વાટી દાળ ના ભરેલા કારેલા ના રવૈયા - Stuffed Karela - ગુજરાતી રેસિપી ( Gujarati Recipe )

મિત્રો, કારેલા ના રવૈયા તો તમે ખાધા હશે. પણ આજે અમે તમને કંઈક અલગ રીત થી વાટી દાળ થી કઈ રીતે સ્વાદિષ્ટ ભરેલા કરેલા બનાવી શકાય એની રીત તમને જણાવીશું. અને અમને ખાતરી છે કે આ રીતે તમે ઘરે એક વાત બનાવી ને ખાશો તો વારંવાર આજ રીત થી તમે ભરેલા કરેલા ના રવૈયા બનાવશો. 

તો ચાલો, વધુ સમય વ્યર્થ કરતા કઈ રીતે વાટી દાળના ભરેલા કરેલાના રવૈયા, stuffed karela, karela na ravaiya બને છે એની રીત આપણે જાણીશું. 

ભરેલા કારેલા ના રવૈયા બનાવવાની રીત :- 

Ingredients - સામગ્રી
500 ગ્રામ નાનાં ફ્રેશ કારેલાં,
200 ગ્રામ મગની દાળ
1 વાટકી સીંગ દાણા
3 લીલાં મરચાં, કટકો આદું    
1 ટીસ્પૂન ધાણાજીરું,
1 ટીસ્પૂન ખાંડ  
1 ટેબલસ્પૂન તલ
1 ટેબલસ્પૂન વળિયારી
1 ટેબલસ્પૂન કોપરાનું ખમણ
1 નાની ઝૂડી લીલા તાજા ધાણા
1 લીંબુ   
1/2 ટેબલસ્પૂન ગરમ મસાલો
મીઠું, હળધર, મરચું, તેલ, રાઈ, હિંગ 

કારેલા ના રવૈયા બનાવવાની રીત :- Stuffed Karela Recipe 

કરેલા ભરવા માટે નો મસાલો
મગની દાળને છ - સાત કલાક પાણીમાં પલાળી રાખવી. ત્યાર બાદ તેમાંથી પાણી નિતારી ને તેને કરકરી વાટવી. હવે શીંગ દાણા, તલ, ધાણાજીરું, વળિયારી ને મિક્સર જાર માં લઈ ભૂકો કરી લો અને કરકરી વાટેલી મગની દાળમાં મિક્સ કરી લો. ત્યાર બાદ મસાલા ની બધી જ વસ્તુ લઇ ને એને મિક્સર માં ક્રશ કરી લો. 

ત્યાર પછી એક તપેલીમાં તેલ મૂકી, હિંગ, મિક્સર માં ક્રશ કરેલો મસાલો નાંખી ને સહેજ સાંતળવો. તેલ સહેજ છુટુ પડે એટલે છૂટી થાય એટલે લીલાં મરચાંના બારીક કટકા, ક્રશ કરેલ આદુ , તલ અને કોપરાનું ખમણ નાંખી ને બરોબર બધો મસાલો મિક્સ થઇ જાય એ રીતે હલાવી ને નીચે ઉતારી લેવું. અને છેલ્લે લીલા ધાણાને સમારી, ધોઈ, કોરા કરી ને મિક્સ કરવા. આપણો કારેલા ભાવમાં માટે નો મસાલો તૈયાર. 

કારેલાના રવૈયામાં સાલો કઈ રીતે ભરવો 

નાનાં કારેલાંને સ્વચ્છ પ[પાણી વડે ધોઈ ને છોલી એને રવૈયાં ની જેમ કાપવાં. જો મોટા કરેલા હોય તો તમારી જરૂરિયાત મુજબ એના 2 કટકા કરી લેવા. ત્યાર બાદ એમાં થોડું મીઠું ઉમેરી ને અડધો કલાક રહેવા દેવાં. ત્યાર બાદ એ મીઠા વાળા કારેલાનું પાણી નિચોવી લઇ ને કોરા કરવા. કોરા કરેલા કરેલા માં આપણે તૈયાર કરેલો મગની દાળનો મસાલો ભરવો. 

એક કઢાઈ માં તેલ ગરમ મૂકી, રાઈ-હિંગનો વઘાર કરી રવૈયાં વઘારવાં. ત્યારબાદ એક ઢાંકણ વડે ઢાંકી ને 10 થી 15 મિનિટ રહેવાદો. બફાય અને કડક થાય એટલે વધેલો મસાલો ભભરાવી દેવો. થોડી વાર તાપ ઉપર રાખી ઉતારી લેવાં. ગરમા ગરમ વાટી દાળ ના ભરેલા કરેલા ના રવૈયા પાર થોડા લીલા ધાણા ગાર્નિશ કરી ને સર્વ કરો. 

જો તમને આ વાટી દાળ ના ભરેલા કરેલા ના રવૈયા ની રેસિપી સારી લાગી હોય તો Share કરવાનું ભૂલશો નહિ. આ સંદર્ભ માં તમારી કોઈ સલાહ કે કે સૂચન હોય તો અમને કોમેન્ટ બોક્સ માં અવશય જણાવો. 

આ રેસિપી પણ ઘરે બનાવો :- 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ