મિત્રો ડ્રાયફ્રુટ આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભદાયક છે. સ્વાસ્થ્યને દરેક પ્રકારના જરૂરી પોષક તત્વો મળે તેના માટે ડોક્ટર પણ ડ્રાયફ્રુટ ખાવાની સલાહ આપે છે. આવા જ ડ્રાયફ્રુટ માંથી એક કિસમિસ છે જે અનેક પોષક તત્વોથી ભરપૂર છે. સવારના સમયમાં આખી રાત પાણીમાં પલાળીને રાખેલી કિસમિસ ખાવાથી સ્વાસ્થ્યને ઘણા જ ફાયદા થાય છે. કિસમિસમાં સ્વાસ્થ્ય માટે અનેક જરૂરી પોષક તત્વો હાજર હોય છે. આમાં કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ, ફાઇબર અને હેલ્ધી ફેટ પણ હાજર હોય છે.
આ એન્ટીઓક્સિડેન્ટ અને ફ્લેવોનોઈડ નો પણ સારો સ્ત્રોત છે. સાથે જ આ શરીરને પૂરતું પોષણ પ્રદાન કરવાની સાથે જ અનેક ગંભીર રોગોના જોખમને પણ દૂર કરવામાં મદદરૂપ થાય છે. રાત્રે સુતા પહેલા દૂધમાં ઉકાળીને કે દૂધની સાથે તો આપણામાંથી મોટાભાગના લોકો કિસમિસનું સેવન કરે છે. તેનાથી સ્વાસ્થ્યને આશ્ચર્યજનક ફાયદા પણ મળે છે, પરંતુ સવારમાં ખાલી પેટે કિસમિસનું સેવન પણ ખૂબ જ લાભદાયક હોય છે. સવારમાં પલાળેલી કિસમિસ ખાવાના ફાયદા વિશે ડાયટિશિયને છ પ્રકારના ફાયદા જણાવ્યા છે.
સવારમાં પલાળેલી કિસમિસ ખાવાના ફાયદા:-
બ્લડ પ્રેશર રહેશે નિયંત્રિત:- હાઈ બ્લડ પ્રેશર ના દર્દીઓ માટે પલાળેલી કિસમિસ નું સેવાન અત્યંત લાભદાયક છે, આ કેલ્શિયમ અને પોટેશિયમથી ભરપૂર હોય છે જે હાઈ બ્લડ પ્રેશરને ઘટાડવામાં અને બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે.
પેટને સ્વસ્થ રાખે:- પલાળેલી કિસમિસ ખાવાથી પાચન મજબૂત બને છે કારણ કે આ ફાઇબરથી ભરપૂર હોય છે. આ પેટની અનેક સમસ્યાઓ જેમ કે પેટમાં ગેસ, કબજિયાત, અપચો, મળ ત્યાગમાં મુશ્કેલી વગેરેને પણ દૂર કરવામાં લાભદાયક છે. સાથે જ આંતરડામાં સારા બેક્ટેરિયાનો વધારો કરે છે અને પેટ સંબંધી સમસ્યાઓને દૂર કરે છે.
લોહીની કમી દૂર કરે:- કિસમિસમાં આયર્ન ભરપૂર પ્રમાણમાં હોય છે સાથે જ આ વિટામિન બી કોમ્પ્લેક્સનો પણ સારો સોર્સ છે. આ બંને પોષક તત્વો હિમોગ્લોબિન વધારવા અને લાલ રક્તકોષિકાઓને વધારવામાં મદદ કરે છે. આ એનિમિયા વાળા લોકો માટે પણ ખૂબ જ લાભદાયક છે.
વજન જાળવી રાખવામાં મદદરૂપ:- ફાઇબરથી ભરપૂર કિસમિસ તમને લાંબા સમય સુધી પેટ ભરેલું હોવાનો અહેસાસ કરાવે છે આ તમારા પાચનને સારું બનાવે છે અને મેટાબોલિઝ્મ ને વધારવામાં મદદ કરે છે. આ રીતે તમે ઓછું ખાવ છો અને વધારે કેલેરી બર્ન કરો છો જેનાથી વજન જાળવવામાં મદદ મળે છે. આ અનહેલ્ધી ફૂડ ની ક્રેવિંગ કરવામાં પણ મદદરૂપ થાય છે.
ત્વચા અને વાળને રાખે સ્વસ્થ:- શરીરમાં લોહીની કમીને દૂર કરવાની સાથે જ વિટામીન સી અને એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર કિસમિસ ફ્રી રેડીકલ્સ અને હાનિકારક કણોથી લડવામાં મદદરૂપ થાય છે અને ટોક્સિન્સ નો નાશ કરે છે. આ ત્વચા માં ખંજવાળ, એલર્જી, ખીલ, પીમ્પલ વગેરેને દૂર કરવા અને વાળને ખરતા અટકાવે, ડેન્ડ્રફ, સ્કેલ્પ માં ખંજવાળ, સોરીયાસીસ વગેરે જેવી સમસ્યાઓને દૂર કરે છે.
હાડકા અને દાંતની કમજોરી દૂર કરે:- કિસમિસમાં કેલ્શિયમ ની સાથે જ બેરોન અને પોટેશિયમ પણ હોય છે. જેનાથી આ હાડકાને ફેક્ચરથી બચાવે છે અને ઓસ્ટીઓપરાશીસ ના જોખમને ઘટાડવામાં મદદરૂપ થાય છે. નિયમિત રીતે કિસમિસ ખાવાથી હાડકા મજબૂત થાય છે અને દાંતોની સમસ્યા પણ દૂર રહે છે. આ દાંત ની કેવીટી અને મોઢાના હાનિકારક બેક્ટેરિયાથી લડવામાં મદદરૂપ થાય છે.
નોંધ :- અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.
આ પણ વાંચો....
- માથાના વાળથી લઈને પગની પાની સુધીના 100 થી વધુ રોગો માટે ઉપયોગી છે આ પાવડર
- મોંઘી દવાઓ કરતા પણ ખુબ ફાયદાકારક છે આ તેલ નાની મોટી દરેક સમસ્યાનો છે આ રામબાણ ઈલાજ
- વૃદ્ધાવસ્થામાં મગજ ઝડપી દોડવું હોયતો અત્યારથી જ નિયમિત દરરોજ ખાવાનું ચાલુ કરીદો આ ગુણકારી વસ્તુ
- શરીરમાં વારંવાર થાક લાગતો હોય, નબળાઈ લગતી હોય તો આજથી રોજ ખાવાનું ચાલુ કરીદો આટલી શક્તિ વર્ધક વસ્તુઓ
- ફણગાવેલા કઠોળ એટલે આરોગ્ય નો અદ્ભુત ખજાનો..!! જાણો એના 10 ઉપયોગી ફાયદાઓ
- માત્ર ૧૫ કલાકમાં જ તમારા ફેફ્સામાં રહેલી વર્ષો જુની ગંદકીને દૂર કરી દેશે આ ઉપાય....
- કાળા મરી કેટલા પ્રમાણ માં કઈ રીતે ખાવા થી શું ફાયદા થાય છે. જાણો, કાળા મરી ની ઐતિહાસિક અને આયુર્વેદિક વિગત...
- માત્ર આટલુંજ કરશો તો કોઈ પણ દવા ની ગોળી વગર ઇમ્યુનિટી આપોઆપ વધી જશે.
- 10+ ઉપયોગમાં આવે એવી ઘરગથ્થુ હેલ્થ ટિપ્સ અને ઘરગથ્થુ સલાહ
મિત્રો, જો તમને આમરો આ લેખ સારો લાગ્યો હોય તો કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી ને અમને તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો અને તમારા મિત્રો અને સાગા સંબંધીઓ સાથે આ ઉપાય જરૂર થી શેર કરજો.
0 تعليقات