Head Ads

દેવી દુર્ગાના આઠ હાથમાં અલગ-અલગ વસ્તુઓ કઈ બાબતો નું સૂચન કરે છે. જાણો વિગત વાર......


દુર્ગાની પૂજા સાથે જ દેવીની તસવીરમાં જણાવવામાં આવતી સારી વાતો જીવનમાં ઉતારવાથી આપણી અનેક સમસ્યાઓ દૂર થઇ શકે છે. દેવીની તસવીરોમાં તેમના આઠ હાથ દર્શાવવામાં આવ્યાં છે. આ હાથમાં અલગ-અલગ વસ્તુઓ છે. આ વસ્તુઓથી આપણે લાઇફ મેનેજમેન્ટના સૂત્ર પણ જાણી શકીએ છીએ. જાણો વિગત વાર

હિન્દૂ સંસ્કૃતિ તેમજ આધ્યાત્મિક મહાપુરુષો ના જણાવ્યાં પ્રમાણે દેવી દુર્ગાના સ્વરૂપમાં જીવનને સુખી અને સફળ બનાવવાના સૂત્ર છુપાયેલાં છે. જાણો આ સૂત્ર ક્યા-ક્યા છે...

ત્રિશૂળ-  ત્રિગુણ એટલે સત્વ, રજ અને તમ. આ ત્રણેય ગુણો ઉપર મનુષ્ય એ નિયંત્રણ રાખવું જોઇએ. ત્રિગુણ નિયંત્રિત રાખો.

ગદા- સ્વસ્થ રહો. ગદા એક એવું શસ્ત્ર છે, જેનો ઉપયોગ સ્વસ્થ લોકો જ કરી શકે છે. તેનો બોધપાઠ એવો છે કે, આપણે આપણાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઇએ.

તલવાર- અવગુણોથી દૂર રહો. જેમ તલવાર થી શત્રુ નો નાશ કરવામાં આવે છે એમ, મનુષ્ય માં છુપાયેલા અવગુણોને તલવાર થી મારવા એટલે તેનાથી અંતર જાળવી રાખવાનો સંદેશ આપે છે.

ચક્ર- સ્થિર રહો. ચક્ર દેવીના હાથની આંગળીમાં સ્થિર રહીને ફરે છે. તેનો સંદેશ છે કે, મનુષ્યે ગમે તેવી વિકટ પરિસ્થિતિ નો સામનો કરવાનો હોય  એ સમયે આપણું મન સ્થિર રહેવું જોઇએ.

શંખ- શંખ ને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. આપણે વિચારોમાં પવિત્રતા જાળવી રાખવી જોઇએ. રહેલી 

વર મુદ્રા- આશીર્વાદ આપો અને માફ કરો. અન્ય લોકોની ભૂલોને ભૂલી જવી જોઇએ અને જે આપણી શરણમાં આવ્યાં છે, તેમને આશીર્વાદ આપવાં જોઇએ.

ધનુષ-બાણ- આ શસ્ત્ર આપણે દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત કરવી જોઇએ તેવો સંદેશ આપે છે.

કમળનું ફૂલ- અવગુણો વચ્ચે પણ સારા ગુણ છોડવા જોઇએ નહીં. કમળ કીચડમાં પણ પોતાના સારા ગુણને છોડતું નથી. આ બોધપાઠ આપણે પણ લેવો જોઇએ.

લાલ રંગ- ઉત્સાહ જાળવી રાખો. દેવી દુર્ગા લાલ વસ્ત્ર ધારણ કરે છે. લાલ રંગ ઉત્સાહનું પ્રતીક છે.

સિંહ- સાહસ જાળવી રાખો. સિંહ સંદેશ આપે છે કે, વ્યક્તિએ ખરાબ સમયમાં પણ સાહસ જાળવી રાખવું જોઇએ.

 

આ પણ વાંચો......

ભગવદ્ ગીતા નાં પ્રત્યેક અધ્યાયનો સારાંશ. જાણો ફક્ત એક વાક્યમાં....  

શું તમે જાણો છે કે કયા દેવી દેવતાઓ ને કયુ ફૂલ ચઢાવવું જોઈએ ? 


إرسال تعليق

0 تعليقات