ફ્રી સેવા આપતી ગુજરાતની એક એવી હોસ્પિટલ જ્યાં લખો રૂપિયાના ઓપેરશન થાય છે તદ્દન ફ્રી

 

આપણો દેશ સેવા અને સંસ્કૃતિનો તેમજ ધાર્મિક પ્રવૃત્તિ ધરાવતો દેશ છે, આપણા દેશમાં વર્ષોથી રાજા મહારાજા તેમજ ઋષિમુનિઓના સમયથી સેવા અને દાનનું મહત્ત્વ રહ્યું છે. આપણે ત્યાં મહાભારત જેવા પ્રાચીન કાળથી સેવામાં વખાણ કરવામાં આવે છે. દાનવીર કર્ણ રાજા હરિચંદ્ર જેવા રાજાઓ પાસેથી આપણી પ્રાચીન સંસ્કૃતિમાં દાનનું મહત્વ જણાવે છે.

આપણા દેશમાં એવી ઘણી એવી સંસ્થાઓ ચાલે છે જ્યાં નિસહાય વ્યક્તિઓને તેમજ ગરીબોને મફત સેવા પૂરી પાડવામાં આવે છે. જે લોકો પાસે સારવાર કરાવાના પૂરતા પૈસા ન હોય તે લોકો માટે આ પ્રકારની સંસ્થાઓ ખૂબ જ ઉપયોગી બને છે. ઘણીવાર આવી પ્રકારની સહાય સરકાર તરફથી સમાજ કલ્યાણ અર્થે પણ આપવામાં આવતી હોય છે.

આજે એક એવી સામાજિક સંસ્થા વિશે  વાત કરવાના છીએ જે ગરિગો માટે સ્વર્ગ સમાન છે. આવીજ એક ઉમદા અને પ્રખ્યાત સંસ્થા ભાવનગરમાં આવેલી છે. આ હોસ્પિટલ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીબા ગામમાં આવેલી છે. સંસ્થાનું નામ છે સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ. આ હોસ્પિટલ ટ્રસ્ટ સંચાલિત છે. આથી અહીં આવતા પરિવારોને મફત સારવાર આપવામાં આવે છે.

આ હોસ્પિટલ આર્થિક રીતે નિસહાય, માધ્ય્મ વર્ગ, આર્થિક રીતે પછાત એવા ગરીબ વર્ગના દર્દીઓ માટે આ હોસ્પિટલ કોઈ સ્વર્ગ કરતા ઓછી નથી. એમના માટે આ હોસ્પિટલ ખુબજ અનિવાર્ય છે. આ હોસ્પિટલમાં દર્દીને લગતી તમામ સારવાર,તમામ રિપોર્ટ, રહેવાની તેમજ જમવાની સુવિધા પણ મફત કરવામાં આવે છે. ઉપરાંત દર્દી સાથે આવેલા સગાઓને પણ મફત જમવાનું તથા રહેવાનું ફ્રી મળે છે.

સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીએ આ વિસ્તારમાં મફત સારવાર માટે હોસ્પિટલ બનાવવાનું સપનું જોયું હતું, તેથી તેમના શિષ્ય  મનુબેને હોસ્પિટલના નિર્માણ માટે જમીન દાનમાં આપી હતી.ત્યારથી આ હોસ્પિટલ યથાવત છે.  આ હોસ્પિટલ બનાવવાનો વિચાર સ્વામી નિર્દોષાનંદ ને 2005માં આવ્યો જ્યારે તેઓ શિવરાત્રિ એ રોગ ઢસા ખાતે આવ્યા હતા.

હોસ્પિટલનું નામ સ્વામી નિર્દોષાનંદ સરસ્વતી મહારાજના નામ પર રાખવામાં આવ્યું છે.આ વિસ્તારમાં આ સંત આ પ્રદેશના જુદા જુદા આશ્રમોની મુલાકાત લેતા હતા અને વિવિધ આશ્રમોમાં જતા હતા.તેમની ભાવના, સેવા કરવાની હતી જેથી આ સંતના  આદેશથી આ હોસ્પિટલનો પાયો નાખવામાં આવ્યો હતો.જ્યારે આ હોસ્પિટલ એટલી પ્રખ્યાત થઈ ગઈ છે કે તે દરરોજ 700 થી 800 દર્દીઓની સારવાર કરે છે.

આ રીતે હોસ્પિટલ બનાવીને તેને ટ્રસ્ટ ફોર હ્યુમન સર્વિસને સોંપવામાં આવી. આ હોસ્પિટલના સંચાલન માટે 8 વ્યક્તિઓના ટ્રસ્ટની રચના કરવામાં આવી છે.  હોસ્પિટલનું નિર્માણ 9 જાન્યુઆરી, 2011ના રોજ કરવામાં આવ્યું હતું.  ત્યારે આ હોસ્પિટલ બનાવવા માટે રૂ.5 કરોડનો ખર્ચ થયો હતો. હાલમાં આ હોસ્પિટલમાં સેવાઓનો લાભ લેવા માટે દેશભરમાંથી દર્દીઓ આવે છે.આ હોસ્પિટલ ચલાવવા માટે દર મહિને 50 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે.

આ હોસ્પિટલમાં એક ગૌશાળા પણ બનાવવામાં આવી છે. આ ગૌ શાળામાં દેશી ગીર ગાયો ને રાખવામાં આવે છે. અને ગાયો દ્વારા મળતા દૂધ ને હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓને આપવામાં આવે છે. આ હોસ્પિટલમાં સગર્ભાવસ્થા દરમિયાન આવતા બહેનોના સ્વાસ્થ્ય હેતુ થી ચોખ્ખા ધીનો શિરો તેમજ સુખડી પણ આપવામાં આવે છે. અહીં સારવાર અર્થે આવતા દર્દીઓ સારવાર સાથે અહીં સ્ટાફને આશીર્વાદ પણ આપતા જાય છે.

અહીં આવતા તમામ દર્દીઓની સારવાર એકદમ ફ્રી કરવામાં આવે છે. આ હોસ્પિટલમાં કોઈ જ પ્રકારનું કેશ કાઉન્ટર હોતું નથી. હોસ્પિટલમાં નાના રોગો થી માંડીને મોટા ગંભીર રોગો નું ઓપરેશન પણ ફ્રી કરવામાં આવે છે. અહીં આવતા દર્દીઓને એકદમ ફ્રી મા લેબોરેટરી તપાસ અને  દવાઓ મળે છે. હોસ્પિટલમાં દર્દીઓને તપાસ, નિદાન, સોનોગ્રાફી, એક્સ-રે, કાર્ડિયોગ્રામ, લેબોરેટરી અને તમામ પ્રકારની દવાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે.

આ હોસ્પિટલમાં મહિલાઓને ડીલેવરી બાદ એક સ્પેશ્યિલ કીટ આપવામાં આવે છે. જેમાં શુદ્ધ ચોખ્ખા ઘીનો શીરો અને સુખડી બનાવવા માટે ગેસ અને વાસણ પણ આપવામાં આવે છે. જ્યારે આ મહિલાઓને પ્રસૂતિ બાદ રજા આપવામાં આવે ત્યારે એકદમ ચોખ્ખા ઘી માંથી બનેલી સુખડીનો ડબ્બો પણ આપવામાં આવે છે.

આ હોસ્પિટલમાં પ્રસૂતિ વોર્ડ સામાન્ય ડિલિવરી, સિઝેરિયન વિભાગ, ગર્ભાશયના ઓપરેશન, એક્ટોપિક સર્જરી, નસબંધી ઓપરેશન, ગર્ભાશયની ગાંઠ અને અંડાશયની ગાંઠ સહિત ઓપરેશનની સુવિધાઓ અને સેવાઓ પ્રદાન કરે છે.

અત્યંત આધુનિક લેબોરેટરી, ફિઝિયોથેરાપી, ફેકો મશીન, ફીટલ ડોપ્લર, ઓટો-રીફેક્ટર, લેસર મશીન, નવજાત શિશુ માટે વોર્મર,ડિજિટલ એક્સ-રે, ડેન્ટલ એક્સ-રે, ટોનોમીટર, કલર ડોપ્લર, ઇકોકાર્ડિયોગ્રામ, ટીએમટી, 24 કલાક ઇમરજન્સી સારવાર ,થ્રોમ્બોસીસ માટે - ડિફિબ્રિલેશન, મોનીટરીંગ વગેરે જેવી સુવિધા પણ ઉપલબ્ધ છે.

ઉપરાંત, નિર્દોષાનંદ માનવસેવા હોસ્પિટલ, પ્રોસ્ટેટ, થાઈરોઈડ, એપેન્ડિક્સ, આંતરડા, નાક, કાન, ગળું, સીઝેરીયન, મોતિયા, મોતિયા, ઓર્થોપેડિક, મણકો, ફેફસાં, ગર્ભાશયની કોથળી, સારણગાંઠ, એપેન્ડિસાઈટિસ, થાઈરોઈડ, ગર્ભાશય વગેરે ની સર્જરી આ હોસ્પિટલમાં એકદમ ફ્રી કરવામાં આવે છે. અહીં સારવારની સુવિધા ઉપરાંત દર્દીઓની અવરજવર માટે એમ્બ્યુલન્સ સેવા પણ ખૂબ જ રાહત દરે પૂરી પાડવામાં આવે છે.

અને ઉનાળાના દિવસોમાં આસપાસના લોકોના આરોગ્યની સુરક્ષા માટે છાશ કેન્દ્ર પણ અહીંયા ચલાવવામાં આવે છે અને શિયાળામાં ઉકાળા કેન્દ્ર ચાલે છે. આ હોસ્પિટલમાં ઈ.એન.ટી, યુરોલોજિસ્ટ, ફિઝિશિયન, રેડિયોલોજિસ્ટ ચેસ્ટફિઝિશિયન, પેથોલોજિસ્ટ, ઓર્થોપેડિક, પેડિયાટ્રિક, એનેસ્થેટિક, ઓપ્થેલ્મો, આયુર્વેદિક, ઑડિઓમેટ્રી ક્ષેત્રના જાણીતા અને નિષ્ણાત ડૉક્ટરો હોય છે.

હોસ્પિટલ દરરોજ 1000 થી વધુ ઓપીડી કરે છે, દરરોજ 25 થી વધુ ઓપરેશનો. હોસ્પિટલમાં દર મહિને સરેરાશ 75 થી 80 પ્રસૂતિ થાય છે.હોસ્પિટલે જાન્યુઆરી 2011 થી ઓક્ટોબર 2019 સુધીના સાડા આઠ વર્ષમાં કુલ 14,36,257 દર્દીઓને મફત ક્લિનિકલ સારવાર પૂરી પાડી છે.

આ વિસ્તારમાં અત્યાર સુધીમાં 37,453 ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવ્યા છે.  આ સાથે અન્ય વિભાગોમાં પણ કુલ 5,84,437 દર્દીઓને સારવાર આપવામાં આવી છે.  6,418 પ્રસૂતિની સાથે 7381 મોતિયા, ગ્લુકોમા અને યોનિમાર્ગની સર્જરી કરવામાં આવી છે.  આ સ્થાન પર સ્થિત ગુરુ કૃપા અન્નક્ષેત્રે કુલ 21,02800 ભોજનપ્રેમીઓને મફત ભોજન પૂરું પાડ્યું છે.

આવી સેવાઓ વિનામૂલ્યે પૂરી પાડતી નિર્દોષાનંદ માનવસેવા હોસ્પિટલ ખરેખર આ બધી સેવાઓ આપીને લોકોની માનવ સેવા કરી રહી છે. આ હોસ્પિટલ સુરતમાં 500 કરોડથી વધુના ખર્ચે બનેલી કિરણ હોસ્પિટલ કરતાં વધુ ઓપીડી ધરાવે છે. અહીં રોજના એક હજારથી વધુ ઓ.પી.ડી. થાય છે. હોસ્પિટલમાં દરરોજ સુરતમાંથી પણ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવે છે.

આ હોસ્પિટલમાં 2011માં ખીમજીભાઈ દર મહિને 5 લાખ રૂપિયા આપે છે. હોસ્પિટલમાં એવા 13 આજીવન દાતાઓ છે. જેઓ દર મહિને રૂ. 1 લાખનું દાન આપે છે. દાતાશ્રી ધનસુખ ભાઈ દેવાણીના હસ્તે 4 કરોડના ખર્ચે 31 ઓક્ટોબર 2019ના રોજ હોસ્પિટલના ભોજનાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.સમગ્ર ખર્ચ ધનસુખભાઈ દેવાણીએ ઉઠાવ્યો હતો.

આમ સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ છેલ્લા એક દાયકાથી દર્દીને અને તેના સગાઓ ને સતત સહયોગ તેમજ દયાની ભાવના સાથે કટોકટીના સમયમાં લોકોને વિનામૂલ્યે સેવા આપી રહી છે. તે દર્દીના સંબંધીઓને પણ ટેકો આપે છે.  અમે આશા રાખીએ છીએ કે તમે આ માહિતી અન્ય ગરીબ લોકો સુધી પહોંચાડશો જેથી જરૂરિયાતમંદોને સેવાનો યોગ્ય લાભ મળી શકે.

આ પણ વાંચો.....

 

ટિપ્પણી પોસ્ટ કરો

2 ટિપ્પણીઓ

  1. કાન નાક ગળામાં ઓપરેશન મા 1 વર્ષ નું વેઇટિંગ છે દુર ના દર્દીઓ ને ધક્કા થાય છે

    જવાબ આપોકાઢી નાખો