Head Ads

વધુ પડતું દ્રાક્ષનું પડતું સેવન લાવે છે આ 5 ગંભીર બીમારીઓ આ ૩ પ્રકારના રોગ થી પીડાતા દર્દીએ તો દ્રાક્ષનું સેવન ના કરવું જોઈએ | draksh khavana gerfayada ane nuksan



ખાસ કરીને ઉનાળાની સીઝનમાં દરેક વ્યક્તિને દ્રાક્ષ ખાવાનું પસંદ હોય છે. આ સીઝનમાં મળતી દ્રાક્ષમાં એન્ટીઓકસીડેન્ટ, મિનરલ્સ, વિટામિન્સ,  ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. કાળી દ્રાક્ષના સેવનથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે એનું એક માત્ર કારણ આ પણ છે. પરંતુ જો દ્રાક્ષનું વધારે પ્રમાણમાં સેવન કરવામાં આવેતો તેની ઘણી બધી આડઅસર થઈ શકે છે. ( draksh khavana nuksan ) દ્રાક્ષનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી વજનમાં વધારો થાય છે. સાથે સાથે એમાં રહેલી મીઠાશ કિડની સંબંધિત સમસ્યાઓનું કારણ પણ બની શકે છે. વધુ પ્રમાણમાં કરવામાં આવતા દ્રાક્ષના સેવનથી પેટ સંબંધિત રોગો થઈ શકે છે, આ કારણોથી દ્રાક્ષ નું સેવન માર્યાદિત પ્રમાણમાંજ કરવું જોઈએ. તો મિત્રો, આજે આપણે જાણીશુ કે દ્રાક્ષનું વધારે પડતું સેવન શરીર માટે કઈ રીતે હાનિકારક સાબિત થઈ શકે છે. Side Effect of Graps

એલર્જીની સમસયા થઈ શકે છે :-
જો વધારે પ્રમાણમાં દ્રાક્ષનું સેવન કરવામાં આવે તો હાથ અને પગમાં બંનેમાં એલર્જીની સમસ્યા આવી શકે છે. Grapes Khavana Nuksan દ્રાક્ષમાં લિક્વિડ પ્રોટીન ટ્રાન્સફર હોય છે. જે એલર્જીનું કારણ બને છે. અને, આ રીતે એલજીર્ના સિમ્પટમ્સમાં ખંજવાળ આવી શકે તેમજ રેશિસ થવા અને મોઢા પર સોજા જેવી તકલીફ થઇ શકે છે. ઘણીવાર દ્રાક્ષ એનાફિલેક્સિસનું કારણ બની શકે છે જે ખતરનાક સાબિત થઈ શકે છે.

કિડનીની સમસ્યા થઇ શકે છે :-
જો કોઈ વ્યક્તિને ડાયાબિટીસ અથવાતો ક્રોનિક કિડની ડિસીઝ હોય તો એ વ્યક્તિએ દ્રાક્ષનું સેવન કરવું ન જોઈએ. વધારે પડતા દ્રાક્ષના સેવનથી કિડની સંબંધિત અનેક પ્રકારની તકલીફો થઈ શકે છે. સાથે સાથે વધુ પ્રમાણમાં દ્રાક્ષ ખાવાથી શરીરમાં બ્લડ સુગરના પ્રમાણમાં પણ વધારો થઇ શકે છે, જે એક માત્ર ડાયાબિટીસનું કારણ પણ બની શકે છે. અને સાથે સાથે આપણી કિડનીને  પણ નુકસાન પહોંચાડી શકે છે. Side effect of grapes

વજનમાં વધારો થઇ શકે છે :- 
સામાન્ય રીતે વજન વધવાની સમસ્યા શિયાળામાં વધી જતી હોય છે. આવી પરીસ્થિતિમાં દ્રાક્ષ ખાવી આપણા શરીર માટે નુકશાનકારક નીવડી શકે છે. દ્રાક્ષમાં કેલરીની માત્રા વધારે રહેતી હોવાથી વધુ પ્રમાણમાં દ્રાક્ષ ખાવાથી આપણા શરીરમાં કેલરીની માત્રા વધી શકે છે. આવી સ્થિતિમાં વધુ દ્રાક્ષ ખાવાથી વજન વધી શકે છે. Draksh khavana gerfayada

પ્રેગનન્સીમાં તકલીફ થઈ શકે છે :-
રેડ વાઇનમાં જોવા મળતું પોલિક્રીનોલ દ્રાક્ષમાં હોય છે. આજ કારણને લઈને પ્રેગનન્સી દરમિયાન માતાના પેટમાં ઉછરી રહેલા બાળકના સ્વાદુપિંડમાં સમસ્યા થઇ શકે છે. આજ કારણને  લઈને મહિલાઓ પોતાના ગર્ભાવસ્થા દરમિયાન દ્રાક્ષનું સેવન ડોક્ટરની સલાહ સૂચનને ઘ્યાનમાં  રાખીને ખૂબ કાળજી પૂર્વક કરવું જોઈએ. Draksh khava thi thatu nuksan 

ડાયરિયાની તકલીફ થઇ શકે છે :-
ઘણી વાર વધુ પડતી મીઠી વસ્તુઓનું સેવન કરવાથી ઝાડા થવાનું જોખમ વધી જાય છે. તે જ સમયે દ્રાક્ષમાં સાદી ખાંડને કારણે તે ઝાડા પણ કરી શકે છે. જો આપણું પેટ પહેલાથીજ ખરાબ હોય તો  સંજોગોમાં દ્રાક્ષનું વધુ સેવન નહિવત પ્રમાણમાં કરવું જોઈએ. દ્રાક્ષના વધુ પ્રમાણમાં સેવનથી પણ ઝાડા થઈ શકે છે. Draksh Kkhavana Nuksan

નોંધ :- અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો. 

આ પણ વાંચો.....

ટિપ્પણી પોસ્ટ કરો

2 ટિપ્પણીઓ