ભારત જેવા દેશમાં આપણ ને દરોજ કાંઈક ને કાંઈક અવાર નવાર નવા નવા કિસ્સાઓ જોવા ને સાંભળવા મળતા હોય છે. પછી એ કિસ્સાઓ કોઈ રાજકારણ ને લગતા હોય, બોલિવૂડ ફિલ્મી દુનિયા ના હોય, રમત ગમત ને લગતા કે પછી કોઈ ખ્યાતનામ સેલિબ્રિટીનાં હોય.
અને એમાં વળી કૌભાંડ વિશે પણ સાંભળવા મળતું હોય છે. અમુક કૌભાંડ તો એવા હોય છે કે જેની કલ્પના માત્ર સામાન્ય માણસ પણ કરી શકતા હોતા નથી. ખાસ કરી ને સરકારી સંસ્થાનોમાં કે સરકારી યોજનાઓમાં આવા કૌભાંડ થવા એ કોઈ નવી વાત નથી.
થોડા દિવસ પહેલા, આવોજ એક ખળભળાટ મચાવતો એક કિસ્સો સામે આવ્યો હતો. એ કિસ્સો બિહારના મુઝફ્ફરપુર જિલ્લાનો છે. જ્યાં એક 65 વર્ષની એક વૃદ્ધ લીલા દેવી નામની મહિલા એ 14 મહિનામાં 8 બાળકીનો ને જન્મ આપ્યો. લાગે છે ને, કાંઈક નવાઈ લાગે એવું.
તો ચાલો, તમને જણાવીએ કે આ કિસ્સા ની સાચી હકીકત શું છે....
હકીકત માં આ એકે કૌભાંડ છે અને આ અનોખા કૌભાંડ માં ચોંકાવનારી વિગત એ છે કે એક ૬૫ વર્ષની એક વૃદ્ધ લીલા દેવી નામની મહિલાએ ૧૪ મહિનામાં આઠ બાળકીઓને જન્મ આપ્યો છે.
શું છે કૌભાંડ ?
સરકારી યોજનાઓમાં કઈ રીતે ગેર કાયદેસર રીતે સરકારી નિયમો નું પાલન ન કરી ને સરકારી લાભ મેળવવા આવે છે એ માટેનું આ કૌભાંડ નો કિસ્સો બહાર આવ્યો છે. જે જાણી ને તમે ચોંકી જશો.
Image Source
આપણ ને બધા ને ખબર છે કે મેડિકલ સાયન્સ ને દ્રષ્ટિ એ આ બાબત અશક્ય લાગે છે પરંતુ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન ના કૌભાંડમાં સરકારી કાગળ ઉપર આ બાબત સત્ય સાબિત થઈ છે. આ કૌભાંડ રચવાનો એક માત્ર ઉદેશ્ય બાળકીના જન્મ પર મળનારી રકમ મેળવવાનું હતું.
સરકારી યોજના ઓ દ્વારા મળતી રકમ મેળવવા માટે વચેટિયાઓ એ જે બનાવટી દસ્તાવેજો સરકારી કાર્યાલયમાં જમા કરાવ્યા તે દસ્તાવેજો આશ્ચર્યજનક છે જેમાં ૬૫ વર્ષીય વૃદ્ધ મહિલાએ ફક્ત ૧૪ મહિનામાં જ આઠ બાળકીને જન્મ આપ્યો છે અને એની નોંધ સરકારી દસ્તાવેજોમાં પણ જોવા મળી હતી.
સરકારી સ્વાસ્થ્ય કેન્દ્ર અધિકારી એ આ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં FIR પણ નોંધાવી હતી અને ત્યારબાદ આ આખી ઘટનાનો પર્દાફાશ થયો હતો, સ્વાસ્થ્ય કેન્દ્ર અધિકારી એમ જણાવે છે કે આ અવિશ્વસનીય છે કે કઈ રીતે એક ૬૫ વર્ષીય લીલાદેવી નામ ની મહિલા ૧૪ મહિનામાં આઠ બાળકીનો જન્મ આપી શકે તેમ છતાં વચેટિયા દ્વારા એવા કાગળો રજૂ કરવામાં આવ્યા હતા.
જેના થકી બાળકીના જન્મ પર સરકાર તરફથી મળનારી પ્રોત્સાહન રકમ પણ આપવામાં આવે. અને આ રકમ પ્રત્યેક બાળકીના ખોટા દસ્તવેજ પર જન્મ થતા ૧૪૦૦ રૂપિયા લીલા દેવીના બેંક ખાતામાં જમા પણ કરવામાં આવતા હતા જે લીલાદેવી દ્વારા આ રૂપિયા ઉપાડી લેવામાં આવતા હતા.
આ પણ વાંચો...
કેમ એક રાજપૂત વીરાંગના સામે અકબરે ઘુટણે પડી ને માંગવી પડી હતી પોતાના જીવન ની ભીખ....
0 ટિપ્પણીઓ