તમે જયારે પણ રેસ્ટોરન્ટ માં જમવા જતા હોય છો ત્યારે તમે પંજાબી સબ્જી તો અચૂક મંગાવતા જ હશો. અને એમાં વળી પનીર ની સબ્જી વગર તો પંજાબી જમવાનું અધૂરું ગણાય. પંજાબી સબ્જી નું નામ આવતાજ આપણી સામે આંખોમાં અને અને મનમાં સબ્જીઓ ના ફોટા અને નામ આવી જાય. આ આર્ટિકલ્સ વાંચતા વાંચતા તમારી સાથે પણ આમજ થયું ને સાચું કેહજો.
પંજાબી સબ્જીઓ માં જેવી કે પનીર ટિક્કા,પનીર પસંદા, પનીર ભુરજી, પનીર તવા મસાલા, પનીર લાબાબદાર, પનીર બાલ્ટી, ખોયા કાજુ વગેરે વગેરે... આ હા હા... નામ સાંભળી ને રહેવાતું નઈ હોય ને તો ચાલો, આજે આપણે આજ ના આર્ટિકલ્સ માં જોઇશુ નાના મોટા એવા સૌની પસંદ એવી વાનગી પનીર ભુરજી ની રેસિપી, Paneer bhurji recipe in gujarati, Paner bhurji banavani rit વિશે.
કઈ રીતે પનીર ભુરજી ઘરે જ હોટેલ ના ટેસ્ટ જેવી બનાવી શકાય અને એ પણ એકદમ આસાન રીત થી. તો મિત્રો, તમે પણ નોટ અને પેન હાથ માં લઈને પનીર ભુરજી ની રેસિપી, Paneer bhurji recipe ની નોંધ કરીલો અને તમારા ફેમિલીને તમારા હાથે બનાવીને ખવડાવો.
પનીર ભુરજી । Paneer Bhurji Recipe
પનીર ભુરજી બનાવવા માટે નીચે મુજબ ની સામગ્રી ની જરૂર પડશે
2 કપ છીણેલું પનીર, ઝીણી ડુંગળી સમારેલી, લીલું સમારેલું મરચું, સ્વાદ મુજબ નું મીઠું, આદુ-લસણ ની પેસ્ટ, ઝીણું સમારેલું ટામેટું, 1/4 ચમચી હળદર, 1 ચમચી ગરમ મસાલો, કસૂરી મેથી, 1 ચમચી ધાણા પાવડર, 1/2 ચમચી જીરું, 1 મોટી ચમચી તેલ
પનીર ભુરજી બનાવવા માટે ની રીત । Paneer Bhurji Banavani Rit
સૌપ્રથમ એક કઢાઈમાં થોડું તેલ ઉમેરીને ગરમ કરો. ત્યાર બાદ એમાં જીરુ ઉમેરો ત્યાર પછી એમાં ઝીણી સમારેલી ડુંગળી ઝીણું સમારેલું મરચું અને આદુ-લસણની પેસ્ટ ઉમેરીને સાંતળી લેવું. સાંતળાઈ ગયા બાદ તેમાં ટામેટું ઉમેરીને જ્યાં સુધી ટામેટું સોફ્ટ ના થઇ જાય ત્યાં સુધી તેને સાંતળવું. ત્યારબાદ તેમાં લાલ મરચાનો પાવડર, હળદર, ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠુ ઉમેરીને ગેસ પર ધીમા તાપે ચઢવા દેવું.
પછી તેમાં 2 કપ છીણેલુ પનીર ઉમેરો અને ત્યાર પછી એને એકદમ હળવા હાથે હલાવતા રહેવું. હલાવતા હલાવતા એમાં કસૂરી મેથી અને કોથમીર ઉમેરીને બરાબર મિક્ષ કરી લેવું. મિક્ષ કર્યા બાદ થોડીવાર એને 1 મિનિટ જેવું ચઢવા દેવું. 1 મિનીટ પછી આ સબજી ને એક બાઉલ માં કાઢી લેવી અને એની ઉપર થોડું કોથમીર નાખીને ગાર્નિશ કરવું.
મિત્રો તૈયાર છે તમારી પનીર ભુરજી આ પનીર ભુરજી તમે રોટી, નાન કે પરોઠા ઉપર બટર લગાવી ખાઈ શકો છો અને હા, રોટી, નાન કે પરોઠા ઉપર બટર લગાવી ને ખાવું અને છાશ સાથે લેવાનું ભૂલતા નહી જેથી કરી ને તમે અસલી પંજાબી સ્વાદ મળી રહે.
તો મિત્રો, રાહ શેની જુવો છો. આજે જ, પનીર ભુરજી ની સબજી બનાવી ને ઘરના નાના મોટા સૌ મેમ્બર્સ ને તમારી રસોઈ ના વખાણ કરવા માટે મજબુર કરી દો. અને હા, આ રેસિપી તમને કેવી લાગી એનો અભિપ્રાય કોમેન્ટ બોક્સ માં તમારો જવાબ આપી ને અમને જરૂર થી જણાવજો.
બીજી અન્ય રેસિપી જે તમને જરૂર ગમશે
- 10+ ઉપયોગ માં આવે તેવી કિચન ટિપ્સ અને ટ્રિક્સ
- 4 અલગ અલગ પ્રકારની લસણની ચટણી બનાવવાની રીત
- ધરે બનાવો હોટલમાં મળતા ક્રિસ્પી પેપર ઢોસા બનાવવાની રીત
- આ ઉનાળાની ગરમી માં ઘરેજ બનાવો પાન ફ્લેવર નો આઈસ્ક્રીમ, પાન ફ્લેવર નો આઈસ્ક્રીમ બનાવવાની રીત
- ફરસાણની દુકાને મળતી એક દમ ફૂલેલી અને ક્રિસ્પી મગ દાળ કચોરી , ખસ્તા કચોરી પરફેક્ટ માપ સાથે બનાવવાની રીત
- ટેસ્ટી ટેસ્ટી પનીર ભુરજી બનાવવાની રીત
- વાટી દાળ ના ભરેલા કારેલા ના રવૈયા
- બજાર જેવા ક્રિસ્પી વેજ પફ બનાવવાની એકદમ સરળ રીત
- બહાર તૈયાર પેકેટમાં મળતો ચાટ મસાલો આ સરળ રીતે ઘરે જાતે જ બનાવો
- એકદમ ટેસ્ટી લીંબુ મરી મસાલાથી ભરપુર જુવાર પોંક જાતેજ ઘરે બનાવો સુરતી પોંક બનાવવાની આસાન રીત
1 ટિપ્પણીઓ
અથાણા ની રેસીપ આપો
જવાબ આપોકાઢી નાખો