Head Ads

મહારાષ્ટ્રીયન રસોઈ ની આન, બાન અને શાન ગણાતા એવા ગોડા મસાલા બનાવવા ની રીત - How to Make Goda Masala Recipe in Gujarati


ગોડા મસાલા એ મહારાષ્ટ્ર રાજ્ય નો બહુ ફેમસ મસાલો છે. મહારાષ્ટ્રીયનો માટે ગોડા મસાલા વગરની વાનગી એટલે સ્વાદ વગરની વાનગી. ખાસ કરી ને આ મસાલો પૌવા અને સેવ ઉસળ બનાવતી વખતે વપરાતો હોય છે. ગોડા મસાલા એ બીજા બધા મસાલા જેવા કે ચાટ મસાલા, ગરમ મસાલા, કે અન્ય પ્રકાર ના મસાલા કરતા એક અલગ જ પ્રકારનો મસાલો છે. 

ગોડા મસાલા થી બનેલી રસોઈ ની સુવાસ જ કઈકે અનેરી હોય છે. એટલા માટે મહારાષ્ટ્રીયનો પોતાની રસોઈ માં વપરાતા મસાલામાં ગોડા મસાલા ને રસોઈ ની આન, બાન અને શાન ગણાતા હોય છે. 

તો ચાલો, આજના આ અહેવાલમાં આપણે મહારાષ્ટ્રીયન વાનગીમાં વપરાતા એવા મસાલાઓનો બાદશાહ Kitchen King Masala ગણાતા એવા મસાલા, ગોડા મસાલા ને કઈ રીતે બનાવી શકાય એ જોઈએ.

Goda Masala Recipe :-

ગોડા મસાલા બનાવવા માટે નીચે મુજબ ની સામગ્રી ની જરૂર પડશે

  • 1/4 કપ આખા ધાણા 
  • 5 નંગ લવિંગ 
  • 5 નંગ કાશ્મીરી સૂકા મરચાં 
  • 1 નાનો ટુકડો તજ
  • 3 તજ પત્તા 
  • 1/2 જાયફળ 
  • 10 નંગ કાળા મરી 
  • 3 નંગ નાની ઈલાયચી 
  • 1 નંગ મોટો એલચો 
  • 2 નંગ બાદિયા 
  • 4 ચમચી સૂકા નાળિયેર નો ભૂકો 
  • 2 ચમચી તલ
  • 1/4 કાળું જીરું 
  • 1/4 સાદું જીરું 
  • 10 પત્તા મીઠો લીમડો 
  • 1 નંગ જાવંત્રી 
  • 1/2 ચમચી હિંગ 
  • 1 ચમચી તલ 
  • 1/2 ચમચી મગતરી 
  • 2 નંગ દગડ  ફૂલ 
  • 1/4 ચમચી હળદળ 
  • 1/4 ચમચી મેથી 
  • 2 ચમચી સીંગતેલ 
  • મીઠું સ્વાદ અનુસાર

ગોડા મસાલા બનાવવાની રીત ( Goda Masala Recipe in Gujarati ) :- 


સૌપ્રથમ ધાણા, કાળું જીરું, લવિંગ, તજ પત્તા, નાની ઈલાયચી, મોટો એલચો, મેથી ને એકદમ ધીમા તાપે શેકી લો.ધીમા તાપે શેકાઈ ગયા બાદ એને ૫ મિનિટ માટે ઠંડુ પાડવા દો. 

ત્યાર બાદ એક ચમચી તેલ લઇ ને સાદું જીરૂ, મીઠો લીમડો લઇ ને એક મિનિટ માટે સાંતળો અને એને પેલા ઠંડા  થયેલો મસાલા માં ઉમેરી દો.

ત્યાર બાદ બાકી રહેલી બીજી બધી સામગ્રી લઈને ૧ મિનિટ સુધી અલગ થી શેકી લો. શેકાઈ ગયા બાદ બધીજ સામગ્રી મિક્સ કરી ને મિક્સરમાં એકદમ ઝીણું પીસી લો. પીસાઈ ગાયબ બાદ જો તમારે ચારણી થી મસાલો ચાળવો હોય તો ચાળી શકો છો. અને ના ચાળો તો પણ તમે એ મસાલો વાપરી શકો છે. 

હવે આપણો ગોડા મસાલો ( Goda  Masala ) તૈયાર છે. જેનો ઉપયોગ તમે મિસળ પાવ, સેવ ઉસળ અને પૌવા ની રેસિપી માં ઉમેરીને સ્વાદ માં વધારો કરી શકો છે.   

Recipe Whatsapp Group 
 
બીજી અન્ય રેસિપી જે તમને જરૂર ગમશે 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ