ફણગાવેલા કઠોળ (sprouts) એટલે આરોગ્ય નો અદ્ભુત ખજાનો...!!! અને આ ખજાનો આપણે આપણા પરિવાર નિયમિત રૂપે આપવો જોઈએ. જેથી કરી ને પરિવાર ને રોગ પ્રતિકારત શક્તિ મળી રહે અને એમનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે.
દરેક પ્રકાર ના ફણગાવેલા કઠોળમાંથી આપણ ને ભરપૂર માત્રામાં પ્રોટીન મળી રહે છે. અને પ્રોટીન એ શરીર માટે ખુબજ જરૂરી છે. શરીર માં રહેલી પ્રોટીન ની ઉણપ ફણગાવેલા કઠોળ થી પુરી કરી શકાય છે. ફણગાવેલા કઠોળ ખાવાથી શરીરને પ્રોટીન ઉપરાંત પોટેશિયમ અને વિટામીન જેવા પોષક તત્વો પણ મળી રહે છે. ફણગાવેલા કઠોળ ખાવાથી શરીરને ભરપૂર માત્રામાં તાકાત મળી રહે છે. એટલા માટે જો તમારું શરીર નબળું હોય તો તમારે ફણગાવેલા કઠોળ ખાવા જોઈએ.
જાણો કઈ રીતે કઠોળ ને ફણગાવી શકાય છે. ( How to make sprouts )
કઠોળ ને જેવાકે મગ, મઠ, ચણા અથવા તો શીંગ દાણા ને એક વાસણમાં લઈને એને ઓછામાં ઓછા 8 કલાક માટે પાણીમાં પલાળી દો. 8 કલાક બાદ સારી રીતે પલળી ગયા પછી કઠોળ ને જાળીવાળા એક સ્વચ્છ વાસણમાં કાઢીને તેના પર સહેજ ભીનું કરેલું કપડું ઢાંકી દો અને એ ભીનું કરેલું કપડું એ વાસણ પર આખી રાત રહેવા દો. સવાર થતા સુધીમાં તેમાં ફણગા ફૂટવા લાગશે. અને આ ફણગા ફૂટેલા કઠોળ નું સેવન નાસ્તામાં કરો. જે શરીર માટે ખુબ જ ફાયદાકારક છે.
ફણગાયેલા કઠોળ ખાવાથી શરીર માં થતા ફાયદા
1) પાચનતંત્રને સારુ રાખે છે.
- ફણગાવેલા કઠોળમાં માનવ શરીર ને જરૂર પડતા વિટામીન એ-બી-સી-ઈ ફોસ્ફરસ અને આયર્ન, મેગ્નેશિયમ, ઝિંક અને એન્ટીઓક્સીડેન્ટ જેવા બધા જ પોષક તત્ત્વો હોય છે.
- ફણગાવેલા કઠોળમાં ફાયબરની માત્ર ભરપૂર પ્રમાણમાં હોય છે. જે તમારી હેલ્થ માટે ખૂબજ સારું માનવામાં આવે છે.
- સારા પ્રમાણ માં ફાયબર મળી રેહતું હોવાને લીધે કબજિયાત ની સમસ્યા થી પણ છુટકારો મળે છે. અને કબજિયાત ને લીધે શરીર માં થતા રોગ ને પણ અટકાવી ને શરીર તંદુરસ્ત રાખી શકાય છે.
2) લોહીમાં રહેલી અશુદ્ધિઓ દૂર કરે છે.
- જો ફણગાવેલા કઠોળ ને નિયમિત પણે લેવામાં આવે તો શરીરમાં રહેલા ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદરૂપ થાય છે અને લોહીમાં રહેલી અશુદ્ધિઓ ને દૂર કરી ને લોહીને સાફ કરવામાં મદદ કરેછે.
- ફણગાવેલા કઠોળ શરીરમાં રહેલા આર્યન અને કોપર સાથે લાલ રક્તકણો ની સંખ્યા જાળવીને તમારા રક્ત પરિભ્રમણ ને વધારવામાં મદદ કરે છે.
- અશુદ્ધ લોહીના કારણે શરીર માં થયેલી બિમારીઓને દૂર કરે છે.
- લોહી સાફ હોવાથી ચામડી ને લગતી બિમારી તેમજ મોઢા પર થતા ખીલથી રાહત મળે છે.
- બાળકોને સવારે નાસ્તામાં અડધો કપ ફણગાવેલા કઠોળ આપવા જોઈએ. અને મોટા લોકોએ આખો કપ ફણગાવેલા કઠોળ ખાવું જોઈએ.
3) હાડકા મજબૂત કરે છે.
- ફણગાવેલા કઠોળમાં કેલ્શિયમ સૌથી વધારે માત્રામાં આવેલી હોય છે. જે હાડકા ને મજબૂત રાખવામાં મદદરૂપ થાય છે.
- સ્ત્રીઓને કેલ્શિયમ ની વધારે પ્રમાણ માં જરૂરિયાત હોય છે. જે ફણગાવેલા કઠોળ એ જરૂરિયાત પુરી કરી શકે છે.
- નાના બાળકોના હાડકાનો મજબૂત ગ્રોથ કરવામાટે કેલ્શિયમ આશિર્વદ સમાન છે. તેથી બાળકો ને પણ ફણગાવેલું કઠોળ લઇ શકે છે. બાળકો અને વૃદ્ધો બધા લોકો ખાઈ શકે છે.
4) આંખો માટે પણ ખૂબ જ ઉપયોગી છે.
- રોજ ફણગાવેલા કઠોળ ખાવાથી આંખને જરૂરી એવું 'વિટામિન એ' મળી રહે છે.
- આંખોને લગતી સમસ્યા ને દૂર કરી ને આંખોની રોશની વધારવામાં મદદરૂપ થાય છે.
5) હૃદય ને સ્વસ્થ રાખે છે.
- ફણગાવેલા કઠોળમાં ઓમેગા - 3 ફેટી એસિડ હોય છે. જે શરીર માં સારા કોલેસ્ટોરોલ નું પ્રમાણ વધારી ને રક્તવાહિનીઓમાં અને ધમનીઓમાં ખરાબ કોલેસ્ટરોલનું પ્રમાણ ઘટાડવામાં મદદ કરે છે.
- એમાં રહેલી પોટેશિયમની માત્રા બ્લડ પ્રેશરના લેવલ ને જાળવી રાખવામાં મદદ કરે છે.
- હાર્ટ એટેકનો ખતરો ઓછો જોવા મળે છે.
6) શરીરની મેદસ્વીતા ને દૂર કરે છે.
- મેદસ્વીતા અને થાક એ પ્રદૂષણ, જંકફૂડ ખાવાથી ઉત્પન્ન થાય છે. ફણગાવેલા કઠોળ શરીરના એસિડને ખતમ કરે છે. શરીરમાં ઉર્જા વધારે છે.
- તેમજ વધારાની કેલરી ઘટી જાય છે.
- પરંતુ ફણગાવેલા કઠોળને રાતના સમય ન ખાઓ. કારણકે તે પેટમાં ગેસ ઉત્પન્ન કરે છે.
7) વાળ માટે પણ ફાયદાકારક છે.
- વાળને ખરતા અટકાવે છે તેમજ વાળનો ગ્રોથ કરે છે.
- ફણગાવેલા કઠોળમાં પ્રોટીનની માત્રા સારા પ્રમાણમાં હોવાથી વાળ મારે ફાયદાકારક સાબિત થયેલ છે.
- વાળમાં ચમક આવે છે. અને માથા ઉપર રહેલી ત્વચાને જાડા અને લાંબા વાળ વધારવા માટે મદદ કરે છે.
- એમાં રહેલું ઝીંક નું પ્રમાણ વાળના મૂળ અને વાળ ને પોષિત રાખવામાં મદદ કરે છે. અને ખોપારી ઉપરની ચામડી ના કોષોને પુનર્જીવન કરવામાં મદદરૂપ થાય છે.
8) એસીડીટી ને કન્ટ્રોલમાં રાખે છે.
- ફણગાવેલા કઠોળ શરીર ને આલ્કલાઈન કરે છે.
- તે શરીર માં રહેલા એસિડ ની માત્ર ઘટાડીને તમારા શરીર ના pH levels મેં જાળવવામાં તેમજ નિયંત્રણ કરવામાં મદદ કરે છે.
- ખાટાં ફળોથી થતી એસીડીટી ને ઓછી કરવામાટે સલાડ માં ફણગાવેલા કઠોળ નો ઉપયોગ કરવો જોઈએ
9) શરીર ને ત્વચા માટે છે ઉપયોગી
- ફણગાવેલા કઠોળમાં એન્ટીઓક્સિડેન્ટ્સ હોય છે. જે શરીરમાં રહેલા રેડિકલ્સ ને નુકશાન પહોંચાડતા સેલ સામે લડવામાં મદદ કરે છે.
- ફણગાવેલા કઠોળમાંરહેલું વિટામિન સી ત્વચા ને સુંદર રાખવામાં મદદ કરે છે.
- વિટામિન સી નું પ્રમાણ હોવાને લીધે, તે તમારા શરીરમાં શ્વેત રક્તકણો માટે ચેપ અને રોગો સામે લાડવાનું શક્તિશાળી માધ્યમ બને છે. અને તમારી રોગપ્રતિકાર શક્તિનું નિર્માણ કરે છે.
- ઉંમર ના હિસાબે શરીર પર પડતી કરચલીઓ દૂર રાખવામાં મદદ કરે છે. અને તમને વધુ જુવાન બનાવામાં મદદ કરે છે.
10) વજન ઘટાડવામાં અસરકારક છે.
- ફણગાવેલા કઠોળ વજન ધટાડવામાં માટેનો ઉત્તમ ખોરાક છે.
- તેમાં રહેલા પોષક તત્વો વધારે હોય છે, પણ કેલરી નહિવત પ્રમાણ માં હોય છે. એનો મતલબ એ થયો કે તમે વજન ની ચિંતા કાર્ય વિના તમે આહારમાં વધુ માત્રામાં ફણગાવેલા કઠોળ નો ઉપયોગ કરી શકો છો.
નોંધ :- અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.
આ પણ વાંચો.....
- દરરોજ સવારે હુંફાળા પાણી સાથે માત્ર અડધી ચમચી લેવાથી નખમાં પણ રોગ નહિ રહે
- માથાના વાળથી લઈને પગની પાની સુધીના 100 થી વધુ રોગો માટે ઉપયોગી છે આ પાવડર
- મોંઘી દવાઓ કરતા પણ ખુબ ફાયદાકારક છે આ તેલ નાની મોટી દરેક સમસ્યાનો છે આ રામબાણ ઈલાજ
- વૃદ્ધાવસ્થામાં મગજ ઝડપી દોડવું હોયતો અત્યારથી જ નિયમિત દરરોજ ખાવાનું ચાલુ કરીદો આ ગુણકારી વસ્તુ
- શરીરમાં વારંવાર થાક લાગતો હોય, નબળાઈ લગતી હોય તો આજથી રોજ ખાવાનું ચાલુ કરીદો આટલી શક્તિ વર્ધક વસ્તુઓ
- ફણગાવેલા કઠોળ એટલે આરોગ્ય નો અદ્ભુત ખજાનો..!! જાણો એના 10 ઉપયોગી ફાયદાઓ
- માત્ર ૧૫ કલાકમાં જ તમારા ફેફ્સામાં રહેલી વર્ષો જુની ગંદકીને દૂર કરી દેશે આ ઉપાય....
- કાળા મરી કેટલા પ્રમાણ માં કઈ રીતે ખાવા થી શું ફાયદા થાય છે. જાણો, કાળા મરી ની ઐતિહાસિક અને આયુર્વેદિક વિગત...
- માત્ર આટલુંજ કરશો તો કોઈ પણ દવા ની ગોળી વગર ઇમ્યુનિટી આપોઆપ વધી જશે.
- 10+ ઉપયોગમાં આવે એવી ઘરગથ્થુ હેલ્થ ટિપ્સ અને ઘરગથ્થુ સલાહ
જો તમને અમારી આ પોસ્ટ સારી લાગી હોય તો કોમેન્ટ કરી ને તમારો અભિપ્રયા જરૂર થી આપશો. અને, આવી જ બીજી પોસ્ટ માટે અમારા પેજ આયુર્વેદિક ખજાનો - Aayurvedic Khajano ને લાઈક કરવાનું ભૂલતા નહીં. પેજ ને લાઈક કરો અને જોડાઓ અમારા પરિવાર સાથે...
અને આ માહિતી શેર કરી ને તમારા મિત્રો સુધી અચૂક પહોંચાડો...
1 ટિપ્પણીઓ
Kathol khavathi uric acid vadhi jay teno shu upay
જવાબ આપોકાઢી નાખો