Head Ads

સૂર્યાસ્ત પછી ઘરમાં કરવામાં આવ તો સાવરણી નો ઉપયોગ લાવી શકે છે ઘરમાં આર્થિક તંગી. ગરુડ પુરાણ મુજબ થઇ શકે છે આ નુકસાન

 મિત્રો, મનુષ્ય માત્ર દરેકની ઇચ્છા હોય છે કે એમની પાસે પૂરતા પ્રમાણમાં પૈસા અને વૈભવ હોય જેના થાકી તેવો એક સારું સુખમય જીવન જીવી શકે અને સાથે સાથે દુનિયાભરના તમામ ભૌતિક સુખ-સુવિધાઓ એમના પરિવારને આપી શકે. દરેક જણની ઈચ્છા હોય છે કે માતાલક્ષ્મીની કૃપા દ્રષ્ટિ હંમેશા એમના પર રહે. આ જ કારણ છે કે બધા દરરોજ માતાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘણા બધા પ્રયાસ કરે છે.

અને એમાં વળી ધનતેરણ ના દિવસે તો ખાસ પૂજા અને પાઠ કરતા હોય છે. આટલું બધું કરવા છતાં અને ઘણા બધા પ્રયત્નો કર્યા પછી પણ કેટલાક લોકોને માતા લક્ષ્મીની કૃપાથી વંચિત રહેવું પડે છે. પરંતુ આપણે ઘણી બધી જાણતા અજાણતા એવી વસ્તુઓ કરી નાખીયે છીએ કે જેનાથી માતા લક્ષ્મી આપણાથી નારાજ થઇ જાય છે. આવી પરીસ્થિતિમાં ઘરમાં ગરીબીનો પ્રવેશ થાય છે.  તો આજે આપણે ગરુડ પુરાણ મુંજાં એવા કયા કર્યો છે, જેના કારણે માતા મહાલક્ષ્મી નારાજ થાય છે.

ગરુડ પુરાણ  - Garud Purana મુજબ જે લોકો સદાયને માટે ગંદા કપડા પહેરે છે. દેવી લક્ષ્મી જે ધનની દેવી છે એમનો સાથ છોડી દે છે.  રોજ સવારે વહેલા ઉઠીને પ્રાતઃ સ્નાન કર્યા પછી હંમેશાં સ્વચ્છ અને સુઘડ કપડાં પહેરવા જોઈએ. જેથી કરીને માતા મહાલક્ષ્મીની કૃપા હંમેશાં આપણા ઉપર રહે છે.

ઘણા લોકો દરરોજ પોતાનું આખે આખું ઘર સાફ કરે છે, પણ ઘણીવાર અજાણતા પોતાની પથારી સાક કરતા હોતા નથી. જે લોકો દરરોજ પલંગ સાફ કરતા નથી. આવા લોકોને હંમેશા પૈસાની તંગી રહેતે હોય છે. એ ઘરમાં હંમેશાં ઘરમાં ગરીબીનો વાસ રહેતો હોય છે. 

આખા ઘરની સફાઈની સાથે સાથે વ્યક્તિએ દરરોજ પલંગની પણ કાળજીપૂર્વક સફાઈ કરવી જોઈએ. જે લોકો આ કાળજી રાખે છે, અને ઘરના દરેક ખૂણા અને આસપાસની જગ્યા પણ સાફ રાખે છે, ત્યાં મહાલક્ષ્મીમાં નો વાસ રહેતો હોય છે. 

રોજ રાત્રે અથવા કોઈપણ સમયે જમ્યા પછી, જો તમે એંઠા વાસણને લાંબા સમય સુધી એ વાસનેને ધોયા વગર ના રાખી મુકો છો તો શનિની ખરાબ અસર તેની પર પડે છે. જેનાથી તમારા ઘરમાં દરિદ્રતા આવવા લાગે છે.

ઘણા લોકો પોતાની થાળીમાં જરૂર કરતાં વધારે ભોજન લેતા છે. એના કારણે ખોરાકનો બગાડ થતો છે. શાસ્રોમાં જણાવેલ મુજબ જે જગ્યા એ ભોજનનું અપમાન થતું હોય ત્યાં માતા લક્ષ્મી કયારેય તે જગ્યાએ રહેતા નથી અને આવા ઘરમાં હંમેશા માટે દરિદ્ર ઘર કરી જાય છે. વધુ પડતા આહારનો બગાડ કરવો એ પણ વ્યક્તિને ગરીબ બનાવે છે.

હિન્દૂ શાસ્ત્ર મુજબ સાવરણીને માતા મહાલક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે, માટે કચરો વાળવાની સંબંધિત કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી ખાસ જરૂરી છે. શાસ્રો મુજબ સૂર્યાસ્ત પછી ઘરની સફાઈ કરવી એ વર્જિન માનવામાં આવે છે. 

માટે સૂર્યાસ્ત પછી ઘરની સફાઈ ક્યારે પણ કરાવી જોઈએ નહિ. એવું પણ માનવામાં આવે છે કે જે ઘરમાં સૂર્યાસ્ત પછી સાવરણીથી કચરો વાળવામાં આવે છે ત્યાં આર્થિક પ્રગતિમાં બધા આવી શકે છે.

આ પણ વાંચો.....

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ