ઘણા બધા રોગો માટે કાફી છે આ એક ઔષધી, તમારા દવખવાના જવાના ધક્કા બચી જશે

 
Ardusi na fayda

Ardusi na fayda - અરડૂસીના રસના ફાયદા જાણીને તમે પણ દંગ રહી જશો. સો કરતાં પણ વધુ રોગોને દૂર કરી નાખે છે અરડૂસી. દવાખાને જવું પડશે નહીં. તો આજે આપણે વિસ્તારથી જાણીએ અરડુસીના રસ પીવાના ફાયદા તેમજ Ardusi na fayda in gujarati, Ardusi na pan no upyog, ardusi na pan na fayda, Ardusi na pan no ras વિષે જાણીશું. 

અરડૂસી એક વનસ્પતિ ઔષધી છે. ભારત તેમજ અન્ય દેશોમાં પણ થાય છે. તેને અંગ્રેજીમાં માલાબાર નટ કહેવામાં આવે છે. જુસ્ટિકા અધટોડા તેનું વૈજ્ઞાનિક નામ છે. અરડૂસી સાથે તેના ફૂલ,પાંદડા અને મૂળિયાં પણ ઘણી બિમારીને દૂર કરવામાં મદદરૂપ બને છે. અરડૂસીમાં એન્ટી એલર્જીક એન્ટિ-ઓક્સીડેંટ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણધર્મ રહેલા હોય છે. આથી જો કોઈ વ્યક્તિને બ્રોન્કાઇટીસ, કફ અથવા દમ જેવી બીમારી હોય તો તેમને ઈલાજ તરીકે અરડૂસીનો ઉપયોગ કરવો જોઈએ. - Ardusi na fayda  

અરડૂસીનો છોડ નાનો અને સદાબહાર હોય છે. તેની ઊંચાઈ ૨.૩ મીટરથી ૩.૫ મીટર સુધીની હોય છે. અરડૂસીના ફૂલ સફેદ રંગના હોય છે. અરડૂસીના છોડને લીલાશ પડતી  ભૂખરા રંગની  ડાળીઓ ફૂટે છે અને આ ડાળીઓ ચારે તરફ ફેલાયેલી હોય છે. ચોમાસાની સિઝનમાં ઝરમર ઝરમર વરસાદ વરસતો હોય ત્યારે તેની ડાળીઓને કાપીને કટકા કલમ બનાવીને જમીનમાં રોપવાથી બીજા ઘણા બધા અરડૂસીના છોડ તૈયાર થાય છે. 

અરડૂસી વિશે સમજ
અરડૂસી ના પાન જામફળ ના પાન જેવા જ હોય છે. ૩ થી ૪ ઈંચ લાંબા, દોઢથી બે ઈંચ પહોળા અને અણીદાર હોય છે. અરડૂસીના પાન માંથી કંઈક અલગ જ પ્રકારની સુગંધ આવે છે. અરડૂસીના ફૂલ સફેદ રંગના જોવા મળે છે. તુલસી મા માંજર ફૂટે છે તેમ અરડૂસી માં સફેદ ફૂલ આવે છે. અરડુસી ટોટલ બે પ્રકારની જોવા મળે છે. ઘોળી અરડૂસી નો છોડ અને લીલાશ પડતો કાળી અરડૂસી નો છોડ. ઔષધિ ની દ્રષ્ટિએ જોવા જઇએ તો ધોળી અરડૂસી એ ખુબજ ઉપયોગી છે. કાળી અરડૂસી ખૂબ જ ઓછા પ્રમાણમાં મળી આવે છે. હવે તબક્કાવાર જોઈએ કે અરડૂસી કયા કયા રોગ માં ઉપયોગી છે. 

અરડૂસીના ફાયદા - Ardusi na fayda in gujarati

કફને દૂર કરે છે
જે વ્યક્તિને ખૂબ જ ઉધરસ અને કફ થઈ ગયો હોય તો તેમણે અરડુસીના પાનનો રસ પીવો જોઇએ. અરડૂસીના પાન નો રસ ચીકણા કફને પાતળો કરીને શરીરમાંથી બહાર કાઢે છે. કોઈ પણ વ્યક્તિને શ્વાસને લગતી જૂની બીમારી અથવા તો દમ હોય તો અરડૂસીના પાનના રસનું સેવન કરવું જોઈએ. જો નાના બાળકોને ખૂબ જ ઉધરસ અને કફ થઈ ગયા હોય તો અરડૂસીના પાનના રસમાં સહેજ મધ નાખીને ચટાડવાથી કફ દૂર થાય છે. 

અસ્થમાની બીમારીને દૂર કરે છે
જો કોઈ વ્યક્તિને અસ્થમાની બિમારી હોય તો તેમણે અરડૂસી ના પાન ની સૂકવીને તેનું ચૂર્ણ બનાવી દેવું જોઈએ. અને આ ચૂર્ણ સવાર-સાંજ મધમાં ચાટવાથી ખાસી અને દમમાં ખૂબ જ રાહત થાય છે. અરડૂસીના પાન માં થોડી મધ અને સાકર નાખીને પીવાથી પણ દમની બિમારીમાં રાહત મળે છે. અરડૂસીના પાનના રસને ગાયના ઘીમાં ભેળવીને તેમાં ત્રિફળા નામનું ચૂર્ણ નાખીને ચાટવાથી અસ્થમાં મટે છે. અરડૂસીના પાનને સુકવીને તેના પાનની બીડી બનાવીને પીવાથી દમમાં રાહત મળે છે. 

રક્તપિત્તને દૂર કરવામાં ઉપયોગી છે - Ardusina na fayda
અરડૂસીના પાનને પાણીમાં નાખી તેનો ઉકાળો બનાવીને પીવાથી રક્તપિત્ત નામનો રોગ મટે છે. અરડૂસીનાં ફૂલને સૂકવી ને તેનું ચૂર્ણ બનાવી લેવું આ ચૂર્ણને મધ અને સાકર સાથે લેવાથી રક્તપિત્ત મટે છે. સરખા ભાગે અરડૂસીના પાન, દ્રાક્ષ અને હરડે લેવી. આ ત્રણે નો ઉકાળો બનાવીને તેમાં સાકર નાખીને પીવાથી પણ ખૂબ જ ફાયદો થાય છે. 

Ardusi na fayda - ઉધરસને દૂર કરે છે
અરડૂસીના તાજા પાન તોડી લાવીને મિક્સરમાં તેનો રસ કાઢી લેવો. આ રસમાં થોડું મધ અને સિંધવ મીઠું નાખીને ઉધરસના ખૂબ જ રાહત થાય છે. નાનું બાળક હોય તો દવા સામાન્ય રીતે પીતું નથી આથી નાના બાળકને અરડૂસી ના પાન, દ્રાક્ષ અને હરડે ના ઉકાળામાં મધ તથા સાકર નાખીને પીવડાવાથી ખાંસી મટે છે. 

માથાનો દુખાવો પણ દૂર કરે છે
માથુ દુખવુ એ બધા જ વ્યક્તિની કોમન સમસ્યા થઈ ગઈ છે.  અરડૂસીના છોડ પર થતા ફૂલને ચૂંટીને તેને છાંયે સૂકવીને તેનું ચૂર્ણ બનાવી લેવું. તેમાં જરૂરિયાત મુજબ ગોળ નાખીને ખાવાથી માથાના દુખાવામાં રાહત થાય છે. અરડૂસીના પાંદડાના ને સુકવીને ચામાં નાખીને પીવાથી પણ માથાનો દુખાવો દૂર થાય છે. તેમાં તમે સહેજ મીઠું પણ નાખી શકો છો. 

આંખના દુખાવામાં રાહત આપે છે
આજના જમાનામાં સતત મોબાઈલ,  ટીવી અને કોમ્પ્યુટરની સામે બેસી રહેવાથી આંખને લગતા રોગો થાય છે. ક્યારેક આંખો બળવાની અને આંખો દુખવાની સમસ્યા પણ થાય છે. અરડૂસીના ત્રણથી ચાર તાજા ફૂલને સહેજ નહિ જેવા ગરમ કરીને આંખ ઉપર બાંધવાથી આંખને લગતી સમસ્યા દૂર થાય છે.  અરડૂસીમાં આંખનો સોજો દૂર કરવાના પણ ઔષધીય ગુણધર્મ આવેલા હોય છે. 

મોઢામાં થતી ચાંદીને દૂર કરે છે - Ardusi na fayda
આયુર્વેદિક પ્રમાણે જોવા જઈએ તો અરડૂસી એ ઠંડક ધરાવતી અને ગરમી શાંત કરનારી વનસ્પતિ છે. જો તમને કોઈ કારણસર ઇન્ફેકશનના કારણે મોઢા માં ચાંદી પડી ગઈ હોય તો તમારે અરડૂસીના તાજા પાન તોડીને ચાવવા જોઈએ. તેનો રસ મોઢામાં રાખવાથી મોઢાની ચાંદી મટે છે. અરડૂસીની ડાળીઓ દાતણ તરીકે ઉપયોગ કરવાથી મોઢા ને લગતી સમસ્યા દૂર થાય છે. મોઢામાં ચાંદી પડી ગઈ હોય તો અરડૂસીનો રસ પીવો પણ ખૂબ જ ફાયદાકારક છે. 

દાંત ને લગતા રોગો દૂર થાય છે
અરડૂસીમાં કષય નામનો રસ આવેલો હોય છે. જે દુખાવો અને સોજો દૂર કરવામાં મદદરુપ બને છે. દાંતના પેઢામાં સોજો આવી ગયો હોય અથવા તો તમને ખૂબ જ દુખાવો થઈ રહ્યો હોય તો તમે ઈલાજ તરીકે અરડૂસીનો ઉપયોગ કરી શકો છો. અરડૂસીના પાનનું ચૂર્ણ બનાવીને દાંત ઉપર ઘસવાથી પાયોરિયા નામનો રોગ દૂર થાય છે. 

Ardusi na fayda - ટીબી જેવા રોગોને પણ દૂર કરે છે
ટીબીના જીવાણુઓનો કાયમી નાશ કરવા માટે અરડૂસી ના પાન નો 20 ગ્રામ રસ દરરોજ સવાર સાંજ પીવો જોઈએ. તુલસીના પાંદડાના ઉકાળામાં પીપરનું ચૂર્ણ નાખીને પીવાથી ટીબી માટે છે. ટીબી જેવા ખતરનાક રોગના જીવાણુ પણ અરડૂસી સામે મરી જાય છે. 

તાવને પણ દૂર કરે છે
અરડૂસીની છાલનું પૂર્ણ,અજમાનું ચૂર્ણ અને સિંધવ મીઠું અને લીંબુ નાખીને તેની ગોળી બનાવી લેવી. જે વ્યક્તિને તાવ આવતો હોય તો તેમને નિયમિત સાંજે બે ત્રણ ગોળીનું સેવન કરવું જોઈએ. આમ, આ રીતે સેવન કરવાથી તાવ દૂર થાય છે.

ઝાડાને દૂર કરે છે
કેટલીક વાર વધારે પડતું મસાલાવાળું અથવા તળેલું ખાવાથી પેટ ખરાબ થઈ જાય છે અને ઝાડા થઈ જાય છે. અરડૂસીના પાનનો રસ પીવાથી ઝાડાની સમસ્યામાંથી રાહત મળે છે. જો તમે કેટલાય ટાઈમથી ઝાડા મટતા ન હોય તો અરડૂસીના પાનના ચૂર્ણનું સેવન કરવું જોઈએ. 

ધાધરને પણ દૂર કરે છે - Ardusi na fayda in gujarati
ધધાર એક જીવાણુજન્ય રોગ છે. તે આપણા શરીરની ચામડી પર થાય છે. આ રોગને દૂર કરવા માટે અરડૂસીના તાજા પાન, 2 થી 5 ગ્રામ હળદર, ને ગૌમૂત્ર સાથે વાટીને લેપ બનાવી લેવો. આ લેપને ધાધર પર ચોપડવાથી ધાધર મટે છે. 

ટાઈફોડને પણ દૂર કરે છે
અરડૂસીમાં ટાયફોડ દુર કરવાના પણ ગુણધર્મ ધરાવે છે. જેના લીધે ટાયફોડમાંથી રાહત મેળવવા માટે 3 થી 6 ગ્રામ જેટલું અરડૂસીના મૂળનું ચૂર્ણ સેવન કરવાથી ટાઈફોડમાંથી રાહત અપાવે છે. અરડૂસીના પાનનો રસ મધ સાથે પીવાથી પણ ટાઈફોડમાં રાહત અપાવે છે. 

ઓરી અછબડાને પણ દૂર કરે છે - Ardusi na ras na fayda
ઓરી ની સમસ્યા થઈ ગઈ હોય તો અળસીનું એક પાન લઇ તેમાં ત્રણ ગ્રામ મુલેઠી નાખીને તેનો ઉકાળો બનાવવો. આ ઉકાળો પીવાથી ઓરી અને અછબડા મટે છે. અરડૂસીના પાંદડાના ને પાણી સાથે વાટીને તેનો લેપ બનાવીને ફોલ્લા ઉપર લગાવવાથી ફોલ્લા  સુકાઈ જાય છે અને તેમાંથી પસ પણ નીકળતો નથી. 

અપચો થઈને પેટ ફૂલી ગયું હોય ત્યારે
અરડૂસીના પાંદડાનો રસ 10 થી 20 મિલી દિવસમાં 2 થી 3 વખત સેવન કરવાથી પેટની ફૂલી જવાની સમસ્યા દુર થાય છે. પેટમાં વાયુ અથવા ગેસ નાબુદ કરવાના ગુણ અરડૂસી ધરાવે છે. જે ગેસ નાબુદ થતા અને તેને શરીરમાંથી બહાર કાઢતા આ સમસ્યા દુર થાય છે. 

ડાયાબિટીસને પણ નિયંત્રણમાં રાખે છે - Ardusi na fayda
જો કોઈ વ્યક્તિને ડાયાબિટીસ કંટ્રોલમાં રહેતો ન હોય તો  અરડૂસીના પાનના રસનું સેવન કરવાથી ફાયદો થાય છે. 

એસિડિટીને પણ દૂર કરે છે
જો તમને કોઈ કારણસર શરીરમાં એસીડીટી, ગેસ કે અપચાની સમસ્યા સતાવતી હોય તો અરડૂસીનું સેવન કરવાથી તેમાં રાહત મળે છે.

અરડૂસીનું સેવન કરવાથી ઘણા બધા રોગો દૂર થાય છે. અરડૂસીની સાથે તેના પાન, તેના ફૂલ અને, તેના મૂળિયા પણ ખૂબ જ ઉપયોગી છે. આશા રાખીએ છીએ કે અરડૂસીના આટલા બધા મહત્વના ગુણો અને ફાયદા વિશે ની માહિતી તમને ખૂબ જ ઉપયોગી થશે. આપણે સૌએ તુલસી અને અરડૂસી જેવા છોડ ઘર આંગણે ઉગાડવા જ જોઈએ. તેનો મહત્તમ ઉપયોગ ઔષધી તરીકે થાય છે - Ardusi na fayda

અરડૂસીના વધુ પડતાં સેવનથી થતાં નુકશાન :-

જો કોઈને ડાયાબિટીસ હોય અને તેમના ડોક્ટર તેમને સુગર લેવલ ઘટાડવા માટે અરડુસી દવા આપે છે, તો તેમણે સાવચેત રહેવાની જરૂર છે. અરડૂસીનું વધુ પડતું સેવન કરવાથી તેમનું સુગર લેવલ ખૂબ ઓછું થઈ શકે છે. 

  • 1 વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ અરડુસીનો ઉપયોગ કરવો જોઈએ નહીં. 
  • જે મહિલાઓને બાળક થવાનું હોય તેમણે અરડુસીનું સેવન કરવું જોઈએ નહીં. 
  • જે માતાઓ તેમના બાળકોને સ્તનપાન કરાવતી હોય તેઓએ પણ તેનો ઉપયોગ ન કરવો જોઈએ. 
  • જો તમે વધુ પડતું અરડૂસીનું સેવન કરી લીધું હોય તો તમારું શરીર બીમાર થઈ શકે છે, અને તમને ઝાડા થઈ શકે છે. 

નોંધ :- અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે  લોકો  સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો. 


 આ પણ વાંચો....

મિત્રો, જો તમને આમરો આ લેખ સારો લાગ્યો હોય તો કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી ને અમને તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો અને તમારા મિત્રો અને સાગા સંબંધીઓ સાથે આ ઉપાય  જરૂર થી શેર કરજો.

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ