એકદમ ટેસ્ટી લીંબુ મરી મસાલાથી ભરપુર જુવાર પોંક જાતેજ ઘરે બનાવો સુરતી પોંક બનાવવાની આસાન રીત


જેમ જેમ શિયાળો નજીક અવતો જાય તેમ તેમ પોક ની સીજન નજીક આવતી જાય. ઠંડીના સીઝન માં ખુબ સરસ જુવાર નો પોંક મળતો હોય છે. જો તમે શિયાળામાં વડોદરા થી સુરત જતા હોવ તો હાઇવે ની બંને બાજુ એ પોક ની હાટડીઓ તમને જોવા મળશે. અને દૂર દૂર રોડ સુધી તમને એ હાટડી ઓ તમે જોઈ શકો. પોક ને ગામઠી ભાષામાં સાની અને ( તળપદી ભાષામાં હોની ) પણ કહે છે. આ પોંક 400 રૂપિયા થી લઇ ને 600 રૂપિયા કિલો સુધી વેચાતો હોય છે. અને અત્યારે પોંક  પાર્ટી નો ટ્રેન્ડ પણ વધી રહ્યો છે.

 

પ્રાકૃતિક રીતે મળતો પોક એકદમ લીલો હોતો નથી. પણ ઘણી વાર આ હાટડીઓ વાળા જુવાર ના પોક માં ખાવાનો લીલો કલર ઉપયોગમાં લઇ ને એને લીલો કરતા હોય છે. જેથી કરી ને એ પોક ને તાજો અને લીલો અને ફ્રેશ બતાવી ને વધારે રૂપિયા લેતા હોય છે. 

પોંક બનાવવાની શરૂઆત
પોંક બનાવવાની શરૂઆત ક્યારે થઇ એના કોઈ નક્કર પુરાવા નથી પણ વર્ષો પહેલા  વડોદરા, ભરૂચ અને સુરતના ધનાઢ્ય કહેવાતા લોકો પોંક ખાવા માટે આજુબાજુ ના ગામડાના ખેડુતોના ખેતરે જતાં હતા. ત્યારે ખેતરમાં જ એક ભઠ્ઠી બનાવીને એમાંથી પોંક પાડી ને એમને પીરસવામાં આવતો. એની સાથે છાશ, તીખી સેવ અને લીલી ધાણા ની ચટણી પણ પીરસવામાં આવતી.

 

તો ચાલો મિત્રો, આજે આપણે જોઇશુ કે કઈ રીતે જુવાર નો પોક એક દમ સરસ રીતે પોચો પોક બનાવી શકાય છે. 

પોક બનાવવાની રીત - How to Make Ponk

સૌ પ્રથમ જુવાર ના લીલા છમ પોંકના ડૂંડા લાવી ને રાખવા. પણ અહીંયા એ વાત નું ધ્યાન રાખવું કે દરેક જુવાર નો પોંક બનતો નથી એટલા માટે અલગ દેશી જુવાર ના ડૂંડા લાવવા. જેથી કરી ને પોંક સ્વાદિષ્ટ અને મીઠો લાગે. ત્યાર બાદ પોક શેકવા માટે એક મીડીયમ સાઇઝ ની એક ભઠ્ઠી તૈયાર કરો. જો તમે પોંક ઘરે બનાવવાના હોવ તો ભઠ્ઠી ઘરના વાડા કે ઘરની પાછળ માં રહેલી ખુલ્લી જગ્યા એ બનાવવી.

ભઠ્ઠીતૈયાર કાર્ય બાદ એને સળગાવી ને એમાં તાજા તોડેલા જુવાર ના પોંકના ડૂંડા એ ગરમ ભઠ્ઠી માં નાખવા અને પોંક  ના ડૂંડા ને થોડી થોડી વારે ફેરવતા રહો. વધુમાં વધુ 30 મિનિટ સુધી પોંક ને શેકવું. જયારે પોંક બરાબર શેકાઈ જશે ત્યારે એના ફોતરાં નો કલર આછા બ્રાઉન કલર નો થઇ જશે.

શેકેલા પોંક ના ડૂંડા ને ને ભઠ્ઠીમાંથી બહાર કાઢી ને એ ડૂંડા સહેજ ઠંડા થાય એટલે એને કાપડ ની એક થેલી રાખી ને થીલી નું મોઢું બંધ કરી ને એક નાની લાકડા ની સોટી થી એને ખંખેરવો જેથી કરી ને પોંક ડુંડાંમાંથી અલગ પડી ને થેલી માં નીચે ભેગો થશે. ત્યાર બાદ ડુંડાંમાંથી અલગ પડેલા પોન ને એક સૂપડામાં લઇ ને એને ઝાટકીને બ્રાઉન કલર નો ફોતરાંને દૂર કરી લો. અને પોંક ને ચારણી વડે ચાળી ને અલગ કરી લો.

 

હવે આપણો પોંક તૈયાર છે. ગરમ ગરમ લીલા પોન કે ઝીણી તીખી લીંબુ મરી ની સેવ અને ધાણા ની ચટણી સાથે સર્વ કરો. વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તમે બટર પણ ઉમેરી શકો છો.

મિત્રો, તમને અમારી આ પોંક બનાવવાની રેસિપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી ને  જણાવજો. અને હા, આ રેસિપી તમારા મિત્રો સાથે અચૂક થી શેર કરજો.

બીજી અન્ય રેસિપી જે તમને જરૂર ગમશે 

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ