શારીરિક અને ભાવનાત્મક રીતે સ્વસ્થ થવા માટે બાળકોને સ્પર્શ કરવાની જરૂર છે. બાળકોની માલિશ કરવાથી તેમની રોગપ્રતિકારક શક્તિ વધે છે, સ્નાયુઓના વિકાસમાં મદદ મળે છે અને તેમનો તણાવ ઓછો થાય છે. તમે તમારા બાળકના જન્મ પછીના પ્રથમ અઠવાડિયામાં હળવા હાથે માલિશ કરવાનું શરૂ કરી શકો છો. તમારા નાના બાળક સાથે બોન્ડિંગ કરવાની અને તમારા બંને માટે આરામદાયક વાતાવરણ બનાવી રાખવા માટેની આ એક અદ્ભુત રીત છે. તમારા બાળકને કેવી રીતે અને ક્યારે મસાજ કરવું તે જાણવું જરૂરી છે.
નવજાત શિશુને માલીશ કરવાના ફાયદા - Benefits of Baby Oil Massage
હળવા સ્પર્શથી શિશુની ત્વચા થોડો ગરમાવો અનુભવે છે. હળવા સ્પર્શથી ત્વચાની સંવેદનશીલતા વધે છે અને તેની સાથે ચેતાતંત્ર વધુ મજબૂત બને છે. શિશુનો માનસિક વિકાસ થાય છે. રોજીંદા હળવા સ્પર્શ/માલીશથી શિશુનો શારીરીક અને માનસિક વિકાસ વધુ ઝડપથી થાય છે. હળવા સ્પર્શથી શિશુ આનંદિત થાય છે અને ઘણી વાર ચિડીયુ રહેતુ શિશુ વધુ ખુશ મિજાજ બને છે. હળવા સ્પર્શ કે માલીશમાં જો તેલ કે લોશન વપરાય તો તે શિશુની ત્વચાને એક આવરણ પૂરુ પાડે છે આથી શિશુની પાતળી ત્વચામાંથી પાણી અને ગરમી ઉડી જતી અટકે છે.
હળવો સ્પર્શ આપવાના વિવિધ પ્રકાર - Types of Oil Masssage
1. ખોળામાં નવજાત શિશુને સુવડાવી હળવા હાથે પગથી માથા સુધી હાથ ફેરવવો. 2. નવજાત શિશુની ફરતે એક બ્લેંકેટ/ ચાદર વડે માળા(nest) જેવુ બનાવવુ કે જેના પર હાથ કે પગ અડાડી શિશુ જાણે કે માતાના ગર્ભમાં હોવા જેવી અનુભૂતિ મેળવે અને આ અનુભૂતિ થી મળતા માનસિક સંતોષથી તેનો શારીરીક અને માનસિક વિકાસ થાય..! ( આ માટે વિશેષજ્ઞ ની મદદ લેવી) 3. શિશુને કાંગારુ મધર કેર આપવી કે ત્વચાથી ત્વચાનો સંપર્ક આપવો. 4. હળવુ તેલ માલીશ
હળવો સ્પર્શ કે તેલ માલીશ કરવાની પધ્ધતિ
સૌ પ્રથમ જ્યાં માલીશ કરવાનું છે તે રુમનું તાપમાન અંદાજે 28 ડીગ્રી જેટલુ હોય તે ખાતરી કરો જો શિશુ અધૂરા મહિને આવેલુ હોય તો આ તાપમાન 32 ડીગ્રી કે વધુ હોય તે જરુરી છે આ માટે વિશેષજ્ઞની સલાહ લેવી. જે રુમમાં કે સ્થળે આ કાર્ય કરવાનું છે ત્યાં બારી દરવાજા બંધ કરો અને જો એ.સી ચાલુ હોય તો તાપમાન નિયંત્રીત કરી ઉપર મુજબ સેટ કરો. હવે સૌ પ્રથમ આપના હાથ સાબુ વડે વ્યવસ્થિત ધુઓ અને સાફ કરો.
હવે હળવેથી શિશુના બધા કપડા કાઢી તેને મજ્બૂત સપાટ બેડ કે સપાટી પર સુવડાવો. શક્ય હોય તો આ પ્રક્રિયા શિશુએ સ્તનપાન કર્યાના એક-દોઢ કલાક પછી કરવી જેથી શિશુ પેટભેર સુવે તો પેટ દબાવાથી દૂધની ઉલ્ટી ન થાય. માલીશ માટે આપ સાફ ખાલી હાથ કે કોઈપણ વનસ્પતિ તેલ વાપરી શકો જેમકે નારિયેલ તેલ- તલનું તેલ કે ઓલીવનું તેલ.
તેલ માલીશ કઈ રીતે કરવી - How to do oil massage
સૌ પ્રથમ શિશુને ઉંધુ સુવડાવી હળવા હાથે માથાના ભાગે ઉપરથી નીચેના તરફ અંગ્રેજી – સી ની જેમ માલીશ કરો. શિશુનું માથુ બંને પડખે વારાફરતી રાખીને માથાનો તમામ વાળ વાળો ભાગ યોગ્ય રીતે માલીશ કરવો. હવે શિશુને ચત્તુ રાખી નાકની દાંડીથી ગાલ તરફ બહારની દિશામાં માલીશ કરવુ.
અને આજ પ્રક્રિયાને આંખના ઉપરના ભાગ થી નાકની દાંડી તરફ કરીને કપાળનો ભાગ પણ માલીશ કરી લો. ત્યારબાદ હોઠની ઉપર અને નાકની નીચેના ભાગથી વર્તુળાકાર રીતે દાઢી પર થઈ માલીશ કરવુ. અ ને આ બાદ દાઢીથી નીચેની તરફ માલીશ કરવુ. આ રીતે માલીશ કરવાથી શિશુને સ્તનપાન માટે જરુરી સ્નાયુઓને વધુ સશક્ત કરી શકાય આનાથી શિશુની સંવેદના વધે છે.
હવે શિશુના છાતીના ભાગથી વચ્ચોવચ્ચ નીચેની તરફે માલીશ કરો. ત્યારબાદ શિશુના છાતીના બંને પડખાને હળવેથી માલીશ કરો. હવે શિશુના હાથના પંજાને એક હાથ વડે પકડી બીજા હાથથી ગોળાકારે વિંટી બનાવી નીચેની તરફ હળવેથી માલીશ કરો. હવે શિશુના હાથના પંજાને એક હાથ વડે પકડી બીજા હાથથી ગોળાકારે વિંટી બનાવી નીચેની તરફ હળવેથી માલીશ કરો.
આખરે આંગળી અને હાથના પંજાને હળવા સ્પર્શથી માલીશ કરો. આજ રીતે પગના પંજાને- આંગળીને અને ધીરે-ધીરે પગ અને સાથળ સુધી ગોળાકારે માલીશ કરો.બાળકને ત્યારબાદ ઉલ્ટુ કરીને કરોડ રજ્જુ પર બે આંગળી વડે ધીમે-ધીમે માલીશ કરો. છેલ્લે કમરના બંને પડખા ઉપરથી નીચેની તરફ માલીશ કરો. હળવા હાથે સાથળને પણ માલીશ કરો.
નોંધ :- અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.
આ પણ વાંચો.....
- ફણગાવેલા કઠોળ એટલે આરોગ્ય નો અદ્ભુત ખજાનો..!! જાણો એના 10 ઉપયોગી ફાયદાઓ ...
- માત્ર ૧૫ કલાકમાં જ તમારા ફેફ્સામાં રહેલી વર્ષો જુની ગંદકીને દૂર કરી દેશે આ ઉપાય....
- કાળા મરી કેટલા પ્રમાણ માં કઈ રીતે ખાવા થી શું ફાયદા થાય છે. જાણો, કાળા મરી ની ઐતિહાસિક અને આયુર્વેદિક વિગત...
- માત્ર આટલુંજ કરશો તો કોઈ પણ દવા ની ગોળી વગર ઇમ્યુનિટી આપોઆપ વધી જશે. - How to Increase Immunity
- 10+ ઉપયોગમાં આવે એવી ઘરગથ્થુ હેલ્થ ટિપ્સ અને ઘરગથ્થુ સલાહ
0 ટિપ્પણીઓ