Head Ads

જો તમે પણ બારેમાસનું અથાણું બનાવતા હોવ તો આ રહી તમારા માટે અથાણાં સાચવવાની ટિપ્સ...

Keri nu athanu sachavava ni tips

 

અત્યારે ઉનાળાની સીઝન ચાલુ થઇ ગઈ છે. એટલે લોકો એમના મનભાવતા ફળ એવા કેરીની આતુરતાથી રાહ જોઈને બેઠા હોય છે, કેરીનો રસ, કેરીના અથાણાં, કેરીનું કચુંબર લોકોને બહુ ભાવતા હોય છે. તો મિત્રો આજે આપણે અથાણાંને બારેમાસ કરી રીતે સાચવી શકિયે એના વિશેની થોડી ઘણી kerina athana mate ni tips, keri nu athanu sachavava mateni tips, kerina athana ni tips ગોળ કેરીનું અથાણાં સાચવવાની ટિપ્સ તમારી સાથે શેર કરીશું. જે તમને ખુબજ ઉપયોગી થઇ પડશે. 

અથાણાં સાચવવાની ટિપ્સ

ચોમાસામાં ક્યારેપણ અથાણાંની બરણી ક્યારેય ખુલ્લી રાખવી ના જોઈએ. જો અથાણાની બરણી ખુલ્લી રાખશો, અને જો ભેજ બરણીમાં ચાલ્યો જશે તો તમારું અથાણું બગડી શકે છે. માટે બને ત્યાં સૂધી ભેજ અંદર જાય નહીં તેનું ધ્યાન રાખવું.બરણીમાં અથાણું ભરતી વખતે બરણીને એક વાર તડકે અવશ્ય તપાવી લેવી જોઈએ. 

અથાણાંની બરણીનું ઢાંકણ હવાચુસ્ત હોવું જોઇએ એ વાતનું ખાસ ધ્યાન રાખવું. બરણીમાંથી અથાણું કાઢ્યા પછી પણ જયારે બરણીનું ઢાંકણું વ્યવસ્થિત રીતે વખાયેલું રહે એ ધ્યાન રાખવું. જો ઢાકાનું વ્યવસ્થિત રીતે વખાયેલું નહિ હોય તો બહારની ભેજ વાળી હવા ધીમે ધીમે બરણીમાં જશે અને તમારું અથાણું બગાડી શકે છે.

જયારે પણ તમે અથાણું બનાવવાતા હોવ ત્યારે કેરી અને ગુંદા જેવા ફળ તાજા અને કડક જ લેવાં. બારેમાસ માટેના અથાણાં બનાવતા હોઈએ ત્યારે પોચાં પડી ગયેલા ફળ કે શાકભાજી ન વાપરવા. કારણકે, પોચા પડી ગયેલા ફળોમાં પાણીનો ભેજ હોય છે જેના કારણે તમારું અથાણું બગડી જવાની શક્યતા રહે છે.

કેરી અથવાતો અન્ય ફળ કે શાકભાજી અથાણું બનાવવાનું હોઈએ ત્યારે તેને બરાબર સારી રીતે ધોઈ અને સ્વચ્છ કરીને જ વાપરવા, ત્યાર બાદ એને સાફ કરીને તડકામાં સરખી રીતે ભેજ ઉડી જાય એ રીતે સૂકવી લેવા. અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવુંકે પાણીનો સહેજ પણ ભાગ ન રહેવો ના જોઈએ.

એક વાતનું ખાસ ધ્યાન એ રાખવું કે જયારે પણ તમે અથાણાં બનાવતા હોવ ત્યારે અથાણામાં વપરાતી સામગ્રી જેવીકે તેલ, ખાંડ, ગોળ, મીઠું, મરચું, હિંગ વગેરે શુદ્ધ, ભેળસેળ વગરનાં તેમજ તાજાં જ લેવા. કેમકે ઘણીવાર કલારવાળું મરચું તમારું અથાણું પણ બગાડી શકે છે.

અથાણાં કેવા બન્યા છે એની ઓળખ તેના કલર અને સ્વાદ ઉપરથી થતી હોળી છે. માટે જયારે પણ બારેમાસ માટે ભરવા લાયક અતહના બનાવતા હોવ ત્યારે અથાણાંમાં લાલ રંગ લાવવા માટે કાશ્મીરી મરચું જ વાપરવું. તેમજ જે અથાણામાં ગોળની જરૂર પડતી હોય ત્યાં કોલ્હાપુરી ગોળ જ વાપરવો.

ઘણાખરા અથાણામાં ચાસણીની જરૂર પડતી હોય છે. માટે જો અથાણામાં ચાસણી કરવાની હોય તો એ ચાસણી પાકી થવા દેવી જરૂરી છે, જો ચાસણી સારીરીતે પાકેલી નહિ હોય તો એમાં પાણીનો ભાગ રહેશે અને અથાણામાં ફુગ આવી જશે અને ફુગના કારણે તમારું અથાણું બગાડી જશે.માટે આ વાતનું ખાસ ધ્યાન રાખવું. 

ઘણાલોકો અથાણું સીંગતેલમાં બનાવતા હોય છે. પણ, સરસવના તેલમાં બનાવેલું અથાણું લાંબા સમય સુધી સચવાઈ રહે છે. પણ સરસવ તેલની પ્રકૃતિ ગરમ હોવાથી દરેક વ્યક્તિને માફક ના પણ આવે તો તમે અથાણાં બનાવવા માટે સીંગતેલનો ઉપયોગ કરી શકો છો. 

અથાણું બની ગયા પછી જયારે પણ તમે અથાણું બરણીમાં ભરો એ પહેલા બારીને સારીરીતે સ્વચ્છ કરીને એને તડકે તપાવીને પછીજ અથાણાં બરણીમાં ભરવા. આમ કરવાથી અથાણાં લાંબા સમય સુધી સચવાયેલા રહે છે. અને અથાણાં બગાડતા નથી. 

જયારે પણ અથાણું બરણીમાંથી કાઢો ત્યારે સ્વચ્છ ચમચી કે કાણા વાળા મચાનો જ ઉપયોગ કરવો. અથાણું કાઢ્યા પછી તેલનું લેવલ બરણીમાં જળવાઈ રહે એ વાતનું ખાસ ધ્યાન રાખવું. જો તેલનું લેવલ બરોબર નહિ હોય તો અથાણું કોરું પડી જશે અને અને કોરા અથાણામાં ફૂગ લાગી શકે છે.

મિત્રો, આશા રાખીયેકે આ બારેમાસ અથાણાં સાચવવાની ટિપ્સ તમને સારી લાગે હશે. કોમેન્ટમાં તમારો અભિપ્રાય અવશ્ય આપશો.

Gujarati Recipe Whatsapp Group 
  
બીજી અન્ય રેસિપી જે તમને જરૂર ગમશે 


  

 

إرسال تعليق

0 تعليقات