પતિ પત્ની ના ગુજરાતી જોક્સ - “હે ભગવાન, આને ક્યા પોગવું” - Husband Wife Gujarati Jokes

 


પતિ સવાર સવાર મા પત્નિ ને જગાડતા જગાડતા 

પતિ :- “મારી સ્વીટુ, મારી બકુડી, ચાલ ને બકા ઉઠને, આપડે થોડુક મોર્નિંગ વોક કરી ને આવીએ!!”

પત્ની :-   (સહેજ મોટા અવાજે) "શું કીધું મોર્નિંગ વોક? “કેમ? હવે હું તમને જાડી લાગુ છું એમ ને ?”

પતિ :- “અરે સ્વીટ હાર્ટ, એવું કોણે કીધું કે જે જાડા હોય એ જ મોર્નિંગ વોક કરે. એવુ ના હોય! અરે ચાલવા થી તો આપણી તબિયત સારી રહે! શરીર ફીટ રહે.”

પત્ની :-  “તો મારી તબીયત સારી નથી, હું ફિટ નથી એમ ને ??”


પતિ :-  “જો, ખોટી ખોટી માથાકૂટ ના કર, તારે ન આવવું હો તો ચોખ્ખે ચોખ્ખી ના પાડી દે યાર. તું તો કોઈ વાત ને સમજતી નથી ”

પત્ની :-  “બોલો...., ના.ના હવે હું તો જાણે નાની કીકલી ! હે..., મને કાઇ જ સમજ ના પડે એમ?” 

પતિ :-  “જો મેં એવું કશું કહ્યું નથી. તું ખોટું ખોટું મન પર ના લે

પત્ની :-  “લો બોલો, એટલે હું હવે ખોટું બોલું છું એમ ને?”

પતિ :-  “બે યાર, તું હવે મગજની નસ ખેચવાની રેવા દેને ભઈસાબ.”

પત્ની :-  “એટલે હું હવે તમારી મગજ ની નસ ખેંચું છું. મને કચકચણી કહો છો એમ?”


પતિ :-  “હે મારી માં, તું જા સુઈ જા શાંતિથી  ! હું હવે એકલો જ જાઉં છું!”

પત્ની :-  “મને ખબર જ હતી, તમારે તો બધે એકલા એકલા જ ફરવું છે ને એકલા એકલા જ બધા જલસા કરવા છે. કોક દીવસ  અમારો પણ વિચાર કરો છો?”

પતિ :-  “હવે તું માથાકૂટ મુક, મારે હવે વોકિંગ માં નથી જાવું!”

પત્ની :-   “જોયું? જોયુંને, મને ખબર હતીજ તમારી વોકિંગમાં જવાની દાનત જ નહોતી! તમે તો મને ખાલી ખાલી મસ્કા જ મારતા હતા!”

પતિ :-  (ગુસ્સાથી બે હાથ જોડી ને ) “તું હવે રેવા દે મારી માં , હું થાક્યો હવે તો , મારૂ માથુ ભમે છે!!”

પત્ની :-  “જોયું? તમે તો કાયમ તમારી તબિયત નો જ વિચાર કરો છો, પણ ક્યારેય તમે મારી તબિયત નો વિચાર કર્યો છે ? બોલો, બોલતા કેમ નથી ? "

બિચારો પતિ (મનમાં ને મનમાં)…  “હે ભગવાન, આને ક્યા પોગવું?”

😆😆😆😆😆

 

આ નવા જોક્સ પણ વાંચો :-

 

Image Source :- Google.Com 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ