Head Ads

ફ્રોઝન ફૂડ ખાતા પહેલા ચેતી જજો થઇ શકે છે આ ૪ પ્રકાર ની ગંભીર બીમારીઓ



આજના સમયમાં ફોઝન ફૂડ ખાવું એ કેટલાક લોકો માટે શોખ બની ગયું છે. તો કેટલાક લોકો માટે ફોઝન ફૂડ ખાવું એ મજબૂરી પણ બની ગઈ છે. આમ તો આપણી આ આજની વ્યસ્ત જીવનશૈલીમા આપણી પાસે સારો હેલ્થી ખોરાક લેવાનો માટેનો સમય પણ રહ્યો નથી. અને વળી એમાં કેટલાક લોકો એકલા રહેતા હોવાથી જમવાનું પણ નથી બનાવી શક્તા. 

એવામાં આપણી પાસે એકજ વિકલ્પ વધે છે અને એ છે ફોઝન ફુડ. કેટલાક લોકો તો એને શોખથી તો અમુક લોકો માત્ર ને માત્ર પેટ ભરવા માટે ખાતા હોય છે. પરંતું એ લોકો એ નથી જાણતા કે જે ફ્રોઝન ફૂડ ખુબજ મજાથી પોતાના રોજિંદા આહારમાં ઉપયોગ કરે છે એ એમના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક પણ હોઈ શકે છે. 

એ ઉપરાંત જે ફોઝન ફૂડને સંગ્રહ કરવા માટે જે વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે એ વસ્તુ પણ તમારા શારીરિક સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થાય છે. અને સાથે સાથે તેમાંથે કેટલાય પ્રકારની બીમારીઓ થવાની પણ સંભાવના વધી જતી હોય છે.  તો આજે આપણે ફ્રોઝન ફૂડ ખાવાથી શું નુકશાન થાય છે એના વિશે જાણીશું.

આ રીતે ફ્રોઝન ફૂડને પ્રિઝર્વ કરવામાં આવે છે 

ફ્રોઝન ફૂડને પ્રિઝર્વ કરીને લાંબા સમય સુધી સાચવવા માટે હાઈડ્રોજેનેટેડ પામ ઓઈલનો ઉપયોગ કરવામાં આવે છે. જેના લીધે ફ્રોઝન ફૂડમાં ટ્રાન્સ ફેટનો વધારો થાય છે. જે આપણા શરીર માટે માટે સરુ નથી. ફ્રોઝન ફૂડને વધારે સમય માટે સાચવવા માટે એમાં સ્ટાર્ચ અને ગ્લુકોઝથી બનેલા લીકવીડ સિરપનો ઉપયોગ પણ કરવામાં આવે છે. ફ્રોઝન ફૂડમાં સોડિયમની માત્રા પણ ખૂબ  વધારે પ્રમાણમાં હોય છે. જેના કારણે ફ્રોઝન ફૂડનું વધારે પડતું સેવન સ્વાસ્થય માટે હાનિકારક બની શકે છે.

ફ્રોઝન ફૂડ ખાવાથી થતા નુકશાન - Disadvantage of frozen food

સ્વાદુપિંડના કેન્સરની શકયતા
ફ્રોઝન ફૂડનું લાંબા સમય સુધી સેવન કરવાથી અને એમાં પણ ખાસ કરીને ફ્રોઝન મીટ ખાવી પેનક્રિયેટિક કેન્સર (સ્વાદુપિંડ કેન્સર) થવાની શક્યતા રહે છે. અને આ વાત વૈજ્ઞાનિક રીતે સાબિત પણ થઇ ચૂકેલ છે. 

હ્રદય સંબંધિત મુશ્કેલીઓ આવી શકે છે
ફ્રોઝન ફૂડ વધારે પ્રમાણમાં ખાવામાં આવેતો હાર્ટ સંબધીત બીમારી થવાનો ડર પણ રહેતો હોય છે. એમાં રહેલું ટ્રાન્સ ફેટસ કલોઝડ ઘમનીઓની મુશ્કેલીઓ વધારી દેતું હોય છે. અને તે શરીરમાં રહેલ ખરાબ કેલોસ્ટોલને વધારીને સારું કેલોસ્ટ્રોલ ઓછું કરે છે. જેના લીધે હૃદય સંબધીત દર્દી માટે જોખમ ઉભું થઇ શકે છે.

ડાયાબિટીસ ના દર્દીઓ માટે નુકશાનકારક
ફ્રોઝન ફૂડને  ( Frozen Food ) ઘણા દિવસ સુધી સુરક્ષિત રાખવા માટે અને એ Frozen Food ફ્રેશ રહે એ માટે ફ્રોઝન ફૂડમાં સ્ટાર્ચ ઉમેરીને ઉપયોગ કરવામાં આવે છે, જે ડાયાબિટીસ વળી વ્યક્તિ માટે નકસાનરૂપ સાબિત થઇ શકે છે.

વજનમાં વધારો થઇ શકે છે
લાંબો સમય સુધી ફોઝન ફૂડ ખાવાથી શરીરનું વજન વધવાની સમસ્યા પણ આવી શક છે. આવું થવાનું એક કારણ એ પણ છે કે એમાં વધારે માત્ર માં ફેટનું પ્રમાણ રહેલું હોય છે. તદુપરાંત ફ્રોઝન ફૂડમાં કાર્બોહાઇડ્રેટ કે પ્રોટીનની સરખામણી માં વધારે પડતી કેલેરી હોય છે. 

નોંધ :- અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.

આ પણ વાંચો.....


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ