સોશિયલ મીડિયા પર ઘણી વખત એવી ચર્ચા ચાલતી હોય છે કે કયા ડ્રાઇ-ફ્રૂટ્સ અથવા કોઈપણ ખાદ્ય પદાર્થમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે. બે ખાદ્ય વસ્તુઓની સરખામણી થતી હોય છે આને લઈને. કઇંક એવી જ સરખામણી સીંગદાણા અને બદામ વચ્ચે પણ થતી હોય છે.
સીંગદાણા અને બદામ બંને વિવિધ પોષ્ટિક તત્વોથી ભરપૂર હોય છે. બદામમાં વિટામિન ઇનું પ્રમાણ વધુ હોય છે અને ચરબીનું પ્રમાણ ઓછું હોય છે, જ્યારે સીંગદાણામાં પ્રોટીન અને બી 1, બી 3, બી 5, બી 6 અને બી 9 જેવા વિટામિન્સ વધારે હોય છે. સીંગદાણા અને બદામ બંનેમાં કેલરીનું પ્રમાણ વધારે હોય છે.
પરંતુ, આમાંથી કોઈ એકની પસંદગી આહારની જરૂરિયાતો પર આધારિત હોય છે. મગફળી અને બદામ બંને પોષક તત્વોથી ભરપૂર હોય છે, પરંતુ તેમના સ્વાસ્થ્ય લાભો અને પ્રોટીનની માત્રામાં ઘણો તફાવત છે. ચાલો જાણો બદામ અને સીંગદાણા બંને માંથી કોનામાં વધારે પ્રોટીન હોય છે.
બદામમાં બે મહત્વપૂર્ણ મેથિઓનાઇન અને લાઇસિન એમિનો એસિડનું પ્રમાણ ઓછું હોય છે. તેનાથી વિપરીત, સીંગદાણા લાઇસિન અને મેથિઓનાઇનનો સારો સ્ત્રોત છે. 100 ગ્રામ દીઠ 21.2 ગ્રામ પ્રોટીન ધરાવતી બદામની સરખામણીમાં સીંગદાણામાં 24.4 ગ્રામ એટલે કે 15 ટકા વધુ પ્રોટીન હોય છે. આ ઉપરાંત પ્રતિ 100 ગ્રામ સીંગદાણામાં 7.7 ગ્રામ ફેટ હોય છે. જ્યારે બદામમાં 3.8 ગ્રામ ચરબી હોય છે.
સીંગદાણામાં પ્રોટીન વધારે હોય છે, જે માંસપેશીઓના નિર્માણ અને ઉર્જા વધારવા માટે ફાયદાકારક હોય છે. તેમાં મોનોઅનસેચ્યુરેટેડ ચરબી હોય છે. જે તે હૃદય માટે સારી ચરબી છે અને કોલેસ્ટ્રોલ કન્ટ્રોલ કરે છે. વિટામિન બી3 અને ફોલેટ મગજ માટે ફાયદાકારક અને યાદશક્તિ વધારવામાં મદદરૂપ થાય છે. સીંગદાણાની કિંમત ઓછી હોય છે અને સરળતાથી ઉપલબ્ધ છે, જેનાથી વધારે લોકો પોતાના ડાયટમાં સામેલ કરી શકે છે.
બદામમાં ફાઇબર વધારે હોય છે, જે પાચન સુધારે છે અને વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. વિટામિન ઇ ત્વચા અને વાળ માટે ફાયદાકારક છે અને એન્ટીઓકિસડન્ટ તરીકે કામ કરે છે. બદામમાં રહેલ કેલ્શિયમ અને મેગ્નેશિયમ હાડકાંને મજબૂત બનાવે છે. અને હૃદયના સ્વાસ્થ્ય માટે સારું છે. બદામ બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.
સ્નાયુઓના નિર્માણ અને વધારે પ્રોટીન માટે સીંગદાણા ઉત્તમ સ્ત્રોત છે. જ્યારે બદામનું સેવન હૃદય, ત્વચા અને વેટ કંટ્રોલ માટે ફાયદાકારક માનવામાં આવે છે. આ ઉપરાંત સીંગદાણાની ઓછી કિંમત હોય છે. અને એનર્જી બૂસ્ટરનું કામ કરે છે. સાથે જ બદામ ખાવી ડાયાબિટીસ અને પાચન માટે લાભકારી બની શકે છે.
નોંધ :- અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.
આ પણ વાંચો....
- માથાના વાળથી લઈને પગની પાની સુધીના 100 થી વધુ રોગો માટે ઉપયોગી છે આ પાવડર
- મોંઘી દવાઓ કરતા પણ ખુબ ફાયદાકારક છે આ તેલ નાની મોટી દરેક સમસ્યાનો છે આ રામબાણ ઈલાજ
- વૃદ્ધાવસ્થામાં મગજ ઝડપી દોડવું હોયતો અત્યારથી જ નિયમિત દરરોજ ખાવાનું ચાલુ કરીદો આ ગુણકારી વસ્તુ
- શરીરમાં વારંવાર થાક લાગતો હોય, નબળાઈ લગતી હોય તો આજથી રોજ ખાવાનું ચાલુ કરીદો આટલી શક્તિ વર્ધક વસ્તુઓ
- ફણગાવેલા કઠોળ એટલે આરોગ્ય નો અદ્ભુત ખજાનો..!! જાણો એના 10 ઉપયોગી ફાયદાઓ
- માત્ર ૧૫ કલાકમાં જ તમારા ફેફ્સામાં રહેલી વર્ષો જુની ગંદકીને દૂર કરી દેશે આ ઉપાય....
- કાળા મરી કેટલા પ્રમાણ માં કઈ રીતે ખાવા થી શું ફાયદા થાય છે. જાણો, કાળા મરી ની ઐતિહાસિક અને આયુર્વેદિક વિગત...
- માત્ર આટલુંજ કરશો તો કોઈ પણ દવા ની ગોળી વગર ઇમ્યુનિટી આપોઆપ વધી જશે.
- 10+ ઉપયોગમાં આવે એવી ઘરગથ્થુ હેલ્થ ટિપ્સ અને ઘરગથ્થુ સલાહ
મિત્રો, જો તમને આમરો આ લેખ સારો લાગ્યો હોય તો કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી ને અમને તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો અને તમારા મિત્રો અને સાગા સંબંધીઓ સાથે આ ઉપાય જરૂર થી શેર કરજો.
0 تعليقات