાઢવો, ત્યારબાદ તે રસને ફ્રીઝમાં મુકવો, પથરીનો ઉપાય કરવા માટે બીજોરૂનો રસ પચાસ ગ્રામ જેટલો લેવો અને એમાં સિંધવ મીઠું ઉમેરીને સવારે નરણાં કાંઠે તે રસ પી જવો, રસ પીધા પછી એક કલાક સુધી કાંઈ પણ ખાવું અને પીવું નહિ. થોડા દિવસ સુધી આ ઉપાય કરવાથી શરીરમાં રહેલી પથરી ભૂકો થઈને બહાર નીકળી જશે. મિત્રો, તમને આ ઉપાય શરીરમાં રહેલી પથરીની સમસ્યાને દૂર કરવા માટે કારગર નીવડશે.

 
કિચન ટિપ્સ માટે 👆ઇમેજ ઉપર ક્લિક કરો


 નોંધ :- અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે  લોકો  સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.

આ પણ વાંચો....

 

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ