શું તમારી રોટલી નરમ નથી બનતી ? તો લોટ બંધાતી વખતે ઉમેરીદો આ વસ્તુ, રોટલી બનશે સોફ્ટ અને ફૂલીને દડા જેવી

 How to make soft roti

આપણી ભારતીય પારંપરિક રસોઈમાં રોટલીનું એક આગવું સ્થાન છે. રોટલી વિના ખોરાક અધૂરો છે. તેથી ખાસ કરીને ગુજરાતીઓમાં રોટલીએ સંપૂર્ણ ભોજન તરીકે માનવામાં છે. જો કે, તમે જોયું હશે કે ક્યારેક તમે જે રોટલી બનાવો છો તે કોઈ વાર સોફ્ટ અથવાતો ફૂલેલી હોતી નથી હોતી. આ કારણે રોટલી ખાવામાં જે માજા આવવીઃ જોઈએ એ આવતી હોતી નથી. 

જો કે, રોટલી ન ફૂલે તેના ઘણા કારણો હોઈ શકે છે. પરંતુ જો તમે ઈચ્છો છો કે તમારી રોટલી હંમેશા ફૂલેલી અને સોફ્ટ રહે, તો તમારે રોટલીનો લોટ બાંધતી વખતે એમાં એવું કંઈક ખાસ ઉમેરવું પડશે જેથી કરીને તમે રોટલી પોચી અને ફૂલેલી બનાવી શકો. ચાલો એ કઈ વસ્તુ છે એના વિશે આપણે વિગતવાર જાણીએ.

આપણે બધાએ આપણી મમ્મીને ઘરમાં સોફ્ટ, ગોળ અને પોચી રોટલી બનાવતી જોઈ છે. અને, તેના હાથની પોચી અને એકદમ દડા જેવી ફૂલેલી રોટલી પણ ખાધી હશે. પરંતુ આજકાલ જોવામાં આવે છે કે ઘણા લોકો એવી ફરિયાદ કરે છે કે તેઓ ગમે તેટલો સોફ્ટ રોટલીનો લોટ બાંધે પણ તેમની રોટલી ક્યારેય સોફ્ટ થતી નથી. 

આનું મુખ્ય અને મહત્વનું કારણ એ છે કે લોકો કણક ભેળતી વખતે કેટલું પાણી વાપરવું જોઈએ તે સમજી શકતા નથી. અને જો રોટલી નરમ ન બને તો તે ખાવામાં માજા આવતી નથી. તો ચાલો વધારે પડતી રાહ જોયા વગર આજે અમે તમને જણાવીએ કે રોટલી એકદમ સોફ્ટ અને ફૂલી જાય તે રીતે લોટ બાંધવાની સાચી રીત. 

ગરમ પાણીનો ઉપયોગ કરો :
જો તમારી રોટલી નરમ ના હોય, તો તમે રોટલીનો કણક બનાવવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરી શકો છો. જ્યારે પણ તમે રોટલી બનાવવા જાવ ત્યારે રોટલીનો લોટ બાંધતી વખતે હૂંફાળા પાણીનો ઉપયોગ કરો. આનાથી રોટલી નરમ અને સ્વાદિષ્ટ બને છે. 

લોટ બાંધવા માટેના વાસણમાં લોટ લીધા પછી લોટમાં થોડું હૂંફાળું પાણી ઉમેરી લોટને સરખી રીતે મસળી મસળીને બાંધવો. પછી આ લોટને 10 મિનિટ માટે ઢાંકીને રહેવા દો. આમ કરવાથી, કણક સારી રીતે ફૂલી જશે. હવે તમારો રોટલી નો લોટ ઉપયોગ માટે તૈયાર છે. 

દૂધનો ઉપયોગ કરો :
રોટલીને નરમ બનાવવા માટે તમે લોટમાં દૂધ પણ ઉમેરી શકો છો. તે રોટલીનો સ્વાદ વધારે છે. સોફ્ટ રોટલી બનાવવા માટે તમે લોટમાં પાણીને બદલે દૂધનો ઉપયોગ કરી શકો છો. આ કરવા માટે, તમારે એક બાઉલમાં લોટ લેવાની જરૂર છે.

બાઉલમાં લીધેલા લોટ થોડું દૂધ મિક્સ કરો અને લોટ ભેળવો. લોટ બનાવતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે લોટ વધુ ઢીલો ન થાય. દૂધ સાથે લોટ ભેળવ્યા પછી, તમે જોશો કે લોટ નરમ થઈ જાય છે અને રોટલી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.

સહેજ મીઠું ઉમેરો :
રોટલીનો લોટ બાંધતી વખતે તમે થોડું મીઠું પણ ઉમેરી શકો છો. ઘણા લોકો ફરિયાદ કરે છે કે તેઓ જે રોટલી બનાવે છે તેનો સ્વાદ સારો નથી હોતો. જો તમને પણ આવી જ સમસ્યા હોય તો તમે લોટમાં તમારી રુચિ પ્રમાણે મીઠું મિક્સ કરી શકો છો. તેના માટે તમારે લોટ બાંધતી વખતે થોડું મીઠું ઉમેરવું જોઈએ. 

તમને જોઈએ તેટલું સ્વાદ પ્રમાણેનું મીઠું ઉમેરવાનું યાદ રાખો. પછી તેને લોટમાં સરખી રીતે મિક્સ કરો અને લોટને સરખી રીતે બાંધવા માટે પાણી ઉમેરો. આ રીતે બનાવેલ લોટ રોટલીને નરમ બનાવે છે અને તેનો સ્વાદ થોડો અલગ હોય છે. 

તેલનું મોણ થોડું આગળ પડતું રાખો :
તમે રોટલીના લોટમાં થોડું તેલ નાખીને પણ બાંધી શકો છો. જો ભેળવ્યા પછી તમારો કણક સખત હોય તો તમે લોટમાં તેલ ઉમેરીને પણ ભેળવી શકો છો. આ કરવા માટે, સૂકા લોટમાં થોડું તેલ ઉમેરો અને તેને સરખી રીતે મિક્સ કરો. હવે તમે લોટમાં થોડું પાણી ઉમેરીને હાથથી મિક્સ કરો. આમ કરવાથી તમારો લોટ કડક નહીં થાય અને તમારી રોટલી પણ નરમ બની જશે.

Gujarati Recipe Whatsapp Group 
  
બીજી અન્ય રેસિપી જે તમને જરૂર ગમશે 

 



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ