આજના સમયમાં અનેક લોકોને હિમોગ્લોબિન ઓછું હોવાની તેમજ સાથે સાથે લોહીની અશુદ્ધિઓની સમસ્યા હોય છે. આપણે કોરોના સમયમાં જોયું કે શરીરને અંદરથી સ્વસ્થ રાખવું ખૂબજ જરૂરી બની ગયું હતું. કારણ કે જો તમારી શારીરિક ઇમ્યૂનિટી સારી હશે તો તમે આ રોગ સામે રક્ષણ મેળવી શકશો.
હિમોગ્લોબિન ઓછું હોય તો શારીરિક અશક્તિ તેમજ નબળાઈ આવી જાય છે. અને જો લોહી અશુદ્ધ હોય તો ચામડીના રોગો થવાની પણ શક્યતા રહેતી હોય છે. મેઈ શરીરમાં પૂરતા પ્રમાણમાં શુદ્ધ લોહી હોવું ખુબજ જરૂરી છે. ઉલ્લેખનીય છે કે અનેક લોકોને હિમોગ્લોબિન ઓછું હોવાની અને લોહીની અશુદ્ધિઓની સમસ્યા હોય છે.
જે વ્યકિતને શરીરમાં હિમોગ્લોબીન ઓચ્છુ તેમજ અશુદ્ધ રક્તથી પીડાતા હોય તો એ લોકો જો બતાવેલ મુજબની વસ્તુઓનું જો એમના ભોજનમાં લેશો તો જરૂરથી લાભ થશે અને સાથે સાથે શરીરમાં શુદ્ધ લોહીનું પ્રમાણ પણ વધશે. અને તમારા શરીરની ચામડીચમક પણ વધશે એ પણ નફામાં. તો હવે આપણે જાણીશું કે કયા એ ખોરાક છે જેનાથી લોહી શુદ્ધ થાય છે.
બીટ :-
આપણે બીટ વિષે તો સૌ કોઇ જાણીયે છીએ. બીટ હિમોગ્લોબિનની સમસ્યામાં મદદરૂપ થાય છે. અને તેનું સેવન કરવાથી શરીરમાં લોહીમાં પણ વધારો કરે છે. જો, તમે બીટરૂટનો જ્યૂસનું સેવન કરશો તો તમને જરૂરથી ફેર પડશે. તમે બીટના લીંબૂ નાંખીને પણ પી શકો છો. તેનાથી લોહી પણ વધશે અને સાથે સાથે વિટામિન સી મળતા તમારી ઇમ્યુનિટી પણ વધશે.
ટામેટા :-
ટામેટા જેટલા ત્વચા માટે પણ સારા છે એટલાજ તમારું હિમોગ્લોબિન સુધારવા માટે પણ સારા છે. વળી ટમેટાના રોજ ઉપયોગથી તમને વિટામિન-સી પણ સરળતાથી મળી જાય છે. અને સાથે સાથે તે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે. તદુપરાંત સંતારા કે નારંગીનું સેવન કરવાથી પણ લોહીની શુદ્ધી થાય છે. અને હિમોગ્લોબિનની સમસ્યામાં મદદ મળે છે.
દાડમ :-
લાલ દાડમ ખાવાથી પણ અનેક પ્રકારના લાભ થાય છે. સીઝનમાં દાડમનું નિયમિત પણે સેવન કરવામાં આવે તો પણ હિમોગ્લોબિનમાંવધારો થાય છે. સાથે સાથે પેટની સમસ્યાથી લઇને લોહીની ઉણપ સુધીના તમામ પ્રશ્નોથી દૂર રહેવા માટે રોજ એક દાડમનું સેવન કરવું એ આપણા માટે ખુબજ લાભકારી છે.
ગાજર :-
ગાજરમાં માં વિટામિન એ ખુબજ પ્રમાણ હોય છે. અને વિટામિન એ આંખો માટે ખુબજ ઉપયોગી માનવામાં આવે છે. શિયાળામાં ગાજરનું નિયમિત સેવાના કરવું એ તે અનેક રીતે સ્વાસ્થ્ય વર્ધક માનવામાં આવે છે. સવારે બીટરૂટ, ગાજર અને લીંબુ અને થોડું આદુ નાંખીને રસ બનાવીને પી શકો છો. આ જ્યુસથી તમારી હિમોગ્લોબીનની સમસ્યામાં દૂર થશે.
પાલક :-
પાલકમાં ભરપૂર પ્રમાણમાં આર્યન મળી આવે છે. પાલકની ભાજીનું સેવન અથવાતો પાલકનો જ્યુસ પીવામાં આવે તો પણ હિમોગ્લોબીન વધારવામાં મદદ મળે છે. જે લોકોને શરીરમાં લોહીંની ઉણપ હોય એમને ડોક્ટરો પણ શરીરમાં લોહી વધારવા માટે પાલકનું સેવન કરવાની સલાહ અપાતા હોય છે. લોહી વધારવા માટે પાલક ઉત્તમ સ્ત્રોત છે.
ડાબા પડખે સુવાના 10 ફાયદા 👇
નોંધ :- અમારા
દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના
આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ
પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા
પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની
સલાહ અવશ્ય લો.
0 ટિપ્પણીઓ