Head Ads

શિયાળાની ઋતુમાં એક અલગ નવી રીતથી ઘરેજ બનાવો મેથી પાક | Methi pak banavani rit in gujarati



આજના આ આર્ટિકલમાં આપણે મેથી પાક, શિયાળામાં મેથી પાક ખાવાના ફાયદા, મેથી પાક બનાવવાની રીત, methi paak , methi paak banavani rit , methi pak khavana fayada in gujatari માં જોઈશું     

દરેક લોકો આ વાત ને સારી રીતે જાણે છે કે મેથી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. મેથી આપણા રસોડાની એક એવી ઔષધિ વસ્તુ છે, જેના સેવનથી આપણે આપણા શરીરને રોગમુક્ત બનાવી શકીયે છીએ. આમતો મેથી ખાવામાં કડવી હોય છે. પરંતુ એને ખાવાના ફાયદા મોટા પ્રમાણમાં છે. ખાસ કરીને શિયાળામાં તેનો પાક બનાવવામાં આવે તો તે સ્વાદમાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. આમતો મેથીની રસીર ગરમ પ્રાકૂતિની હોય છે. માટે આ મેથીપાક ફક્ત ને ફક્ત શિયાળામાં જ બનાવીને ખાવો. તો હવે આગળ આપણે જોઈએ કેવી રીતે બનાવાય શિયાળામાં હેલ્ધી અને ટેસ્ટી મેથી પાક.

મેથી પાક બનાવવાની રીત :- Methi pak banavani rit in gujarati 

સામગ્રી : 

૧/૪ કપ મેથી પાઉડર
૧/૨ કપ ઘઉંનો લોટ
૧/૨ કપ ચણાનો લોટ 
૧ કપ ખાંડ, ૫૦ ગ્રામ બદામ ( કતરણ )
૫૦ ગ્રામ કાજૂ ( કતરણ ) 
૫૦ ગ્રામ પિસ્તા ( કતરણ ) 
૧ ચમચી હળદર 
૨ ચમચી સૂંઠ પાઉડર 
૨ કપ દૂધ ઉકાળેલું 
૨૦૦ ગ્રામ દેશી ઘી 
૧/૨ કપ ટેટીના બીજ

બનાવવાની રીત : Methi pak banavani rit

સૌ પ્રથમ એક તપેલીમાં દૂધ લઈને એમાં મેથી પાઉડરને ઉમેરીને રાખો. ત્યારબાદ એક કઢાઈમાં કાજુ, પિસ્તા, બદામ, ઉમેરીને આ બધાજ સુકામેવાને મીડિયમ ધીમી આંચ પર ૫-૬ મિનિટ સુધી રોસ્ટ કરીને એક અલગ વાસણમાં કાઢી લો. ત્યારબાદ ટેટીના બીજને અલગથી શેકી લો. 

હવે એક સ્વચ્છ કઢાઈમાં ઘઉનો લોટ અને ચણાનો લોટ ઉમેરો. અને એમાં ઉપરથી ઘી ઉમેરીને એ બંને લોટ આછા બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી શેકીલો. લોટ સેક્ટ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે લોટ કઢાઈમાં ચોંટે નહિ. લોટ સારો એવો શેકાઈ જાય ત્યાર બાદ ગેસની આંચ બંધ કરી લો. 

ગેસની આંચ બંધ કર્યા પછી પણ આ શેકાઈ ગયેલા મિશ્રણને હલાવતા જ રહેવું જેથી કરીને લોટ કઢાઈમાં ચોટે નહિં, હવે લોટ સહેજ ઠંડો પડે એટલે એમાં સૂકા મેવા, બીજ, સૂંઠ, હળદર ઉમેરીને હાથથી બરાબર સારું એવું બધું મિક્સ થાય રીતે એને મિક્સ કરી લો. હવે આ સુકવા મેવા અને લોટના મિશ્રણને અલગ વાસણમાં રાખી દો. 

હવે એક કઢાઇમાં બે ચમચી ઘી ઉમેરી એને ગરમ કરો. ઘી ગરમ થાય એટલે આપણે દૂધમાં બનાવેલી મેથીની પેસ્ટ એમાં ઉમેરી લો. સહેજ થોડું ગરમ કરીને એ મેથીની પેસ્ટને ઠંડા પડેલા લોટમાં ઉમેરીદો. ત્યારબાદ બાદ એક અલગ વાસણમાં ખાંડ અને અડધો કપ પાણી ઉમેરીને બધું એકરસ થઈજાય એવી સરસ ચાસણી બનાવી લો. ચાસણી બની ગયા બાદ તેમા આપણે શેકોલો લોટ, મેથીની પેસ્ટ ઉમેરીને હલાવો. તેને વચ્ચે વચ્ચે હલાવતા રહો જેથી તે ચોટે નહીં. 

બધું સારી રીતે મિક્સ થઇ જાય ત્યારબાદ હવે એક થાળી લઈને એમાં ધી લગાવી લો. અને આપણા તૈયાર થયેલા મિશ્રણને થાળીમાં ઉમેરીને એને ઠારવા માટે સેટ કરી લો. એક-બે કલાક બાદ તે સારીરીતે ઠરી જશે. અને ત્યારબાદ એને તમે ચોરસ કે લાંબીચોરસ સેપમાં કટ કરી લો. જો તમે આજ મેથી પાક ના લાડું બનાવવા માંગતા હોય તો થાળીમાં ઠારવાને બદલે એ મિશ્રણ સરખા ભાગે લઈને એના નાના નાના લાડું પણ બનાવી શકો છો.

મેથી પાક ખાવાના ફાયદા :- 

  • મેથી પાક ખાવાથી શરીર માં થતા તમામ પ્રકારના સાંધાના દુખાવામાં રાહત રહે છે. 
  • મેથીનો ગુણધર્મ સ્વાદે કડવાશ વળી હોવાથી ડાયાબીટીશ માં ફાયદાકારક રહે છે. 

અગત્યની નોંધ :- મેથીની તાસીર ગરમ હોય છે માટે ફક્ત ને ફક્ત શિયાળામાંજ મેથી પાક બનાવી ને ખાવા જોઈએ. 

અમારી આવી અવનવી રેસિપી જાણવા માટે અમારા પેજ 👉 રસોડાની રંગત ને અવશ્ય ફોલો કરો.

બીજી અન્ય રેસિપી જે તમને જરૂર ગમશે 


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ