કુદરતે આપણને આપણી ત્વચાને નિખારવા તમજ એને ચમકીલી કરવા આપણને ઘણી એવી ઉપયોગી ચીજ વસ્તુઓ આપી છે જેનો નજીવા ખર્ચે વધુ લાભ ઉઠાવી શકાય છે. અને એ પણ આપણી ત્વચાને કોઈપણ જાતનું નુકસાન ન થાય એવી ચીજ વસ્તુઓ આપી છે.
તો આપણે આજે આજના આર્ટિકલમાં એવા 8 ઉપયોગી નુસખા જોઇસુકે જેના માત્ર ઉપયોગથી તમારા ચહેરાની ચમક એકદમ ખીલી ઉઠશે અને તમે બ્યુટી ક્રીમ વાપરવાનું પણ ભૂલી જાસો.
ચહેરાને ચમકાવના ઉપાયો
ચહેરાની ત્વચાના મૃત કોષોને દૂર કરવા માટે એક કપ દાણાદાર સાકરમાં બે ચમચી વનસ્પતિ તેલ ઉમેરીને પાતળી પેસ્ટ બનાવવી. અને એ પેસ્ટથી શરીર પર માલિશ કરવું. જ્યાં જ્યાં શરીરના શુષ્ક ભાગ હોય જેમકે કોણી, ઘૂંટણ વગેરે પર વધુ માલિશ કરવું. અને ત્યાર બાદ ઠંડા પાણીથી સાફ કરીમેં કોઇ સારું લોશન લગાડવું જેથી ત્વચા ચિકણી અને લીસી રહે.
જો ત્વચા મૃત અને કાંતિહીન થઇ ગઇ હોય તો દહીં અને ચણાનો લોટની પેસ્ટ ચહેરા અને ગરદન પર લગાડવી. થોડી સુકાઇ જાય બાદ હળવા હાથે રગડીને દૂર કરવી.કાંતિહીન ત્વચાને ફરી કાંતિ પ્રદાન કરવા પાકેલા ચીકુના 'ગરને મસળીને અડધો કલાક સુધી ફેસ પેકની માફક લગાડવું અને પછી સાફ કરવા હુંફાળા પાણીથી ચહેરો ધોઇ નાખવો.
ચહેરા પરથી મૃત કોષોને દૂર કરવા બીજો અન્ય ઉપાય એ પણ છે કે આઠ-દસ બદામને કરકરી વાટી ધીરે-ધીરે ચહેરા પર રગડવી અને સુકાઇ જાય બાદ ચહેરો ધોઇ નાખવો અને નરમ ટુવાલથી લૂછી નાખવો.ત્વચામાં નિખાર લાવવા પાકા સંતરાની પેશીને થોડા પાણીમાં ઉકાળી છૂંદવી. ઠંડી પડે ગાળી લેવું અને લગભગ ૨૦ મિનિટ ત્વચા પર લગાડવું. ત્યાર બાદ હુંફાળા પાણીથી ત્વચા ધોઇ નાખવી. થોડા જ દિવસોમાં વાન નિખરશે.
ત્વચાની કાળાશ દૂર કરવા તથા ચમકીલી કરવા કાચા બટાકા અને ખીરાનો રસ સપ્રમાણ માત્રામાં ભેળવી તેમાં થોડું ગુલાબજળ તથા ગ્લિસરિન ભેળવવું. આ મિશ્રણથી ગરદન, કોણી, હાથ અને ચહેરા પર લગાડવું. થોડી વાર રહી હુંફાળા પાણીથી સ્નાન કરવું. થોડા જ દિવસોમાં વાન નિખરશે.
ત્વચાને ટાઇટ રાખવા સ્ટ્રોબેરી અથવા પપૈયાનો ગર 'ફેસપેકની માફક ચહેરા પર લગાડવો. આ માંસપેશિયોને ટાઇટ કરીને નવું જીવન આપે છે.ખીલના ડાઘા દૂર કરવા જાયફળને ઘસી તેનો લેપ બનાવી ચહેરા પર લગાડવો. ડાઘ દૂર થવાની સાથેસાથે વાન નિખરશે.
આ પણ વાંચો.....
- વધુ પડતું દ્રાક્ષનું પડતું સેવન લાવે છે આ 5 ગંભીર બીમારીઓ
- ફણગાવેલા કઠોળ એટલે આરોગ્ય નો અદ્ભુત ખજાનો..!! જાણો એના 10 ઉપયોગી ફાયદાઓ ...
- માત્ર ૧૫ કલાકમાં જ તમારા ફેફ્સામાં રહેલી વર્ષો જુની ગંદકીને દૂર કરી દેશે આ ઉપાય....
- કાળા મરી કેટલા પ્રમાણ માં કઈ રીતે ખાવા થી શું ફાયદા થાય છે. જાણો, કાળા મરી ની ઐતિહાસિક અને આયુર્વેદિક વિગત...
- માત્ર આટલુંજ કરશો તો કોઈ પણ દવા ની ગોળી વગર ઇમ્યુનિટી આપોઆપ વધી જશે. - How to Increase Immunity
- 10+ ઉપયોગમાં આવે એવી ઘરગથ્થુ હેલ્થ ટિપ્સ અને ઘરગથ્થુ સલાહ
0 ટિપ્પણીઓ