કલ્યાણપુર ગામે ભોલારામ નામનો એક સમોસા વાળો રહેતો હતો. જેવું એનું નામ એના ગુણ પણ એવાજ હતા. સ્વભાવે એક દમ ભોળો અને નિખાલસ. ભોલારામ એવા સ્વાદિષ્ટ અને ચટાકેદાર સમોસા બનવતો કે ગામના તથા આજુબાજુ ના ગામ લોકોની સમોસા ખાવા માટે લાઇન લાગતી. ભોલારામે ઘરાકી સારી એવી જમાવેલી હતી અને ઘણીવાર તો સવાર માં ચાર કલાકમાં જ વકરો કરી દુકાનને તાળા મારી ને ઘર ભેગો થઇ જતો એવા સંતોષી જીવ વાળો એ ભોલારામ સમોસા વાળો હતો. સંતોષી જીવ વાળા હોવા ની સાથે સાથે ભોલારામ વાતગળો પણ બહુ હતો.
લોકો જયારે પણ સમોસા ખાવા જાય ત્યારે એમને એમ લાગતું કે ભોલારામ આપણી જ રાહ જોઈ ને જ બેઠો હોય કે ક્યારે કોઈ ઘરાક આવે ને એની સાથે વાતે વળગુ. પણ ગ્રાહક ભોલારામ ના સમોસા ના એવા બંધાણી થઇ ગયેલા કે સમોસા તો ભોલારામ ના, એટલે ના છૂટકે પણ ભોલારામ ની દુકાને જતા.
ભોલારામ ની વાતો પણ કંઈક અલગ જ હોય એને દરેક વિષય પર વાત કરવામાં મજા આવતી હતી. અને વાતો પણ એવી કરતો કે ગ્રાહકો ને સાંભળવામાં પણ રસ પડતો. પણ, ઘણીવાર ગ્રાહકો સમય ના અભાવે એને કહેતા કે ભાઈ મોડું થઇ જાય છે જલ્દી સમોસા ની એક પ્લેટ બનાવી દે પણ એની વાતો ખતમ જ થતી નહિ.
એક દિવસ ગામનાં સરપંચ ગણપત રાવ ભોલારામ ની દુકાને જઈ પડ્યા અને કીધું કે
"કેમ છો ભોલારામ... જય રામજીકી, બનાવો ત્યારે એક પ્લેટ સમોસા"
ભોલારામે પણ જવાબમાં જય રામજીકી કહી ને કહ્યું કે,
"આવો આવો સરપંચ સાહેબ, બહુ દિવસે દુકાને ભૂલ પડ્યા"
"બોલો, કેવા સમોસા બનાવુ. લાલ ચટણી વધારે નાખું કેમ કે મીડીયમ રાખું"
સરપંચ કે કીધું કે, "ના, ભોલારામ મીડિયમ રાખો."
સમોસા ની પ્લેટ બનાવતા બનાવતા ભોલારામ સરપંચ સાથે એવો તો વાતે વળગ્યો કે વાતો વાતો માં વાત કર્મ અને ભાગ્ય ઉપર આવી ગઈ ને થોડી વાર તો એ વાત નસીબ અને પ્રયતેનો સુધી પહોંચી ગઈ. સરપંચ ભોલારામ ના સ્વભાવ થી પરિચિત હતા એટલે મનમાં એક વિચાર કર્યો કે લોકો પાસે થી ભોલા રામની ફિલોસોફી ની વાતો વિશે તો સાંભળ્યું છે તો આજે એક પ્રશ્ન કરીજ લઉ એમ વિચારતા કહ્યું કે ભોલારામ તમારી વાતો પાર થી મન એક પ્રશ્ન ઉદ્ભવે છે.
ભોલારામ એ તરત જ કીધું કે, "અરે સરપંચ સાહેબ પૂછો તમ તમારે જે પૂછવું હોય એ, લગર વાટ કોની જુવો, મુજ અભણ ને હમજણ પડશે તો જવાબ આપીશ."
સરપંચ પણ જાણે ભોલારામ ના જવાબ ની રાહ જોઈ રહ્યા હોય એમ તરત જ સવાલ કર્યો કે,
"માણસ, મહેનત થી આગળ વધે કે નસીબ થી?"
સરપંચ નો સવાલ સાંભળી ને ભોલારામ હસ્યો ને જે જવાબ આપ્યો એ સાંભળી ને સરપંચે પોતાના મગજમાં વર્ષો સુધી ક્યાંક ખૂણામાં પડેલા જાળા ને સાફ કરી નાખ્યા.
ભોલારામેં જવાબ આપ્યો હતો કે, તમે તો ગામ ના મુખી, જમીનદાર એટલે તમારી પાસે બેંક બેલેન્સ રહેવાના અને કહેવા લાગ્યો કે તમારું કોઈક બેન્કમાં લોકર તો હશે જ? એની ચાવીઓ જ આ સવાલનો જવાબ છે.
"જુવો, દરેક બેંક લોકરની બે ચાવીઓ હોય છે. એમાંની એક ચાવી તમારી પાસે હોય છે અને બીજી ચાવી બેંક મેનેજર પાસે. તમારી પાસે જે ચાવી છે એ છે પરિશ્રમ, અને મેનેજર પાસે ની ચાવી છે એ નસીબ. જ્યાં સુધી આ પરિશ્રમ અને નસીબ રૂપી બન્ને ચાવી નાં લાગે ત્યાં સુધી ભાગ્ય રૂપી તાળું ખુલી શકે નહિ, તમે કર્મયોગી પુરૂષ છો અને મેનેજર ભગવાન."
"તમારે પણ તમારી ચાવી લગાવતા રહેવું જોઈએ. ખબર નહિ કોણ જાણે ક્યારે ઉપર વાળો પોતાની ચાવી લગાવી દે, ક્યાંક એવું ના થાય કે ભગવાન પોતાની ભાગ્યવાળી ચાવી લગાવતો હોય અને આપણે પરિશ્રમ વાળી ચાવી ના લગાવી શકીએ અને તાળું ખોલવાનું રહી જાય."
ભોલારામ આ રીતનો નો કર્મ અને ભાગ્યનો સુંદર અર્થઘટન વાળો જવાબ સાંભળીને સરપંચ પણ મનોમન ભોલારામ પર ખુશ થતા થતા ત્યાંથી જતા રહ્યા..
🙏વાર્તા વાંચવા બાદલ આભાર🙏
આ પણ વાંચો..
- પાંચ વર્ષના ભાઈએ એની સાત વર્ષની બહેનને આપી અનોખી ભેંટ... અનોખી વાર્તા વાંચી ને તમારી આંખો થઈ જશે ભીની.
- કેમ એક રાજપૂત વીરાંગના સામે અકબરે ઘુટણે પડી ને માંગવી પડી હતી પોતાના જીવન ની ભીખ....
- પતિ-પત્નીના સંબંધોમાં અહમ અને અભિમાન નું સ્થાન ક્યારેય પણ હોતુ નથી.. વાંચો, એક ટુંકી અને સરસ વાર્તા.....
0 ટિપ્પણીઓ