Head Ads

ટેસ્ટી રાઇસ નૂડલ્સ ટિક્કી બનાવવાની રીત - How to Make Rice Nuddles Tikki



મિત્રો, નાના છોકરો ઓને બર્ગર, પીઝા, આલૂ ટિક્કી, સેન્ડવીચ એ બધું બહુ ભાવે ને વારે વારે  ખાવાની જીદ પણ કરે પણ અત્યારના પટેન્ટ્સ આ કોરોના ટાઈમમાં બહાર નું ખાવાનું ટાળતા હોય છે. તો સવાલ એ ઉભો થાય કે છોકરાઓ માટે એમની મનપસંદ અને પણ હેલ્થી વસ્તુ ઘરે જ કઈ રીતે બનાવી શકાય અને એ પણ ઘર સામગ્રી વડે. તો ચાલો આજે અમે એવી કે સરળ અને એકદમ અલગ રીત થી રાઈસ નૂડલ્સ ટિક્કી કેમની બનાવી શકાય. 

તો ચાલો, કિચન માં જાવ અને આ રેસિપી બનાવ રેડી થઇ જાવ. 👍

રાઇસ નૂડલ્સ ટિક્કિ :- Rice Nuddles Tikki
સામગ્રી :-

  • 1કપ રાઇસ (બોઇલ કરેલા )
  • 1કપ નૂડલ્સ (બોઇલ કરેલી )
  • 1કપ બોઇલ કરેલા વેજિટબલ ( બટેકા,ગાજર ,વટાણા )
  • 1ડુંગળી જીની સમારેલી
  • 2નંગ લીલા મરચા
  • 2સ્પૂન કોથમીર
  • 1/4સ્પૂન હલદર
  • 1/2સ્પૂન લાલ મરચું
  • ગરમ મસાલો જરૂર મુજબ
  • મીઠું જરૂર મુજબ
  • કોર્ન ફ્લોર અને મેંદા ની સ્લરી
  • બ્રેડ ક્રમ્બ્સ



રાઇસ નૂડલ્સ ટિક્કિ બનવાની રીત:- How to Make Rice Noodle Tikki

એક બાઉલ મા રાઇસ અને નૂડલ્સ મિક્ષ કરો (વધેલા રાઈસ નો પણ તમે ઉપયોગ કરી શકો છો.) ત્યાર બાદ તેમા બાફેલા વેજિટેબલ્સ ,ડુંગળી ,કોથમીર અને મરચા ઉમેરો. આજકાલ છોકરાઓને ચીઝ વાળી  વસ્તુ વધારે ભાવે છે માટે તમે એમાં ચીઝ પણ ઉમેરી શકો છો. 

ત્યાર બાદ મીઠું ,હલદર ,મરચું ,ગરમ મસાલો ઉમેરવો અને હાથ થી બધુ સરખી રીતે મિક્ષ કરવું. ત્યાર બાદ તેમાથી ગોલ ટિક્કિ વાલી લેવી,અને સ્લરી મા ડીપ કરવી અને બ્રેડ ક્રમ્બ્સ મા ડીપ કરવી. અને રેડી કરેલી ટિક્કિ ને નોન સ્ટીક પેન મા જરૂર મુજબ તેલ લઈ શેલો ફ્રાય કરવી . 

તમારી રાઈસ નુડલ્સ ટિક્કી તૈયાર છે. ગરમ ટિક્કિ ને લીલી ચટણી સાથે સર્વ કરવી. વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે સેઝવાન સોસ અને ટોમેટો સોસ સાથે પણ સર્વ કરી શકો છો.

નોંધ :

  • નૂડલ્સ કોઈ પણ લઈ શકાય અને બીજા વેજિટબલ્સ પણ તમે ઉમેરી શકો છો.
  • વધેલા રાઈસ નો પણ તમે ઉપયોગ કરી શકો છો.


અમારી આ રેસિપી વિશે પણ વાંચો :-


મિત્રો, આ રેસીપી તમને કેવી લાગી એના વિશે કોમેન્ટ બોક્સ માં તમારો અભિપ્રાય આપી ને અમને જરૂરથી જણાવજો. અને હા તમારા મિત્રો સાથે આ રેસિપી શેર કરવાની ભુલતા નહિ.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ