Head Ads

ભગવદ્ ગીતા નાં પ્રત્યેક અધ્યાયનો સારાંશ. જાણો ફક્ત એક વાક્યમાં....



શ્રીમદ્ ભગવદ્ ગીતા ને હિંદુ ધર્મનો પ્રાચીન અને મુખ્ય પવિત્ર ગ્રંથ માનવામાં આવે છે. ભગવદ્ ગીતા હિન્દુ ધર્મ નો ગ્રંથ માનવામાં આવતો હોવા છતાં આ ગ્રંથ હિંદુઓ પુરતો સીમિત ન રહેતા પુરા માનવ કલ્યાણ માટેના ગ્રંથ માં એની ગણના થાય છે. દુનિયાભર ના વિશ્વચિંતકો એ પણ ભગવદ્ ગીતા માંથી માર્ગદર્શન લીધેલું છે અને એનો ઉપયોગ માનવકલ્યાણ માટે પણ કરેલો છે. હિન્દુ ધર્મ ના આ પવિત્ર ગ્રંથ એવા ભગવદ્ ગીતા નું મહત્વ અલૌકિક છે. 

ભગવદ્ ગીતા મુજબ માનવ-જીવન એક યુદ્ધ સમાન છે જેમાં દરેકે એ યુદ્ધ જાતે જ લડવું પડે છે . અને એ યુદ્ધમાં પીછેહઠ કર્યા વગર કરી રીતે આગળ વધવું તે સંદેશ ગીતામાં કુલ 18 અધ્યાય અને એ અધ્યાયમાં સમાવેશ કરેલા 700 શ્લોકો માં છે.  

તો ચાલો આપણે ભગવદ્ ગીતાનાં પ્રત્યેક અધ્યાયનો સારાંશ સમજીયે અને એ પણ એક વાક્યમાં.

અધ્યાય પહેલો

જીવન માં ખોટી સમજણ રાખવી એ બધાં દુઃખોનું મૂળ છે.

અધ્યાય બીજો
એક માત્ર સાચા જ્ઞાન થી જ બધી મુશ્કેલીઓનું નિવારણ થાય છે.

અધ્યાય ત્રીજો
મનુષ્ય ને જીવનમાં વિકાસ અને સમૃદ્ધિ મેળવવી હોય તો એનો એક માત્ર માર્ગ છે "નિઃસ્વાર્થતા". નિઃસ્વાર્થ પણે કરેલા કર્યો જ તમને તમારા જીવનમાં આગળ વધવામાં મદદરૂપ થશે. 

અધ્યાય ચોથો
મનુષ્ય દ્વારા કરવામાં આવેલ દરેક કર્મ એ મનુષ્યની જ એક પ્રાર્થના છે.

અધ્યાય પાંચમો
મનુષ્ય એ પોતાના વ્યક્તિત્વના અહંકારનો ત્યાગ કરી અને બ્રહ્માંડ ના આનંદમય વિચારો સાથે જીવન પસાર કરવું જોઈએ

અધ્યાય છઠ્ઠો
દરેક મનુષ્ય એ દરરોજ ઉચ્ચ ચેતના સાથે મનથી જોડાવું જોઈએ.

અધ્યાય સાતમો
તમે દરરોજ જે સારું શીખો છો એ પ્રમાણે નું જીવન જીવો.  

અધ્યાય આઠમો
મનુષ્ય એ ક્યારે પણ પોતાની જાત ને છોડી દેવી ના જોઈએ. તમારાં પ્રયાસો સંપૂર્ણ પણે નિરંતર ચાલુ રાખવા જોઈએ. 

અધ્યાય નવમો
તમારાં પર ભગવાન, માતા પિતા કે અન્ય વડીલો દ્વારા તમારા પર વરસાવેલાં આશીર્વાદ માટે નું મૂલ્ય તમારે સમજવું જોઈએ. 


                           
Image Source :- Wikipedia.org   
                                    
                                       

અધ્યાય દસમો
મનુષ્ય એ હમેંશા પોતાની આસપાસ રહેતી આધ્યાત્મિકતાની અનુભૂતિ કરવી જોઈએ.

અધ્યાય અગિયારમો
સત્ય જાણવાં પૂરતું પૂર્ણ શરણાગતિ સ્વીકારો.

અધ્યાય બારમો
મનુષ્ય એ હમેંશા એનું મન ભગવાનની સાથે જોડાયેલું રાખવું જોઈએ.

અધ્યાય તેરમો
મનુષ્ય એ પોતાની જાત ને સાંસારિક માયા થી અગલ  થઇ ને પોતાની જાત ને અદ્યાત્મિકતા સાથે જોડાયેલું રાખવું જોઈએ.

અધ્યાય ચૌદમો
તમારાં જીવનનાં ધ્યેય ને નક્કી કરી ને તમારી જીવનશૈલી એ પ્રમાણે રાખો.

અધ્યાય પંદરમો
જીવનનાં આધ્યાત્મીક્તાને પ્રાથમિકતા આપો.

અધ્યાય સોળમો
જીવનનાં બીજા માટે સારા બનવું એ પોતેજ પોતાનામાં નો એક પુરસ્કાર છે.

અધ્યાય સત્તરમો
તમને જે ગમે છે એના કરતાં જે સત્ય છે એનો સ્વીકાર કરવો એજ તમારી ખરી તાકાત છે.

અધ્યાય અઢારમો
જતુ કરવાની ભાવના અપનાવો, અને પોતાની જાત ને પરમાત્મા સાથે જોડાવા દો.

આમ, ભગવદ્ ગીતા કોઈ સામાન્ય ધર્મગ્રંથની જેમ કશું કરવા માટે આગ્રહ કરતી નથી, પરંતુ મનુષ્યને સાચો માર્ગ બતાવી માનવી ને નિર્ણય લેવા માટે સ્વતંત્રતા આપે છે.


આ પણ વાંચો...

શું તમે જાણો છે કે કયા દેવી દેવતાઓ ને કયુ ફૂલ ચઢાવવું જોઈએ ?

કેમ એક રાજપૂત વીરાંગના સામે અકબરે ઘુટણે પડી ને માંગવી પડી હતી પોતાના જીવન ની ભીખ....

ટિપ્પણી પોસ્ટ કરો

2 ટિપ્પણીઓ