મિત્રો, આપણા માંથી ઘણા બધાએ વાઘ વિશે સાંભળ્યું તો બહુ હશે. પણ શું તમે એની વાસ્તવિકતા થી પરિચિત છો ? તો ચાલો આજે અમે આપને જાણવા જઇ રહ્યા છીએ વાઘ વિશે કદી ના સાંભળેલી અત્યંત રોમાંચકકારી હકીકત
વાઘ વિશેની આ હકીકતો કદાચ તમે નહી જાણતા હોય. ( Amazing Interesting Facts About Tiger)
- વાઘ બિલાડી પ્રજાતીનું સૌથી મોટુ જાનવર છે. ધ્રુવિય રિંછ અને ભૂરા રિંછ બાદ ધરતી પરનું સૌથી મોટુ માંસાહારી જાનવર છે. તમે કદાચ આ જાણતા હશો કે રોયલ બંગાળ વાઘ અન્ય જંગલી બિલાડીઓમાં સૌથી મોટી છે પરંતુ શું તમે પણ જાણો છો કે પુરુષ વાઘનું વજન 300 કિલોગ્રામ હોય છે.
- એક વાઘનું આયુષ્ય જંગલમાં સરેરાશ 15 થી 20 વર્ષનું હોય છે. વાઘના મગજનું વજન 300 ગ્રામ હોય છે. અને એનુ મગજ તમામ માંસાહારી જાનવરોમાં બીજુ સૌથી મોટુ મગજ છે.
- વાધ ના પગ એટલા મજબૂત હોય છે કે, તે મર્યા બાદ પણ થોડો સમય ઉભો રહી શકે છે.
- એક વાઘ 18 Hertz સુધીનો અવાજ પેદા કરી શકે છે અને તેની દહાડ 3 કિલોમીટર સુધી સાંભળી શકાય છે.
- માદા વાઘનું ગર્ભધારણ 3.5 મહિના હોય છે, તે એક વખતમાં 3થી 4 બચ્ચાને જન્મ આપે છે. એમાથી અમુક જ બચ્ચા જીવી શકે છે.
- તમને જાણી ને આશ્ચર્ય થશે કે વાઘના બચ્ચા નો જન્મ થાય ત્યારે એ બચ્ચાઓ કઈ પણ જોઈ શકતા હોતા નથી. તે અંઘ હોય છે. એ ખાલી એની માતા ની ગંધ થી એની માતા ને ઓળખી શકે છે.
- અમુક વાર એક નર વાઘ, માદા વાઘ ને સમાગમ માટે પ્રેરિત કરવા માટે એના બચ્ચાંઓ ને ખાઈ જતો હૉય છે. આમ આ કાર્ય કરવા પાછળ એનો ઇરાદો માદા વાઘ સાથે સમાગમ કરવા માટેનું પાગલપણું જ હોય છે.
પાંચ વર્ષના ભાઈએ એની સાત વર્ષની બહેનને આપી અનોખી ભેંટ... અનોખી વાર્તા વાંચી ને તમારી આંખો થઈ જશે ભીની. - વાઘ ના બચ્ચા છ મહિનાની ઉંમરે શિકાર કરવાનું શીખવાનું શરૂ કરે છે પરંતુ તેઓ 18 મહિનાના થાય ત્યાં સુધી તેમના માતા સાથે રહે છે.
- વાઘ, 65 કિમી પ્રતિ કલાકની સ્પીડથી ભાગી શકે છે, અને સળંગ 6 કિમી સુધી તરી પણ શકે છે અને 30 ફૂટ લાંબી છલાંગ અને 12 ફૂટ ઊંચી છલાંગ લગાવી શકે છે.
- સફેદ વાઘની આંખો સામાન્ય રીતે આછા વાદળી રંગ ની હોય છે. સંશોધન કર્તાઓના અનુસાર વાઘ ના પેશાબ ની ગંધ બટર પોપકોર્ન જેવી હોય છે.
- એક એવું પણ તરણ કાઢવામાં આવ્યું છે કે શિકાર કરતી વખતે વાઘ ને 10 થી 15 પ્રયત્નો બાદ 1 વાર સફળતા મળતી હોય છે.
ભારતનાં પ્રસિદ્ધ 5 ક્રિકેટરો કે જેમણે બે બે વાર ના લગ્ન કર્યા... 4 નંબર ના ક્રિકેટરે તો 2 નહિ પણ 3 વાર કર્યા લગ્ન.... - વાઘ ભારત ઉપરાંત બીજા એશિયાઈ દેશો જેવા કે બાંગ્લાદેશ, મલેશિયા અને દક્ષિણ કોરિયા નુ પણ રાષ્ટ્રીય પ્રાણી છે.
- એક સર્વે અનુસાર, જો માણસની વસ્તી વચ્ચે વાઘ વહેંચવામાં આવે તો, 20 લાખ લોકો વચ્ચે એક જ વાઘ આવે.
- ભારત સરકાર દ્વારા વાઘ ની વસ્તી વધવામાં ના સફળ પ્રયત્નો બાદ 2014 માં વાઘની 1400 ની સંખ્યા ની સામે 2020 માં એની સંખ્યા વધી ને 2967 થઇ છે.
- 20 , જુલાઈ દિવસ ને "ઇન્ટરનેશનલ ટાઇગર ડે" તરીકે ઉજવવામાં આવે છે.
Images soucre :- www.google.com
આવાજ
સરસ લેખો અને આવનારા પાર્ટ ની અપડેટ મેળવવા માટે અમારા ફેસબુક પેજ ને લાઈક
કરી ને સાથે સાથે Following માં જઈ ને See First કરશો તો તમને આમાર લેખો
ની તરતજ અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી ને અમને તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો.. અને, હા આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ "Chalo Kaik Janiye - ચાલો કંઈક જાણીયે" લાઈક કરો. અને તમારા મિત્રો અને સાગા સંબંધીઓ સાથે શેર જરૂર થી કરજો...
Author :- Kaik Jano Team
0 ટિપ્પણીઓ