Head Ads

1 રુપિયોનો પણ ખર્ચ કર્યા વગર ફક્ત રોજ આટલુંજ કરશો તો પણ રોગ પ્રતિકારક શક્તિ આપોઆપ વધી જશે | ફોલો કરો આ 10 અસરકારક ટિપ્સ




આપણા રોજિંદા જીવનમાં આપણી રહેણી કરણી , ખાણી પીણી તેમજ જરીરિયાત વગર ની નકામી દોડધામ ને કારણે એની અસર આપણા શરીર પર પડતી હોય છે. અને આગળ જતા એની કારણે ધીમે ધીમે આપણા શરીરમાં ઇમ્યુનિટી ( Immunity ) લેવલ પણ ધટી જતું હોય છે. અને ઇમ્યુનિટી ઘટવાને કારણે શરીરમાં જાત જાત ની તકલીફો વધી જતી હોય છે.

અને એમાં વધતી જતી તકલીફો ને કારણે ડૉક્ટર પાસે જઈને એનો ઈલાજ મેળવવા માટે દોડી જતા હોઈએ છીએ અને ડૉક્ટર પણ પોતાની દુકાન ચાલુ રાખવા માટે જાત જાત ના ઇમ્યુનિટી બુસ્ટ ( Immunity Boost ) ની દવાના ટીકડા અને ઘણા બધા પાવડર પણ આપી દેતા હોય છે. એક તો દવાના ખર્ચા અને પાછા દવાની આડ અસર આપણા જેવા સામાન્ય માનવી ને એ ના પોશાય. પણ જો આપણે આપણા રોજિંદા જીવનમાં અમુક ચુસ્ત નિયમો નું પાલન કરીયે તો આપણે આપણી જાતેજ આપણા શરીર ની ઇમ્યુનિટી વધારી શકીયે છીએ.

મિત્રો, આજે આપણે આ આર્ટિકલ્સ માં જોઈશું કે કઈ રીતે રોજિંદા જીવનમાં અમુક ચુસ્ત નિયમો નું પાલન કરીને આપણી આપણી જાતે જ આપણા શરીર ની ઇમ્યુનિટી ( Immunity ) વધારી શકીયે.

ઇમ્યુનિટી કેમ ની વધારશો - How to Increase Immunity

રોજ હેલ્થી ખાવાનું રાખો. સવારે નાસ્તમાં જેટલું અને જે ખાવું હોય એટલું ખાવ, બપોરે ઓછું અને સાંજે ખૂબ ઓછું જમવું 

બને તો 8 વાગ્યા પછી ભારે ખોરાક ન ખાવો. રાતના 8 થી સવારના 8 વાગ્યા સુધી પેટમાં કંઈ પણ ના નાખો.

આપણું શરીર એની જાતે જ ઇમ્યુનિટી ( Immunity ) વધારી શકે છે પણ એ ત્યારે જ કે જયારે આપણે ઓછું ખાઈએ અને શરીરને પચાવવામાંથી મુક્તિ આપી હતી ત્યારે.

નેચરોપથી શાસ્ત્ર કહે છે કે દરરોજ ના 16 કલાક ઉપવાસ કરવો જોઈએ. પણ જો 16 કલાક નો ઉપવાસ શક્ય ના હોય તો ઓછામાં ઓછું 14 કલાક નો ઉપવાસ તો રાખવો જ જોઈએ. આ 16 કલાક ના સમય માં આપણી ઇમ્યુન સિસ્ટમ ( Immune System ) શરીર ને રોગમુક્ત કરવાના કામે લાગે છે. અને આપણી ઇમ્યુનિટી વધારે છે. 

આપણે રોજ પાણી સવારે ઉકાળેનું હુંફાળું પાણી પીવું જોઈએ. રાત્રીના સમય કરતા સવાર ના સમય માં વધારે પાણી પીવો.

જમતી વખતે ખુબ ચાવી ને ખાવાની ટેવ પાડો. જમતી વખતે ઓછામાં ઓછું 1 કોળીયો 32 વખત ચાવવાનું રાખો. જેથી કરી ને ખોરાક પચવામાં સરળ રહે.

રાત્રીના ભોજન બાદ સુવાના સમય માં ઓછામાં ઓછા 2 થી 2.5 કલાક નું અંતર રાખો. જેથી કરી ને ખોરાક સહેલાઇ થી પછી શકે. રાત્રે જમ્યા બાદ ઓછામાં ઓછું 10 મિનિટ ચાલવાનું રાખો.
જમ્યા બાદ તુરંત સુઈ ના જવું.

સુવા નો સમય રાત ના 10 થી સવાર ના 6 વાગ્યા સુધી નો રાખો. ( ઓછામાં ઓછી 8 થી 9 કલાક ની ઊંઘ લો.)

જંકફૂડ ખાવાનું તો સદંતર બંધજ કરી દેવું જોઈએ. છતાં કોઈક વાર ખાવાનું મન થાય તો બહુ ઓછું ખાવાનું રાખો અને બની શકે તો સવારે ખાવાનું રાખો. જેથી કરી ને એને પચવામાં પૂરતો સમય મળી રહે.

સવારે ખુલ્લી હવામાં ચાલવાનું રાખો. ખુલ્લી હવામાં ચાલવાથી તમારા શરીર ને જોઈતો ઓક્સિજન સારા પ્રમાણ માં મળી રહે છે. 

જો તમે ઉપર જણાવ્યા મુજબના નિયમો રોંજીદા જીવનમાં અપનાવશો તો તમારા શરીર ની ઇમ્યુનિટી ( Immunity Increase ) આપોઆપ વધી જશે. 

નોંધ :- અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.

આ પણ વાંચો....

 
મિત્રો, જો તમને આમરો આ લેખ સારો લાગ્યો હોય તો કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી ને અમને તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો અને તમારા મિત્રો અને સાગા સંબંધીઓ સાથે આ ઉપાય  જરૂર થી શેર કરજો...

આવાજ સરસ લેખો અને આવનારા લેખો ની અપડેટ મેળવવા માટે અમારા ફેસબુક પેજ  "આયુર્વેદિક ખજાનો - Ayurvedic Khajano" લાઈક કરો. ને લાઈક કરી ને સાથે સાથે Following માં જઈ ને See First કરશો તો તમને અમારા લેખો ની અપડેટ સૌથી પહેલા તમને જોવા મળશે.

ટિપ્પણી પોસ્ટ કરો

2 ટિપ્પણીઓ