Head Ads

મિત્રો વચ્ચે નારાજગી નો મતલબ એ નથી કે મિત્રતા કમજોર છે, કે એનો ફાયદો દુશ્મન ઉઠાવી જાય...એક સરસ વાર્તા...

 

ગીરના જંગલ માં બે સિંહ હતા. બન્ને સિંહ વચ્ચેની દોસ્તી ખુબજ ગાઢ હતી. એમની એ ગાઢ દોસ્તી અને એક બીજા પ્રત્યે ના માન ને કારણે જંગલમાં આવી પડેલ કોઈપણ આપત્તિનો નો સામનો સહેલાઇ થી થઇ જતો. જંગલ ના બધા પ્રાણીઓને પણ એમની દોસ્તી પર ગર્વ હતો. અને એમના થકી કરવામાં આવતા દરેક નિર્ણય નો એ માનભેર સમ્માન કરતા. 

             Image Source            

પણ કહેવાય છે ને કે બધા દીવસો સરખા નથી જતા. અને કુદરત પણ એમની મિત્રતાની અદેખાઈ આવતી હોય એમ એમની મિત્રતા પાર પર ગ્રહણ લગાડયું. એક દિવસ આ ગાઢ મિત્રો વચ્ચે નજીવી બાબતને લઇ ને બહુ મોટી તકરાર છે અને એ તકરાર એક મોટા ઝઘડાનું સ્વરૂપ લઇ લે છે. અને એ ઝઘડા ને લીધે થઇ ને અચાનક એમની વચ્ચે ની મિત્રતા તુટી જાય છે બન્ને સિંહ એક બીજા ના દુશ્મન બની જાય છે.


Image Source

અને બન્ને સિંહો એક બીજા સાથે કેટલાય વર્ષો સુધી વાત નથી કરતા અને જંગલમાં લેવામાં આવતા નિર્ણયો માં એકબીજા ની સામસામે થતા. એમ ને આમ કરતા કરતા 10 વર્ષ જેટલો સમય પસાર થઇ ગયો ને જંગલમાં સમસ્યાઓનું સમાધાન થવાને બદલે સમસ્યાઓ વધવા લાગી.

    Image Source
 
એક દિવસ પેલો સિંહ એની સિંહણ અને તેના બે બચ્ચા ને લઇ ને જંગલમાં ફરતો હોય છે. ને અચાનક જ ૨૫ થી ૩૦
જંગલી કુતરાઓ આવી ચડે છે ને અને એમને ઘેરી લે છે. સિંહ અને સિંહણ એ કુતરાઓ પર વળતો હુમલો કરે છે પણ વૃદ્ધાવસ્થા ની ઉંમરે પહોંચેલા સિંહ અને સિંહણ કુતરા ઓની સામે પોતાના બચ્ચાઓ ને બચાવવામાં નિષ્ફળ રહે છે. અને કુતરા ઓ એમના બચ્ચાઓ ને બચકા ભરી ને એમને તોડવા લગે છે.
 

એ દરમિયાન ત્યાં અચાનક બીજો સિંહ આવી જાય છે અને એને જોયું કે જંગલી કુતરાઓએ પોતાના એક સમયના જુનો મિત્ર એવો સિંહ, બચ્ચા, અને એની સિંહણ ને ઘેરી લીધા છે. પોતે એ જંગલી કૂતરાઓની સામે આવીને પેલા સિંહ ને મદદ કરવા માટે આગળ આવે છે. અને જંગલી કુતરાઓ અને સિંહ ની લડાઈમાં એ પોતે સામેલ થાય છે. 

 
અને તે બધા કૂતરાઓની સાથે લડાઈ કરે છે. અને જેન ને કેળા ની છાલ ની તોડીએ એમ એ સિંહે કુતરાનો ને મારી તોડી ને ભગાડી દે છે. અને જંગલી કુતરાઓની પકડમાંથી એ બચ્ચાઓને છોડાવી ને એમને સુરક્ષિત જગ્યા એ પહોંચાડીને અને પછી પોતે થોડે દૂર જઈ ને બેસી જાય છે એટલે સિંહ ના બચ્ચાએ નિર્દોષ ભાવે પેલા સિંહ ને પુછ્યુ કે 
 
બાપુ તમારી અને આમની વચ્ચે ની નારાજગીનો 10 વર્ષ થી પણ વધારે સમય વીતી ગયો અને એ 10 વર્ષના ગાળામાં તમે બંને એ એક બીજા સાથે વાત સુધ્ધા પણ કરી નથી તમે આમણે આપણી મદદે આવી ને આપણને બચાવિયા કેમ?
 
એટલે તે સિંહે કહ્યુ :
ભલે આજે અમારી વચ્ચે અબોલા છે પણ આજે પણ અમને એકબીજા પ્રત્યેજ એટલું મન સમ્માન છે જે આજથી 10 વર્ષ પહેલા હતું અને આગળ પણ રહશે

આટલું બોલતા બોલતા તો પેલો બીજો સિંહ પહેલા સિંહ ના બચ્ચાં પાસે આવી ને કહે છે કે  

બેટા, ભલે અમારી વચ્ચે અત્યારે નારાજગી હોય પણ દોસ્તી એવી કમજોર પણ ન હોવી જોઇએ કે કૂતરાઓ એનો ફાયદો ઉઠાવી જાય.

પછી એ બંને સિંહ પોતાની જૂની વાતો ને ભૂલી ને પહેલાની જેમ પોતાની મિત્રતાને વધુ ગાઢ બનાવે છે. બીજા પ્રાણીનોને આ બાબતની જાણ થતા બધા જ આનંદમાં આવી જાય છે. અને જંગલમાં આવતી નાની મોટી આફતો નો સામનો આ બંને સિંહો સાથે મળીને કરે છે. અને પહેલા ની જેમ જંગલમાં શાંતિ વાળું વાતાવરણ બની જાય છે.
 
ધન્ય છે મારા ગીર કે તારા ખોળામાં આવા સાવજો નો વાસ છે.

 

આ સુંદર વાર્તાઓ પણ વાંચો.


વાચક મિત્રો, જો તામને અમારી આ વાર્તા પસંદ પડી હોય તો  કોમેન્ટ માં તમારો અભિપ્રાય આપીને અમને જરૂર થી જણાવજો, જેથી કરી ને અમને પણ પ્રોત્સાહન મળી રહે. તમારા મિત્રો અને સાગા સંબંધીઓ સાથે આ વાર્તા શેર કરવાનું ભૂલતા નહિ.

 
 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ