Head Ads

કૃણાલ પંડયાએ કરી એવી હરકત કે બરોડા ક્રિકેટ એસોસિયેશન એની સામે એક્શન લેવાના મૂડમાં છે.

 

મિત્રો દરેક ક્રિકેટરનું પોતે ઇન્ડિયન ક્રિકેટ ટીમમાંથી રમે એવું સપનું જોતો હોય છે. અત્યારે ણજી ટ્રોફી ચાલી રહી છે અને દરેક ક્રિકેટર પોતાનું પરફોર્મન્સ સારું આપીને ઇન્ડિયન ટીમ માં સામેલ થવા ઇચ્છતો હોય છે. એમનો એક છે કૃણાલ પંડયા. કૃણાલ પંડયા હજુ સુધી ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં પોતાનું મજબૂત સ્થાન બનાવી શક્યો નથી. 

અત્યારે કટક ખાતે રમાઈ રહેલી રણજી ટ્રોફી સ્પર્ધા ચાલી રહી છે. અને બરોડાની ટીમ તરફથી રમતા કૃણાલ પંડયાએ પોતે એવી જાહેર કર્યું કે બરોડા ક્રિકેટ એસોસિયેશન ના સત્તાધીશોમાં ભારે હલચલ મચી ગઇ છે. અને  બરોડા ક્રિકેટ એસોસિયેશન એની સામે એક્શનમાં મૂડમાં આવી ગઈ છે. 

બરોડા ક્રિકેટ એસોસિયેશનનાં સૂત્રોના જણાવ્યા મુજબ, બંગાળ સામેની રણજી મેચમાં બરોડા ટીમ નો પરાજય થયો હતો. આ પરાજય થયેલી મેચમાં કૃણાલ પંડયાએ ઇનિંગના બીજા દાવમાં માત્ર ને માત્ર એક ઓવર નાખી હતી. મેચ પૂરી થયા બાદ કૃણાલ પંડયાએ બરોડા ટીમના મેનેજરને કહ્યું હતું કે હવે બાકી વધેલી 2 મેચ હું રમવાનો નથી. જેથી આ અંગેની જાણ ટીમ મેનેજરે બરોડા ક્રિકેટ એસોસિયેશનનાં સત્તાધીશોને ઇ-મેલ મારફતે કરી હતી.

બરોડા ક્રિકેટ એસોસિયેશનના સેક્રેટરીએ જણાવ્યું હતુંકે આ અંગેની જાણ કરતો ટીમ મેનેજરનો ઇ-મેલ એમને મળ્યો છે, પણ કૃણાલ પંડયા બાકી વધેલી ૨ મેચો કેમ રમવાનો નથી એનું ઠોસ કારણ જણાવ્યું નથી. બરોડા ક્રિકેટ એસોસિયેશનના એક ટોચના હોદ્દેદારે જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટના એક શિસ્તભંગ ઘટના તરીકે ગણાવી શકાય છે અને આવા કિસ્સામાં જે તે ની સામે જરૂરી પગલાં લેવા પણ જરૂરી છે. 

અત્યારે બીસીએ જો કૃણાલ પંડયાની અવેજમાં બીજા કોઈ ખેલાડી ને રમવા માટે મોકલે તો હાલ ના સંજોગોને ધ્યાનમાં રાખી ને એ ખેલાડીને 5 દિવસ ક્વોરન્ટન રહેવું પડે એમ છે. અને આ સંજોગોમાં કૃણાલ પંડયાને બાકીની મેચ નહોતી રમવી તો એણે પહેલેથી કહેવું જોઈતું હતું. આ બાબતે બીસીએની હાલત કફોડી થઇ રહી છે. 

અત્યારે કૃણાલ પંડયા કોઈને કોઈ રીતે સમાચારમાં રહેવા માંગતો હોય એવું લાગી રહ્યું છે. આ પહેલા પણ કૃણાલ પંડયા અને દિપક હૂડા વચ્ચે કોઈ કારણસર બોલાચાલી થઇ હતી એ બનાવને લીધે પણ અત્યારે કૃણાલ પંડયા અને દિપક હૂડા બંને વચ્ચે મનમોટાવ રહ્યો છે. 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ