ભારત જેવા દેશમાં છેલ્લા કેટલાય સમયથી ડાયાબિટીસનું પ્રમાણ વધતું જોવા મળ્યું છે. ડાયાબિટીસ એ એક પ્રકારનો જટીલ અને ભયંકર રોગ છે. આ રોગની તેની સમયસર સારવાર કરવી ખુબજ જરુરી છે. જો ડાયાબિટીસને સમયસર કંટ્રોલમાં કરવામાં આવે તો ડાયાબિટીસથી થતી જીવનજોખમી આડઅસરથી સમયસર બચી શકાય છે. ડાયાબિટીસથી પીડાતા દર્દીઓએ સૌ પ્રથમતો આહારનું સંતુલન જાળવવું જોઈએ.
ડાયાબિટીસથી પીડાતા દર્દીઓએ પોષકતત્વોથી ભરપુર એવો આહાર લેવો જોઈએ. બની શકેતો ગળપણનો ઉપયોગ પણ કરવો જોઈએ નહિ. આ સિવાય કેટલાક બીજા અન્ય ઉપાયો પણ કરી શકાય છે જે ડાયાબિટીસને કાયમ માટે દૂર કરી શકે છે. તો આજે આપણે, Diabetes na upayo, Diabetes na aryuvedic upay, Diabetes ni dava, ડાયાબિટીસને દૂર કરવાના ઉપાયો વિશે જાણીશું જેનાથી ડાયાબીટીસ ને કાબુમાં લાવી શકાય છે. તો ચાલો એ ઉપાયો વિશે જણાવીએ
ડાયાબિટીસને દૂર કરવાના ઉપાય | Diabetes Dur Karva Na Upay
સૌ પ્રથમ એક સ્વચ્છ વાસણમાં 1 લીટર પાણી લેવું. ત્યારબાદ એ પાણીમાં 100 ગ્રામ પાકા જાંબુ ઉમેરી ઢાંકણ ઢાંકીને 15 મિનિટ સુધી તેને સતત ઉકાળો, જ્યારે આ પાણીની માત્રા અડધા જેવી થઇ જાય ત્યાર બાદ તેને કોટનના સ્વચ્છ કપડાથી ગાળી લેવું, અને પછી આ પાણીના તેના ત્રણ સરખા ભાગ કરી અને દિવસ દરમિયાન વાર 3 વાર પીવું. આ પાણી ડાયાબીટીસમાં તો લાભ કરે છે, પરંતુ સાથે સાથે પેશાબમાં જતી સાકરનું પ્રમાણ પણ ઘટાડે છે અને લીવરને કાર્ય ક્ષમતામાં પણ વધારો કરે છે - Diabetes na upay
રોજ રાત્રે 15 ગ્રામ મેથીના દાણાને પાણીમાં પલાળીને રાખવા.
બીજા દિવસ સવારે એ પલાળેલા મેથી દાણાને હાથથી મસળીને એ મેથી દાણા વાળું
પીવાથી ડાયાબિટીસ ઓછો થાય છે. જાંબુના ઠળિયા, મામેજવો, લીમડાની આંતરછાલ,
હરડે, બહેડા અને આમળા સરખાભાગે લઈ ને સવારે તેમજ સાંજે લેવાથી ડાયાબિટીસ
મટે છે. હળદરના ગાંઠિયાને પીસી અને ઘીમાં શેકી સાકર સાથે રોજ લેવાથી
ડાયાબિટીસ અને બીજા પ્રમેહમાં લાભ થાય છે.
તદુપરાંત જાંબુના ઠળિયાનો ગર્ભ 1 ગ્રામ લઈ તેને પાણી સાથે દિવસમાં 2 વખત લેવો. આ પ્રયોગ સતત 15 દિવસ કરવો. એનાથી ડાયાબિટીસ કંટ્રોલમાં આવે છે. બીજા અન્ય પ્રયોગમાં 200 ગ્રામ દેશી જાંબુના ઠળિયા, 50 ગ્રામ લીમડા ઉપર ચઢેલી ગળો, 50 ગ્રામ હળદર લઈને એનો પાવડર બનાવીને એ પાવડરને વસ્ત્રગાળ કરીને તેને જાંબુના રસમાં ઘુંટીને સુકાવી પાવડર બનાવી લેવો. આ ચૂર્ણ સવારે અને સાંજે પાણી સાથે લેવાથી ડાયાબીટીસ મટે છે.
ખાસ કરીને ચોમાસામાં વધુ પ્રમાણમાં જોવા મળતા કારેલા પણ ડાયાબિટીસના રોગીઓ માટે ખુબજ લાભકારી શાકભાજી છે. કારેલામાં ચરાન્ટીન નામનું ઉપયોગી એવું પોષકતત્વ હોય છે. તેનાથી લોહીમાં ભળેલી શર્કરા ઘટે છે. ડાયાબિટીસના રોગીઓને કારેલાનો રસ સવારે ખાલી પેટ પીવાથી ખુબજ લાભ થાય છે. એ ઉપરાંત ચામડીના રોગ માટે પણ કરેલા નો રસ ઉત્તમ માનવામાં આવે છે - ડાયાબિટીસને દૂર કરવાના ઉપાયો
કડવા લીમડાના કુણા કુણા પાન રોજ ચાવીને ખાવાથી પણ ડાયાબિટીસ જેવા જટિલ રોગથી છૂટકારો મળે છે. અને સાથે સાથે રક્ત વાહિનીઓનો અવરોધ દુર કરે છે. અને લોહી વિકારથી થતા રોગોમાં પણ રાહત મળે છે. ચૈત્ર મહિનામાં લીમડાના મોરનો કાઢીને પીવામાં આવે તો આખા વર્ષ દરમિયાન તાવ આવતો નથી એમ માનવામાં આવે છે.
નાના નાના કુણાં કારેલાને નાના કટકા કરી લેવા. અને એને છાયામાં સુકવી એનો પાવડર બનાવી લેવો. આ પાવડરને રોજ સવારે અને સાંજે 10 ગ્રામ પાણી સાથે લેવો. આ પ્રયોગ એક મહિના સુધી કરવો. જેનાથી પેશાબમાં વહી જતી સાકર બંધ થાય છે. આ પાવડર બહુ વધારે પ્રમાણમાં લેવું નહી. ગળોનો રસ પીવાથી પણ ડાયાબિટીસમાં લાભ થાય છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ ઇલાજ છે આ 5 પ્રકારના પાન
નોંધ :- અમારા
દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના
આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ
પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા
પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની
સલાહ અવશ્ય લો.
આ પણ વાંચો.....
- રોજ સવારે ખાઈ લો ખજૂરની ૩ પેશીઓ, નખમાં પણ રોગ નહિ રહે બીમારીઓ થશે જડમૂળથી દૂર
- દરરોજ સવારે હુંફાળા પાણી સાથે માત્ર અડધી ચમચી લેવાથી નખમાં પણ રોગ નહિ રહે
- માથાના વાળથી લઈને પગની પાની સુધીના 100 થી વધુ રોગો માટે ઉપયોગી છે આ પાવડર
- મોંઘી દવાઓ કરતા પણ ખુબ ફાયદાકારક છે આ તેલ નાની મોટી દરેક સમસ્યાનો છે આ રામબાણ ઈલાજ
- વૃદ્ધાવસ્થામાં મગજ ઝડપી દોડવું હોયતો અત્યારથી જ નિયમિત દરરોજ ખાવાનું ચાલુ કરીદો આ ગુણકારી વસ્તુ
- શરીરમાં વારંવાર થાક લાગતો હોય, નબળાઈ લગતી હોય તો આજથી રોજ ખાવાનું ચાલુ કરીદો આટલી શક્તિ વર્ધક વસ્તુઓ
- ફણગાવેલા કઠોળ એટલે આરોગ્ય નો અદ્ભુત ખજાનો..!! જાણો એના 10 ઉપયોગી ફાયદાઓ
- માત્ર ૧૫ કલાકમાં જ તમારા ફેફ્સામાં રહેલી વર્ષો જુની ગંદકીને દૂર કરી દેશે આ ઉપાય....
- કાળા મરી કેટલા પ્રમાણ માં કઈ રીતે ખાવા થી શું ફાયદા થાય છે. જાણો, કાળા મરી ની ઐતિહાસિક અને આયુર્વેદિક વિગત...
- માત્ર આટલુંજ કરશો તો કોઈ પણ દવા ની ગોળી વગર ઇમ્યુનિટી આપોઆપ વધી જશે.
- 10+ ઉપયોગમાં આવે એવી ઘરગથ્થુ હેલ્થ ટિપ્સ અને ઘરગથ્થુ સલાહ
0 ટિપ્પણીઓ