Head Ads

સાવધાન! આવી આદતો બની શકે છે કેન્સરનું કારણ, માટે અત્યારથી સચેત રહો નહીંતર વધી શકે છે તમારી મુશ્કેલી

 

 

છેલ્લા બે-ત્રણ દાયકામાં કેન્સરનું જોખમ ખૂબ જ ઝડપથી વધતું જોવા મળ્યું છે. નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટના અહેવાલ મુજબ, ૨૦૩૦ સુધી પ્રતિવર્ષ કેન્સરના નવા કેસોની સંખ્યા વધીને ૨૩.૬ મિલિયન (૨૩.૬ લાખ)થી વધુ થઇ શકે છે. આ જ કારણ છે કે સ્વાસ્થ્ય નિષ્ણાતો તમામ લોકોને કેન્સરથી બચવા માટેના ઉપાયો કરતા રહેવાની સલાહ આપે છે. અભ્યાસ દર્શાવે છે કે બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી અને આહારની ખરાબ આદતોના કારણે લોકોમાં કેન્સરનું જોખમ પહેલા કરતા વધી જાય છે.

આપણે દરરોજ જાણ્યે-અજાણ્યે એવા અનેક કામો કરતા રહીએ છીએ જે આપણા માટે આ જીવલેણ રોગનું જોખમ વધારી શકે છે. કેન્સરના વધતા જોખમ વિશે લોકોને જાગૃત કરવા માટે દર વર્ષે ૪ ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ ઉજવવામાં આવે છે. ચાલો જાણીએ તે ખરાબ આદતો વિશે, જે કેન્સરના જોખમને પ્રોત્સાહન આપી શકે છે. તેથી તમારે તેનાથી દૂર રહેવું જોઈએ.

વધુ પડતો સ્ટ્રેસ લેવો ખતરનાક છે :-
નેશનલ કેન્સર ઇન્સ્ટિટયૂટ અનુસાર, આમ તો તણાવ સીધી રીતે કેન્સરનું કારણ નથી બનતો, જોકે તેના કારણે શરીરની પ્રતિક્રિયાઓ-જેમ કે બ્લડ પ્રેશર અને હૃદયના ધબકારામાં વૃદ્ધિ અને બ્લડ સુગરનું વધવું, કેન્સરના જોખમને વધારી શકે છે. તાજેતરના વર્ષોમાં સ્ટ્રેસ અને કેન્સર વચ્ચેના સંબંધ પર અભ્યાસ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે, તણાવગ્રસ્ત લોકો ધૂમ્રપાન અથવા દારૂ પીવા જેવી ઘણી આદતોનો શિકાર બને છે, જે કેન્સરનું જોખમ વધારે છે. 

લાંબા સમય સુધી બેસવાની આદત :-
વર્ષ ૨૦૧૪માં નેશનલ કેન્સર ઇન્સ્ટિટયૂટના જર્નલમાં પ્રકાશિત સમીક્ષામાં જર્મન વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું હતું કે લાંબા સમય સુધી બેસી રહેવાની આદત પણ કેન્સરનું જોખમ વધારી શકે છે. વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે, જે લોકો લાંબા સમય સુધી બેસી રહે છે તેમને પેટનું કેન્સર, એન્ડોમેટ્રાયલ કેન્સર અને ફેફસાના કેન્સરનું જોખમ વધી જાય છે. આ જ કારણ છે કે લોકોને થોડી-થોડીવારે ઉઠીને ચાલવાની સલાહ આપવામાં આવે છે. 

પૂરતું પાણી ન પીવું :-
દિવસભર પુષ્કળ પાણી પીવાથી તમારા શરીરની દરેક વસ્તુ યોગ્ય રીતે કામ કરે છે. પાણી પીવું એ માત્ર શરીરના હાઈડ્રેશન માટે જ નહીં પરંતુ કેન્સરના જોખમને ઘટાડવા માટે પણ જરૂરી છે. કલેવલેન્ડ ક્લિનિક અનુસાર, વધુ પાણી પીવાથી હાનિકારક પદાર્થો પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે, જે મૂત્રાશયના કેન્સરનું જોખમ ઘટાડી શકે છે. તેથી બધા લોકોએ દરરોજ ૩-૪ લિટર પાણી પીવું જોઈએ. 

દારૂ અને ધૂમ્રપાન :-
આરોગ્ય નિષ્ણાતો આલ્કોહોલ અને ધૂમ્રપાનને કેન્સરના સૌથી ગંભીર જોખમો માને છે. જે લોકો આલ્કોહોલ અને ધૂમ્રપાનના વ્યસની હોય છે તેમને અનેક પ્રકારના કેન્સર થવાનું જોખમ વધારે હોય છે. અમેરિકન કેન્સર સોસાયટી અનુસાર, વધુ પડતું આલ્કોહોલનું સેવન કરવાથી ગળા, લીવર, કોલોન અને બસ્ટ કેન્સરનું જોખમ વધી જાય છે.

નોંધ :- અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે  લોકો  સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.

આ પણ વાંચો....

મિત્રો, જો તમને આમરો આ લેખ સારો લાગ્યો હોય તો કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી ને અમને તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો અને તમારા મિત્રો અને સાગા સંબંધીઓ સાથે આ ઉપાય  જરૂર થી શેર કરજો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ