Head Ads

10+ ઉપયોગમાં આવે એવી ઘરગથ્થુ હેલ્થ ટિપ્સ અને ઘરગથ્થુ સલાહ - Health tips and kitchen tips in gujarati

 

ગળાનો અવાજ બેસી ગયો હોય તો હુંફાળા પાણીમાં લીંબુનો રસ તથા મીંઠું ઉમેરીને કોગળા કરવાથી અવાજ ખૂલી જાય છે. 

મોઢામાંથી દુર્ગંધ આવતી હોય તો દૂર કરવા માટે જેઠીમધ અથવા તો નાની એલચી ના દાણા મોમાં મુકીને એને ચાવવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે - Health Tips in Gujarati

એને વારે વારે ખીલ થતા હોય એણે એક ગ્લાસમાં લીમડાનાં પાન ઉમેરીને પાણી ઉકાળવું. ત્યારબાદ એ પાણી ઠંડું પડે એટલે એ લીમડા વાળા પાણીમેં કાચની એક શીશીમાં ભરી રાખવું. જયારે ખીલ થાય ત્યારે એના પર એ પાણીનું રૂનું પૂમડાથી લગાડવાથી ફાયદો થાય છે.

તુલસી, લીમડો, મેથી અને ફુદીનાના પાનને સમાન માત્રામાં લઇ વાટવા. વટાઈ ગયા બાદ બનેલી આ પેસ્ટ કરતાં ૨ ગણી મુલતાની માટી એમાં ઉમેરીને એ પેસ્ટને ચહેરા પર લગાડવાથી તૈલાય ત્વચામાં નિખાર આવે છે, તેમ જ ખીલમાં રાહત થાય છે.

જેને વારે વારે ઉધરસની તકલીફ રહેતી હોય એણે રાતના સૂતી વખતે ગરમ દૂધમાં અડધી નાની ચમચી હળદર ઉમેરીને એ ગરમ ગરમ દૂધ પીવાથી ગળાના દુખાવામાં રાહત થાય છે. તેમજ ઉધરસની તકલીકમાં પણ ફાયદો થાય છે. 

કાબુલી ચણા બાફવામાં વધારે સમય જાય એમ લાગેતો કાબુલી ચણા બાફતી વખતે તેમાં મુઠી ચણાની દાળ ઉમેરીને બાફવાથી ચણા જલ્દીથી બફાઈ જાય છે.

ફ્રૂટ સલાડ પીરસતી વખતે તેનો રંગ બ્રાઉન થયેલો જણાય તો તેમાં જરા અમથું મધ ભેળવવું ફૂટસલાડનો રંગ સામાન્‍ય થઇ જશે - Kitchen Tips

કોફી ગ્રાઇન્ડરમાં ચોખા દળવાથી ગ્રાઇન્ડરની બ્લેડની ધાર તેજ થાય છે.

રાતના સૂતી વખતે મુલતાની માટી પલાળવી, સવારે તેમાં લીંબૂનો રસ અને ટામેટાનો રસ ભેળવી ઘટ્ટ પેસ્ટ બનાવવી. આ પેસ્ટ ચહેરા પર લગાડવી અને સુકાઇ ગયા બાદ પાણીથી ધોઇ નાખવું. ચહેરો ચમકીલો બનશે. તેમજ ચહેરા પર ખીલ તેમજ ફોડલીઓ હશે તે દૂર થશે.

ટામેટાંની ગ્રેવીમાં બાકેલા બટાટાનો છુંદો ભેળવવાથી ગ્રેવી તરત જ ઘટ થઇ જશે.

અપચાની તકલીફથી રાહત પામવા સફરજનના બે ફાડિયા કરી તેને દેતવા ઉપર શેકી તેના પર સિંધવ ભભરાવી ખાવું.

ઘરમાં ગરમ મસાલો ન હોય તો જીરું અને મરી વાટીને નાખવાથી શાક સ્વાદિષ્ટ થશે તેમજ સોડમ પણ વધશે.

ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ ઇલાજ છે આ 5 પ્રકારના પાન

 


 

આ પણ વાંચો.....


ટિપ્પણી પોસ્ટ કરો

1 ટિપ્પણીઓ