ભરેખમ ભુરા ના ભરખમ જોક્સ - Gujarti Jokes - ગુજરાતી જોકસ

 
 શિક્ષકઃ ભૂરા, મને એ વાત નવાઈ લાગે છે કે તું એકલો આટલી બધી ભૂલો વારંવાર કેવી રીતે કરે છે?
 ભૂરોઃ સાહેબ, આ બધી ભૂલો મેં એકલાએ કરી નથી. મારા પિતાજીએ પણ મને તેમાં મદદ કરી છે.

-----------------------

લીલીઃ મને નથી લાગતું કે હું વધારે જીવી શકીશ, હવે મારાથી સહન નથી થતું.
ભૂરોઃ તું મરી જઈશ તો હું પણ મરી જઈશ.
લીલીઃ હું તો બીમાર છું એટલે મરી જઈશ, પણ તમે શું કામ મરી જશો?
ભૂરોઃ આનંદના અતિરેકમાં...

-----------------------
 
જિગોઃ તને ખબર છે અત્યાર સુધી માણસને જીવનમાં એની ધારણા કરતાં ઘણું બધું અલગ જ મળ્યું છે અને મળતું આવશે.
ભૂરોઃ એ કેવી રીતે તું કહી શકે છે.
જિગોઃ પુરુષોને અત્યાર સુધીમાં અપ્સરાના નામે પેન્સિલ જ મળી છે જ્યારે સ્ત્રીઓને બાદશાહના નામે મસાલા જ મળ્યા છે. 😆😆😆

-----------------------

એક વાર ભૂરાની પત્ની સેલ્ફી લે છે. સેલ્ફી લીધા પછી એ ડિલીટ કરે અને કેમેરાનો ઘસી ઘસી ને      કાચ સાફ કરે છે. આમ અડધો કલાક સુધી આ ચાલ્યું.
એટલે ભોળા ભૂરાથી ના રહેવાયું અને બોલાઈ ગયું કે, વ્હાલી એક વાર મોઢું સાફ કરીને ટ્રાય            કરીજો...
બિચારો ભૂરો અત્યારે કઈ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે હજી સુધી કોઈને ખબર નથી.😀😀😀

-----------------------

મનીયો  :  યાર મારી સામે એક ગંભીર સમસ્યા આવી ગઈ છે.
ભૂરો : કેમ, શું થયું?
મનીયો  :  તું નઈ માને પણ, મારી પત્નીને એટલી સરસ રસોઈ બનાવતા આવડે છે છતાં એ ઘરે રાંધતીજ નથી. મારે અઠવાડિયામાં ત્રણ દિવસ બહારથીજ મંગાવીને ખાવું પડે છે.
ભૂરો : ભાઈ, તારા કરતાં તો મારી સમસ્યા વધારે મોટી છે.
મનીયો  :  કેમ, ભાઇ એ કઈ કેવી રીતે?
ભૂરો : તમે શુ  કહું મનીયા, મારી પત્નીને રાંધતાજ નથી આવડતું છતાં દિવસમાં ચાર વખત અલગ અલગ નવી નવી વસ્તુઓ બનાવીને અમને પરાણે ખવડાવે છે. 😂😂😂
 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ