એક નાનકડા ગામમાં પતિ પત્ની બન્ને એકલા રહેતા હતાં. લગ્ને ને ૧૫ વર્ષ થયા પણ એમના જીવન એક શેર માટી ની ખોટ હતી એમ છતાં બંને વચ્ચે પ્રેમ એવો તો સુમધુર હતો કે આજુબાજુ ના પાડોશીઓ પણ કોઈક વાર એમના સંબંધો ની ઈર્ષા કરતા. તેઓ બંને એકબીજાનું ખુબજ ધ્યાન રાખતા હતા.
એક દિવસ કોઈક નજીવા કારણ ને લઇ ને એમના બંને વચ્ચે થોડી બોલાચાલી થઈ ગઈ અને એ બોલાચાલી એટલી બધી વધી ગઈ કે બંને એ એક બીજા ને બોલાવાનું પણ બંધ કરી કરી દીધું.
પતિએ પત્ની સાથે બોલવા માટે પ્રયત્ન કર્યો પણ, પત્નીએ તો પતિની કિટ્ટા જ પાડી દીધી...
સાંજ પડે બંને જણાએ ચૂપચાપ એક બીજા સાથે વાત કર્યા વગર પણ જમી લીધું. બિચારા પતિ ના ગળેથી કોળીઓ પણ નહોતો ઉતારતો. કેમકે, રોજ ની ટેવ મુજબ સાથે જમતી વખતે દિવસ દરમિયાન થયેલી ઘટનાઓ નું વર્ણન પત્ની ને કરતો હતો એ આજે કોની સાથે કરે? પત્ની એ તો અબોલા લીધા હતા.
પ્રતીકાત્મક ફોટોએ કપલ રાતે પણ એકબીજા સાથે કશું બોલ્યા વગર સૂઈ ગયાં..
પતિને એમ હતું કે સવારે ઉઠ્યા પછી રોજ ની જેમ બધું બરાબર થઈ જશે. પત્ની એની રીસ છોડીને પોતાને બોલવા લાગશે. પણ, બીજા દિવસ સવારે પત્ની એ તો એમની સાથે વાત સુધ્ધા તો શું એમની સામે જોયું પણ નહિ.
આ પણ વાંચો... કેમ એક રાજપૂત વીરાંગના સામે અકબરે ઘુટણે પડી ને માંગવી પડી હતી પોતાના જીવન ની ભીખ...
થોડી વાર પછી પતિ એ એમ થયું કે એની કોઈ કિંમતી વસ્તુ ખોવાઈ ગઈ હોય એમ લાગે છે એટલે એ વસ્તુ ક્યાંથી મળશે એનો અંદાજ આવતાજ એ જગ્યા ઉપર જઈ એ વસ્તુ શોધવા લાગ્યો. પણ, વસ્તુ એને મળી નહિ. એણે પલંગ પર જોયું, બાથરૂમમાં જોયું, રૂમમાં પણ જોયું. તિજોરીમાં રાખેલા કપડાંની વચ્ચે પણ જોયું. પણ, વસ્તુ ક્યાંય મળી નહીં...
વસ્તુ ન મળતા પતિ બેબાકળો થઇ ગયો અને ફરી ફરીને ચક્કર મારતાં એક ને એક જગ્યા એ એણે એ વસ્તુની શોધ ચાલુ જ રાખી....
પતિની આ શોધનો ખેલ પણ પત્ની જોતી હતી પણ એ દરમ્યાન એ કશુ બોલી નહિ. પણ અંતે પતિ બિચારો થાકી ને ખુરશી પર બેઠો અને થાકેલા પતિ ને જોઈને એનાથી રહેવાયું નહી અને અંતે પતિ ને પૂછ્યું કે
"ક્યારનાં શું આમ થી તેમ આંટા ફેરા માર્યા કરતા હતા.. કંઈક શોધતા હતા કે શું ?"
અને, પતિ જાણે પત્ની ના પૂછવાની રાહ જોઈને જ બેઠો હોય એમ તરત જ હસતાં હસતાં મોટે મોટે થી બોલવા લાગ્યો કે "મળી ગઈ ..... મળી ગઈ..... મળી ગઈ...." મારી એ વસ્તુ મળી ગઈ. પત્ની એ પુછતા પતિ એ કહ્યું કે,
"પ્રિયે, હું તારો જ મીઠો અવાજ શોધતો હતો. કેમકે, આ અવાજ સાંભળ્યા વગર મારો દિવસ કેમ નો પસાર કરત.."
પત્ની પણ પતિ ના આ શબ્દો સાંભળતા એ હસતાં હસતાં રડી પડી..!!
પતિ એ પણ પત્ની ના આંસુ લૂછતાં હળવેક થી પત્ની ના કપાળ પર એક ચુંબન કર્યું...
આ પણ વાંચો... પાંચ વર્ષના ભાઈએ એની સાત વર્ષની બહેનને આપી અનોખી ભેંટ... અનોખી વાર્તા વાંચી ને તમારી આંખો થઈ જશે ભીની..
મિત્રો, પતિ પત્નીના આમ નાના મોટા મીઠા ઝઘડાં તો ચાલ્યા કરે પણ એનો એ અર્થ નથી કે એને લીધે થઇ ને પતિ પત્નીના વચ્ચે ના મધુર સંબંધો નું સ્થાન 'અહમ અને અભિમાન' જેવા શબ્દો લઇ લે. આ 'અહમ અને અભિમાન' એ બે શબ્દ એવા છે કે જો દામ્પત્ય જીવનમાં એક વાર એમનો પ્રવેશ થયો અને પતિ પત્ની એક બીજા માટે ત્યાગ ની ભાવના નહિ રાખે તો થોડા સમય માટે દામ્પત્ય જીવન માં આવેલો અલ્પ વિરામ ક્યારે પૂર્ણવિરામ માં બદલાઈ જશે એનો ખ્યાલ પણ નહી આવે.
વાંચક મિત્રો, પતિ પત્ની વચ્ચે નો નિશ્વાર્થ ભાવ નો પ્રેમ, એક બીજા પ્રત્યે ત્યાગ ની ભાવના જ સાચી મિલકત છે, બાકી બધું તો તમારો વહેમ જ છે...
મિત્રો,
જો તમને અમારી આ વાર્તા સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી ને અમને
તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો અને તમારા મિત્રો અને સાગા સંબંધીઓ સાથે આ વાર્તા જરૂર થી શેર કરજો...
આ પણ વાંચો...
એક એવી રાણી જે સેક્સ કર્યા પછી પોતાના સાથી ને જીવતો સળગાવી ને મારી નાખતી. જાણો પુરી વિગત.....
કેમ એક રાજપૂત વીરાંગના સામે અકબરે ઘુટણે પડી ને માંગવી પડી હતી પોતાના જીવન ની ભીખ....
Author :- Kaik Jano Team
0 ટિપ્પણીઓ