Head Ads

એક એવી રાણી જે સેક્સ કર્યા પછી પોતાના સાથી ને જીવતો સળગાવી ને મારી નાખતી. જાણો પુરી વિગત.....


દુનિયા ના ઇતિહાસ ના ચોપડામાં ઘણા બધા રાજા, મહારાજા, રાણીઓ ની નોંધ તેમની નામના, બહાદુરતા અને એમના કરેલા કામો ના આધારે કરવામાં આવેલી છે.

તો, આજે અમે તમને ઇતિહાસ ના ચોપડામાંથી આફ્રિકા ખંડ ની એક એવી રાણી વિશે જાણવવા જઈ રહ્યા છીએ, જે રાણી પોતાની બહાદુરી માટે તો જગ વિખ્યાત તો હતી જ પણ સાથે સાથે એની વિચિત્ર કામ વાસના ને લીધે પણ જાણીતી હતી. અને એની એ વિચિત્ર કામ વાસનાની આદત ને કારણે ને લીધે એણે અસંખ્ય પુરુષો નો ભોગ લીધો હતો.

આફ્રિકા ખંડ ના અંગોલા દેશ ની આ રાણી નું નામ હતું એનઝીંગાં એમબાંદી (Nzingha Mbande)

કોણ હતી રાણી એનઝીંગાં એમબાંદી

ઈ.સ.1583 માં જન્મેલી રાણી એનઝીંગાં એમબાંદી એક બહાદુર અને તેજ મગજ વાળી એક સટીક યોદ્ધા ની છાપ ઇતિહાસ ના ચોપડે બનાવેલી છે. એમની આ નિપુણ કલા ને લઇ ને યુધ્ધ માં એમને કોઈ હરાવી શકતું નહોતું. રાણી એનઝીંગાં એમબાંદી 17મી સદી માં આફ્રિકામાં યુરોપિયનો ના પ્રવેશ દ્વારા થતા વસાહતીકરણ સામે જંગે ચડયા હતા.

ઈ.સ.1917 માં જયારે રાજા એમબાંદી કિંગલુજી નું મૃત્યુ થયું ત્યારે એમનાં પુત્ર એંગોલા એમબાંદી એ  દેશ ના નવા રાજા તરીકે ની સત્તા હાથ માં લીધી. પણ, એનામાં એના પિતા જેવી કુશળતા અને એની બહેન એનઝીંગાં એમબાંદી જેવી કુશળ બુદ્ધિ નહોતી. રાજા એંગોલા એમબાંદી ને થોડા  સમય બાદ એવો ડર  લાગવા લાગ્યો કે એમના પોતાના જ માણસો એનઝીંગાં એમબાંદી સાથે મળી ને એના વિરુદ્ધ કોઈ ષડયંત્ર કરી રહ્યા છે એમ માની ને એંગોલા એમબાંદી એ એનઝીંગાં એમબાંદી ના પુત્ર ને મોત  ની સજા આપી દીધી.                         

અમુક ઇતિહાસકારો ની એમ પણ માનવું છે કે રાણી એનઝીંગાં એમબાંદી (Nzingha Mbande) એ એના પુત્ર ના મોત  નો બદલો લેવા અને રાજગાદી ની લાલસા ને લીધે એને એના ભાઈ ને મારી નંખાવ્યો હતો. તો કોઈક ઇતિહાસકારો એમ મને છે કે સાલ 1624 માં રાજા એંગોલા એમબાંદી પોતે શકિત વિહીન થતા કોઈ ટાપુ પાર જતા રહ્યા અને ત્યાં થોડા સમય બાદ એમનું મૃત્યુ આત્મહતા ને લીધે થયું હતું. આમ એંગોલા એમબાંદી ના મૃત્યુ અંગે અલગ અલગ વાતો નોંધાયેલી છે. આમ એના ભાઈ ના મૃત્યુ બાદ એનઝીંગાં એમબાંદી પોતે 1624 માં અંગોલા દેશની રાણી તરીકે ની સત્તા હાથ માં લીધી. 

 
 Image Source :- New York Public Library

અમુક લોકો નું એમપણ માનવું હતું કે રાણી પોતે ખુબ સારા હતા પણ અમુક લોકો એમ પણ  માનતા હતા કે એ બહુ ક્રૂર સ્વભાવ ની હતી.

એનઝીંગાં એમબાંદી એ ઘણા વર્ષો સુધી પોતાના રાજ્ય માં સફળ રાજ્ય કર્યા બાદ પાડોશી રાજ્ય મુતંબા પર સફળ આક્રમણ કરી ને પોતાના રાજ્ય ની રાજ્ય સીમા માં વધારો કર્યો હતો. એ પોટ્રુગીઝૉ સાથે લડયા હતા અને ડચ ના લોકો સાથે પણ મૈત્રી સંબંધો વિકસાવ્યા હતા.


એમના શારીરિક સંબંધો વિશે જોડાયેલી વાતો

એનઝીંગાં એમબાંદી ની જીવન જીવવાની શૈલી ખુબજ દિલચસ્પ અને સામાન્ય માણસ ને હેરાન કરાવી દે એ રીત ની હતી. અને એમાં વળી એમના શારીરિક સંબંધો વિશે ની વાતો તો ખરેખર માનવામાં ના આવે એ રીત કલ્પના બહાર ની હતી.

એમના વિશે એવું માનવામાં આવે છે કે, જે રાત્રે એ જયારે કોઈ પર પુરુષ સાથે શારીરિક સંબંધો રાખતી એ રાત્રે એને જીવતો સળગાગી દેવામાં આવતો. આ વાત નો ઉલ્લેખ ઇતિહાસકારો એ એમના ચોપડે કરેલો છે કે જયારે પણ રાણી એનઝીંગાં એમબાંદી એમના આશિક સાથે શારીરિક સંબંધો રાખતા એ રાત્રે એને ઘરે જવા દેવામાં આવતો નહતો અને એને જીવતો સળગાગી દેવામાં આવતો. એવું પણ માનવામાં આવે છે કે રાણી પોતે પુરુષો ને પોતાની કેદ માં રાખતી અને એમને છોકરીઓના કપડાં પહેરવા માટે મજબુર કરતી.

જયારે પણ, રાણી ને સેક્સ માટે ની ઈચ્છા થતી ત્યારે તે પોતાની સાથે રાખતી 2 માણસને અંદરો અંદર લડાવતી અને જ્યાં સુધી બે માંથી એક જણ મરી ના જાય ત્યાં સુધી એમને લડાવતી અને જે જીતે એની સાથે એ રાત્રે સેક્સ માણતી. અને સેક્સ માણવા બાદ જીતવા વાળા સાથે ખુબ ખરાબ વ્યવહાર થતો અને એ
ને જીવતો સળગાવી દેવામાં આવાતો. આ રીતે રાણીએ કેટલાય લોકોને એમની સાથે સેક્સ કર્યા પછી કેટલાય લોકોને જીવતા સળગાવી દીધા હતા. આમ આ રીતે ના તો હારેલો માણસ જીવતો રહેતો કે ના તો જીતેલો માણસ જીવતો રહેતો.

આમ, આ રીતે  ઇતિહાસકારો ના કેહવા પ્રમાણે રાણી એનઝીંગાં એમબાંદી (Nzingha Mbande) ની સેક્સ લાઈફ ખુબજ દિલચસ્પ રહી હતી. અને એનું મૃત્યુ ઈ.સ.1663 માં થયું હતું.



આ પણ વાંચો...

કેમ એક રાજપૂત વીરાંગના સામે અકબરે ઘુટણે પડી ને માંગવી પડી હતી પોતાના જીવન ની ભીખ....

પતિ-પત્નીના સંબંધોમાં અહમ અને અભિમાન નું સ્થાન ક્યારેય પણ હોતુ નથી..  વાંચો, એક ટુંકી અને સરસ વાર્તા.....

શું ૬૫ વર્ષની મહિલાએ ૧૪ મહિનામાં ૮ બાળકીઓ ને જન્મ આપ્યો ?  જાણો સંપૂર્ણ વિગત.....

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ