બજાર માં મળતા ચટપટા નાસ્તા કરતી વખતે આપણે ઘણી વાત ઉપર થી ચાટ મસાલો ભભરાવતા હોયુ છે. અને એ મસાલો ઉમેર્યા બાદ નાસ્તા નો ટેસ્ટ કંઈક અલગ અને વધુ પડતો ચટાકેદાર બનતો હોય છે. અમુક વાચક મિત્રો ને તો ચાટ મસાલા નું નામ સાંભળતાજ મોમાં પાણી આવી ગયું હશે. તો ચાલો, વધુ રાહ જોવડાવ્યા વગર આજે અમે તમને જણાવીશું કે કઈ રીતે બજાર જેવો તૈયાર ચાટ મસાલો ઘરે બનાવી શકા.
આમતો બધા ચાટ મસાલા ચાટકીયા જીભને ગમી જાય એવો સ્વાદ ધરાવતા હોય છે અને તે ચાટ મસાલો આપણા રસોડામાં વપરાતા રોજના મસાલા વડે જ તૈયાર કરવામાં આવે છે.
પણ ધ્યાન આપણે એ વાત નું રાખવાનું હોય છે કે કઈ રીતે મસાલાનું પ્રમાણ લઈને કઈ રીતે એનું મિશ્રણ કરવું.
અમે તમને એક સરળ અને આદર્શ રીત થી જણાવીશુ, જેના વડે તમને સપ્રમાણ મિશ્રણ સ્વાદમાં મળી રહે. અને આમ તૈયાર થતો ચાટ મસાલો તમે લાંબો સમય સુધી રાખી શકો છો.
ચાટ મસાલો બનાવવા માટે ની રેસીપી:-
તૈયારીનો સમય: ૨ મિનિટ
બનાવવાનો સમય: ૩ મિનિટ
કુલ સમય : ૫ મિનિટ
સામગ્રી :-
- જીરું – 100 ગ્રામ
- આખા સુક્કા ધાણા – 100 ગ્રામ
- લાલ સુકા મરચા – 10 ગ્રામ
- કાળા મરી – 50 ગ્રામ
- સંચળ – 200 ગ્રામ
- મીઠું – 200 ગ્રામ
- હીંગ – 3-4 ચપટી
- આમચૂર – 100 ગ્રામ
રીત :-
- સૌ પહેલા સારી ગુણવત્તા વાળા ધાણા, જીરું અને કાળા મરી લઇ ને એને સારી રીતે સાફ કરી લો.
- ત્યાર બાદ એક પહોળા નોન સ્ટીક પેનમાં જીરું, ધાણા, કાલા મારી અને સુકા લાલ મરચા ને મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સહેજ બ્રાઉન રંગ નું થાય ત્યાં સુધી શેકી લીધા બાદ તેને એક ડીશમાં કાઢી એને ઠંડું થવા માટે ૨ થી ૩ મિનિટ સુધી બાજુ પર રાખો.
- ઠંડુ પડી ગાયબ બાદ હવે એક મિક્સરની મદદ થઈ નાના જારમાં આ આ બધોજ મસાલા સાથે કાળા મરી મેળવી મિક્સરમાં ફેરવી ઝીણો પાવડર બને એ રીતે તૈયાર કરો.
- ત્યાર પછી આ પાવડરને બારીક ચારણી વડે ચાળીને ચારણીમાં બાકી રહેલા કરકરા મિશ્રણને બાજુ પર કાઢી લો.
- હવે આ પાવડરમાં બાકી રહેલી વસ્તુઓ જેવી કે આમચૂર, સંચળ, મીઠું, અને હીંગ મેળવી એક ચમચી વડે તેને ૧ થી ૨ મિનિટ સુધી સારી રીતે મિક્સ કરી લો.
- હવે તૈયાર છે આપડો ચાટ મસાલો.
- આ ચાટ મસાલાના પાવડરને હવાચુસ્ત કાચની બરણીમાં ભરી રૂમ રેફ્રીજરેટરમાં મૂકી રાખી . તાપમાનમાં રાખો અથવા તો તમે તમારા રૂમ તાપમાન માં તમારા કીચન કબાટ માં પણ મૂકી શકો છો.
આ તૈયાર થયેલા ચાટ મસાલા ને તમે સલાડ, સેન્ડવીચ, ઢોકળા, સમોસા, કચોરી, પાણીપુરી કે અન્ય અવનવી ચટપટી વાનગીઓ પર ભભરાવીને એના સ્વાદમાં વધારો કરી શકો છો.
આ રેસિપી વિશે પણ વાંચો :-
- ફરસાણની દુકાને મળતી એક દમ ફૂલેલી અને ક્રિસ્પી મગ દાળ કચોરી ખસ્તા કચોરી બનાવવાની રીત
- ધરે બનાવો હોટલમાં મળતા ક્રિસ્પી પેપર ઢોસા
- પાન ફ્લેવર નો આઈસ્ક્રીમ બનાવવાની રીત
- ટેસ્ટી ટેસ્ટી પનીર ભુરજી બનાવવાની રીત
- બજાર જેવા ક્રિસ્પી વેજ પફ બનાવવાની એકદમ સરળ રીત
- મહારાષ્ટ્રીયન ગોડા મસાલા બનાવવા ની રીત
- ચાલો, આજે પોંક પાર્ટી કરી ને જોઈએ જુવાર નો પોંક કઈ રીતે બને છે.
- મહારાષ્ટ્રીયન રસોઈ ની આન, બાન અને શાન ગણાતા એવા ગોડા મસાલા બનાવવા ની રીત
1 ટિપ્પણીઓ
ખૂબજ સરસ
જવાબ આપોકાઢી નાખોહું લસણ ની ચટણી નું ઉત્પાદન કરું છું
બજાર મા" જલસા" બ્રાન્ડ થી વેચાય છે જે 6 મહિના સુધી બગડતી નથી