મિત્રો, ભારત દેશના રાજપુત પુરુષ પોતાની વીરતા માટે જેટલા પ્રસિધ્ધ હતા એટલી જ પ્રસિધ્ધિ રાજપુત મહિલાઓની પણ હતી. ઈતિહાસમાં ઘણા બધા એવા કિસ્સા બની ગયા છે, કે રાજપુત મહિલાઓની વીરતા અને એમના સાહસ ને આજે પણ પ્રણામ કરવામાં આવે છે.
તો, આજે અમે તમને ઇતિહાસ નો એક એવો કિસ્સો જણાવા જઈ રહ્યા છીએ કે કેમ એક રાજપુત વિરાંગના એ અકબર ની છાતી પર પગ મૂકી "બોલ, પાપી તારી છેલ્લી ઈચ્છા શું છે?" એમ કહી ને અકબર ને પોતાના જીવન ની ભીખ મંગાવા માટે એનમાં પગ માં પડી ને આજીજી કરવા માટે મજબુર કરી દીધો હતો.
એ રાજપૂત વીરાંગના હતા રાણી કિરણદેવી
કોણ હતા રાણી કિરણ દેવી ?
કિરણ દેવી, મહારાણા પ્રતાપના (Maharana Pratap) નાના ભાઈ શક્તિસિંહ ના સુપુત્રી હતા. શક્તિસિંહ ના ખરાબ વ્યવહાર ને લઇ એમના પિતા ઉદયસિંહ સાથે નો સંબંધ એટલો સારો ન હતો. એના લીધે થઇ ને શક્તિસિંહ અકબર સાથે જોડાઈ ગયા હતા. શક્તિસિંહે કિરણ દેવી ના લગ્ન બિકાનેર ના રાજપૂતવંશ ના રાજા પૃથ્વીરાજ રાઠોડ સાથે કર્યા હતા. પૃથ્વીરાજ રાઠોડ પણ અકબર ના આધીન થઇ ને કામ કરતા હતા.
મિત્રો, અકબર ની મહાનતા ના ગુણ ગાન તો ઘણા બધા ઇતિહાયકારો એ કર્યા છે. પણ અકબરની નીચ પ્રવૃત્તિ નું વર્ણન બહુ ઓછા બધા ઇતિહાસકરો એ કર્યા હશે.
શું હતી એ ઘટના ? જેના લીધે અકબરે માંગવી પડી હતી પોતાના જીવન ની ભીખ.
આવી જ રીતે મેળામાં ફરતા ફરતા એક દિવસ અકબરની નજર કિરણ દેવી ઉપર પડી. રૂપ રૂપ ના અંબાર એવા કિરણ દેવીને જોઈ ને અકબર એટલો તો મોહિત થઇ ગયો કે ગમે તેમ કરી ને કિરણ દેવી ને પોતાની બનાવા માંગતો હતો. અકબર ને એના ગુપ્તચર દ્વારા જાણ થઇ કે કિરણ દેવી એમના જ સેવક એવા પૃથ્વીરાજ રાઠોડ ની પત્ની છે. એ જાણ થતાંજ અકબર માનોમન એ વિચારી ને ખુબજ ખુશ થવા લાગ્યો કે એની સામે એનો વિરોધ કોઈ નઈ કરી શકે. અને તરતજ એક યોજના બનાવી ને પૃથ્વીરાજ રાઠોડને યુધ્ધમાં મોકલી દીધો અને કિરણ દેવી ને પોતાની દાસીઓ દ્વારા બહાનું કાઢી ને પોતાના મહેલ માં આવવા માટે નિમંત્રણ આપે છે.
આ પણ વાંચો.. પાંચ વર્ષના ભાઈએ એની સાત વર્ષની બહેનને આપી અનોખી ભેંટ... અનોખી વાર્તા વાંચી ને તમારી આંખો થઈ જશે ભીની.
રાજા નું ફરમાન હતું એટલે કિરણ દેવી (Kiran Devi) ને નાછૂટકે પણ અક્બર ને મળવા માટે એના મહેલ માં જવું પડયું, મહેલ માં પહોંચતા જ કિરણ દેવી નું એવું તો જોરદાર સ્વાગત કરવામાં આવ્યું, જેની કલ્પના માત્ર પણ કિરણ દેવી એ નહોતી કરી. એમને ખાસ રીતે શણગારવામાં આવેલા એક ઓરડામાં લઇ જવામાં આવે છે, જ્યાં અકબર પહેલેથીજ હાજર હતો.
કિરણ દેવી ને જોતાજ અકબરે પોતાના પરનો કાબુ ગુમાવ્યો અને...
રાણી કિરણ દેવી જેવા એ ઓરડાં માં પહોંચ્યા, કે એમને જોઈને અકબરે પ્રેમ ભર્યા શબ્દોમાં કહ્યું કે
"હું તમને મારી બેગમ બનાવવા માંગુ છું.."
"જ્યારથી મેં તમને જોયા છે, ત્યારથી જ હું તમારા રૂપ નો દીવાનો થઇ ગયો છું.."
આ સાંભળતાજ રાણી કિરણ દેવી તો એકદમ અવાક જ થઇ ગયા.. એમણે તો એવું વિચાર્યું પણ નહોતું કે આ અક્બર એમની સામે અકલ્પનિય પ્રસ્તાવ મુકાશે. એ કંઈક બોલો એ પહેલા અક્બર એમની સામે ધસી આવ્યો અને એમને અડકવાનો પ્રયત્ન કર્યો. પણ, સમયસૂચકતા વપરાતા કિરણ દેવી પાછા ખસી ગયા અને કયું કે,
"તમે અત્યારે ભાનમાં નથી કે તમે અત્યારે શું કહી રહ્યા છો.."
એ સાંભળતા અકબર બોલ્યો કે મને ખબર છે કે,
"હું શું કહી રહ્યો છું, તમારી જગ્યા મારા દાસ પૃથ્વીરાજ ની ઝૂંપડીમાં નથી, પણ મારા મહેલમાં છે. પૃથ્વીરાજ તમારે લાયક નથી.."
"તમને હું મારી બીજી બધી બેગમ ની ગણતરીમાં પ્રથમ સ્થાન આપીશ.."
કિરણ દેવીની સમય સુચકતા અને બહાદુરી
અકબરની આ વાત સાંભળતાજ કિરણ દેવી સમસમી ઉઠયા પણ એ જાણતા હતા કે ઉતાવળા માં લીધેલા નિર્ણય માં નુકશાન મારુંજ થશે એટલે એમેણે અકબર ને આનાકાની કરતા કરતા વાતો ફસાવી રાખ્યો અને મોકો મળતાજ હળવેક થી અકબર જે જાજમ ઉપર ઉભો હતો એની કિનારી જોરથી ખેંચી. જાજમ ખેંચાતા જ અકબર નું સમતુલન બગાડતા એ જોર થી જમીન પર પડયો. અકબર કંઈ સમજે એ પહેલાજ કિરણદેવી એની છાતી પણ ચડી ગયા અને આત્મરક્ષા માટે હંમેશા પોતાની સાથે રાખતી કટાર કાઢી ને એની ગરદન ઉપર મૂકી ને જોર થી બોલ્યા.. "બોલ, પાપી બાદશાહ તારી છેલ્લી ઈચ્છા શું છે?"
આ પણ વાંચો... પતિ-પત્નીના સંબંધોમાં અહમ અને અભિમાન નું સ્થાન ક્યારેય પણ હોતુ નથી.. વાંચો, એક ટુંકી અને સરસ વાર્તા...
"મૂર્ખ, તને ખબર છે હું કોણ છું ?"
" જે માણસે તારી રાત ની ઊંઘ હરામ કરી નાખી છે, એવા મહાન રાજા રાણા પ્રતાપજી ની હું ભત્રીજી છું."
આ સાંભળતા જ અકબર ના ચેહાર પર ની રોનક ઊડી દઈ અને કિરણ દેવી એ મોત રૂપી કસેલા ગાળિયા માંથી છૂટવાનો પ્રયત્ન કરતો રહ્યો પણ એના પ્રયત્ન સફળ થયા નહિ. એણે એ વિચાર્યું પણ નહિ હોય કે પોતાની જાત ને સમ્રાટ કહેવડાવનાર અકબરની એક દિવસ એક રાજપૂત સ્ત્રી પોતાની આવી હાલત કરશે.
અકબર ને લાગયું કે હવે બાજી મારી હાથ માં નથી, એટલે એણે ગભરાતા અવાજે કહ્યું કે,
"મારી ભૂલ થઈ. હે, મા દુર્ગા મને માફ કરી દો."
" હું હવે સમજી ગયો છું કે તમે કોઈ સાધારણ સ્ત્રી નથી."
તેમ છતાં પણ કિરણદેવી માન્યા નહિ. એટલે, અકબરે કહ્યું કે તમને તમારા હિન્દૂ ધર્મ ની કસમ છે કે મને ગાય સમજી ને માફ કરી દો."
ઓ, પાપી તારી તુલના અમારી પવિત્ર ગૌમાતા સાથે ના કરીશ એમ કેહતા કિરણ દેવી થોડા શાંત થયા અને કહ્યું,
"જો આજે તારા મોત અને મારી કટારી વચ્ચે મારા હિન્દૂ ધર્મ અને પવિત્ર ગૌમાતા ને વચ્ચે ના લાવ્યો હોત તો આજે તને મારી ને આ ધરતી પાર નો ભાર હળવો કરી નાખત". " અમે, રાજપૂત અમારા પ્રાણ કરતા પણ અમે અમારી મર્યાદા ને માન આપીયે છીએ. એના માટે અમે મારી પણ શકીયે છીએ અને મરી પણ શકીયે છીએ."
શરતો ને આધીન છોડયો હતો અકબર ને
કિરણ દેવી એ કહ્યું કે "જો તુ આજે જીવતો રેહવા માંગતો હોય તો તું તારી માં અને કુરાન ની સાચી કસમ ખાઈ ને પ્રતિજ્ઞા કરી ને કહે કે હવે પછી ક્યારેય નૌરોજ ના મેળાનું આયોજન નહીં થાય. અને કોઈ પણ મહિલા ની ઈજ્જત ઉપર હાથ નહિ નાખે". "અને તને જો આ સ્વીકાર નથી તો આ કટાર સીધી તારા ગરદન માં ખોસી દઈશ. ભલે ને પછી તે મને મારા હિન્દૂ ધર્મ અને ગૌમાતા ની કસમ આપી હોય પણ મને મારા મૃત્યુ નો કોઈ પણ જાત નો ભય નથી."
અકબર ને લાગ્યું કે પોતે હવે ખરેખર મૃત્યુ ની જાળ માં ફસાઈ ગયો છે. એટલે, એણે કહ્યું કે મને મારી માં ની કસમ છે કે આ સંસાર ની બધી જ પર સ્ત્રીઓ ને મારી બહેન દીકરી સમજીશ અને પર સ્ત્રી ને જોતાજ મારું માથું નમાવી દઈશ પછી ભલે ને એ કોઈ નવજાત કન્યા પણ કેમ ના હોય. હું પવિત્ર કુરાન ની પણ કસમ ખાઈ ને કહુ છું કે આજ થી નૌરોજના મેળા નું આયોજન ને બંધ કરવાનો આદેશ આપું છું.
આ પણ વાંચો... ભારતનાં પ્રસિદ્ધ 5 ક્રિકેટરો કે જેમણે બે બે વાર ના લગ્ન કર્યા... 4 નંબર ના ક્રિકેટરે તો 2 નહિ પણ 3 વાર કર્યા લગ્ન....
એ પતિવ્રતા વીરાંગના કિરણ દેવી એ અકબર ઉપર દયા રાખી ને એને છોડી દીધો...
આ ઘટના નું વર્ણન કરતુ ચિત્ર આજે પણ બીકાનેર ના સંગ્રહાલયમાં છે.
અકબર ની છાતી પર પગ મૂકી ને ઉભેલા કિરણ દેવી નું ચિત્ર આજે પણ જયપુર ના સંગ્રહાલયમાં સુરક્ષિત જોવા મળે છે.
આ રીતે કિરણ દેવી એ અકબર ને પોતાનો જીવ જોખમ માં નાખી ને અકબરને પોતાની સામે ઘૂંટણ નમાવા માટે મજબુર કરી દીધો હતો. અને એ વાત ને પણ સાર્થક કરી કે જયારે કોઈ સ્ત્રી પર મુસીબત આવે છે ત્યારે એ રુદ્ર રૂપ ધારણ કરી લે છે.
આવા સાહસિક રાજપૂત મહીલા એવા રાણી કિરણ દેવી ને કોટી કોટી....નમન.....
All Image source :- Google
મિત્રો, જો તમને આ માહિતી સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી ને અમને તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો અને તમારા મિત્રો અને સાગા સંબંધીઓ સાથે આ માહિતિ જરૂર થી શેર કરજો...
આવાજ સરસ લેખો અને આવનારા લેખો ની અપડેટ મેળવવા માટે અમારા ફેસબુક પેજ "Chalo Kaik Janiye - ચાલો કંઈક જાણીયે" લાઈક કરો. ને લાઈક કરી ને સાથે સાથે Following માં જઈ ને See First કરશો તો તમને અમારા લેખો ની અપડેટ સૌથી પહેલા તમને જોવા મળશે.
Author :- Kaik Jano Team
0 ટિપ્પણીઓ