આજે મહાશિવરાત્રીનો તહેવાર છે. ત્યારે આખા ભારત વર્ષમાં આ તહેવાર ખુબજ આનંદ અને હર્ષોલ્લાસની સાથે ઉજવવામાં આવશે. આ દિવસે લોકો ભગવાન શંકરની ભક્તિની સાથે પૂર્જા અર્ચના પણ કરશે. આ દિવસે રાત્રી પૂજાનું ખુબજ મહત્વ હોય છે. લોકો શિવજીની પૂજા કરવાની સાથે સાથે પ્રસાદમાં ભાંગ લેતા હોય છે. અમુક લોકોતો આખા દિવસ દરમિયાન ભાંગને શિવજીની પ્રસાદી સમજીને આખો દિવસ ભંગ પીધા રાખે છે. અને પરિણામ સ્વરૂપ ભાગનો નશો ચડી જતો હોય છે. શિવરાત્રીમાં ભંગ પીવાથી નશો ચડ્યો હોય તો અપનાવો આ ઉપાય
તો આજે આપણે ભાંગનો નશો ઉતારવા માટેના ઉપાયો, ભાંગનો નશો ઉતારવા માટેની ટિપ્સ, Bhang no nasho utaravana upay, Bhang no nasho kevi rite utaravo, Bhag utarava ni tips વિશે જાણીશું. આ પાંચ ઉપાય કરવા માત્રથી ભાંગનો નશો ઉતારવામાં મદદ મળે છે.
ભાંગનો નશો ઉતારવાના માટેના ઉપાય । Bhang utarava mate no upay
ઉપાય નં. ૧ :-
ભાંગના નશાને નાશ કરવા માટે ખાટી વસ્તુઓ ખૂબ કારગર સાબિત થાય છે. જે માણસને ભાંગનો નશો ચઢ્યો હોય તેને ખાટી વસ્તુઓ ખવડાવી જોઈએ તેમજ ખાટી વસ્તુ પિવડાવી જોઈએ. આવી વસ્તુઓમાં દહીં, લસ્સી અને આમલીનું પાણી તેમજ લીંબુ પાણી પણ જરૂર પીવડાવો. આ ખાટી વસ્તુઓથી નશો જલ્દી ઉતરી જશે.
ઉપાય નં. ર :-
જો વધુ પડતી ભંગ પીવાય જવાથી નશો ચડી જાય તો ભાંગના નશા વાળા વ્યક્તિના બંને કાનમાં સરસવના તેલના 2 - 2 ટીંપા નાખવા. સરસવના તેલના ટીંપા નાખવાથી ભાંગનો નશો ઉતરી જાય છે. અને આ તેલના તેના કોઈ પણ જાતની સાઈડ ઈફેક્ટ પણ રહેતી નથી.
ઉપાય નં ૩ :-
આયુર્વેદમાં શુધ્ધ દેશી ઘીને અમૃત કહેવામાં આવ્યું છે. ભાંગનો નશો ઉતારવા માટે અમૃતરૂપી દેશી ઘી નશાવાળી વ્યક્તિને પીવડાવામાં આવે તો એ ખુબજ અસરકારક અને ફાયદાકારક માનવા આવે છે. ભોજન સાથે શુદ્ધ દેશી ઘા ખવડાવવાથી પણ નશો ઉતરી જાય છે.
ઉપાય નં ૪:-
ભાંગનો નશો ઉતારવા માટે ભોજનમાં વપરાતી તુવેરની દાળ બહુ અસરકારક અને મદદગાર માનવામાં આવે છે. આ તુવેરની કાચી દાળને વાટીને પાણી સાથે મિક્સ કરીને એ પાણી ભાંગથી પ્રેરિત નશા વળી વ્યક્તિને પીવડાવાથી ભાંગનો નશો ઉતારવામાં મદદ મળે છે.
ઉપાય નં પ :-
ભાંગનો નશો ઉતારવા માટે શેકેલા ચણાનું સેવન કરવું પણ લાભકારી માનવામાં આવે છે. સાથે સાથે ખાતા ફળ જેવાકે સંતરા, મોસંબીનું સેવન પણ ભાંગનો નશો ઉતારવામાં મદદ મળે છે. આ ઉપરાંત વગર ખાંડના લીંબુ પાણીના સેવન કરાવાથી પણ ભાંગનો નશો ઉતરી જાય છે.
નોંધ :- અમારા
દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના
આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ
પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા
પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની
સલાહ અવશ્ય લો.
0 ટિપ્પણીઓ