આપણે સૌ જાણીયે છીએ કે આપણા શરીરને વિટામિન-સી ખુબ જરૂર પડતી હોય છે. રોજ વિટામિન-સીના સેવનથી આપણા શરીરને રોગ સામે લડવામાં મદદ મળે છે. સાથે સાથે આપણી શારીરિક ઇમ્યુન સિસ્ટમ ને પણ મજબૂત બનાવે છે. સામાન્ય રીતે આપણને વિટામિન-સી ખાટાં ફળોમાંથી વધારે પ્રમાણમાં મળી આવે છે. અને એમાં પણ વિટામિન-સી નો સૌથી ઉત્તમ સ્ત્રોત લીંબુ છે. વિટામિન-સી થી ભરપૂર એવા લીબુંનું સેવન જો સવારના સમયે કરવા આવે તો આપણી રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો થઈ શકે છે. અને સાથે સાથે શરીરમાં થતા નાનાં ઈન્ફેક્શન દ્વારા થતા રોગ જેવાકે શરદી, ખાંસી અને સળેખમથી બચી શકાય છે.
આપણને એમ થાયકે સવારમાં લીંબુનું સેવન કઈ રીતે કરવું જોઈએ. તો, અમે તમને જણાવી દઈએ કે રોજ સવારે લીંબુ પાણી પીને તમે સીધે સીધું લીંબુનું સેવન કરી શકો છો. અને, એમાં વળી જો સવાર સવારમાં ખાલી પેટે લીંબુપાણીનું પીવામાં આવે તો અતિ ઉત્તમ. સવાર સવારમાં ખાલી પેટે લીંબુ પાણી પીવાથી ઘણા લાભ થતા હોય છે. તો મિત્રો, આજે આપણે જાણીશુ કે સવારે ખાલી પેટે લીંબુ પાણી પીવાથી શું ફાયદા થાય છે.
સવારે લીંબુ પાણી પીવાના ફાયદા – Benefits of lemon juice ( Limbu Pani Na Fayada )
વજન ઘટાડવામાં મદદરૂપ :-
વધતા જતા વજનથી પરેશાન હોવ તો સવારે નરણા કોઠે ખાલી પેટ હુંફાળા પાણીમાં ( ગરમ પાણી નહિ ), લીંબુ અને મધ ઉમેરીને પીવું જોઈએ, આમ કરવાથી આપણા પેટમાં જામેલા ચરબીના થર ધીમે ધીમે ઓગાળવા લાગશે. સાથે સાથે સવારે લીંબુ પાણી પીવાથી આપણું શારીરિક મેટાબોલિઝમ પણ મજબૂત થશે. દરરોજ ભોજનના એકાદ કલાક પછી જો એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુનો રસ ઉમેરીને એટલેકે લીબું નીચોવીને પીવામાં આવે તો સ્થૂળતાની સમસ્યામાં પણ ફાયદો થાય છે.
મોઢામાંથી આવતી ખરાબ વાસ દૂર કરે :-
આપણા મોઢામાંથી આવતી દુર્ગંધનું મુખ્ય કારણ આપણો ખોરાક જ છે. જો ખોરાક બરાબર પચતો ન હોય તો પણ મોઢામાંથી ખરાબ વાસ અવતી હોય છે. એનું મુખ્ય કારણ આપણું શરીર સારી રીતે શરીરમાં રહેલો કચરો બહાર ન કાઢી શકાતું હોય તો પણ મોઢામાંથી વાસ આવતી હોય છે. રોજ સવારે લીંબુ પાણી પીવાથી આપણું શરીર ડીટોક્સ તો થાયજ છે. સાથે સાથે મોઢામાંથી આવતી ખરાબ વાસને દૂર કરે છે.
પાચનક્રિયા મજબૂત બને :-
નિયમિત રીતે રોજ સવારે સાદા માટલાના પાણીમાં લીંબુ અને મધ ઉમેરીને જો પીવામાં આવે તો શરીરમાં એનર્જીમાં વધારો થાય છે. મધ ઉમેરેલા લીંબુપાણીના પીવાથી આપણા શરીરમાં પાચકરસ બનવાનું શરૂ થઈ જાય છે. અને આ પાચકરસને કારણે આપણા શરીરમાં રહેલો ખોરાક સહેલાઇથી પચી જાય છે. અને જો ખોરાક સહેલાઈથી પછી જાય તો એના કારણે આપણને ભૂખ પણ સારી એવી લાગે છે. આ રીતે આપણી પાચનક્રિયાને મજબૂત રાખવામાં પણ ઉપયોગી છે.
સાંધાના દુખાવામાં રાહત :-
જો તમે પણ વારંવાર સાંધાના દુખાવાથી પરેશાન થતા હોવ તો આજથીજ તમે દરરોજ સવારે લીંબુ પાણી પીવાનું શરૂ કરી દો. તમને થશે કે સાંધાના દુખાવામાં લીંબુ આ વળી કેવું ? તો તમને જણાવી દઈએ કે શરીરમાં રહેલ યુરિક એસિડને કારણે સાંધાનો દુખાવો થતો હોય છે. નિયમિત રીતે લીંબુ પાણી પીવાથી શરીરમાંનું યુરિક એસિડ ઓછું થઇ જાય છે. અને સાથે સાથે સાંધાના દુખાવામાં થતી ફરિયાદમાં પણ રાહત જોવા મળે છે.
ત્વચામાં નિખાર લાવે છે :-
શરીરની ત્વચાલક્ષી રોગો માટે વિટામિન-સી ખુબજ અગત્ય નો ભાગ ભજવતો હોય છે. અને લીંબુમાં વિટામિન-સી ભરપૂર માત્રામાં હોય છે. સાથે સાથે વિટામિન-સીથી ભરપૂર એવા લીંબુમાં એન્ટિ ઓક્સિડેન્ટનો ગુણધર્મ પણ રહેલો છે, જેનાથી આપણા શરીરની ત્વચામાં રોનક લાવવામાં મદદરૂપ થાય છે. તદુંપરાંતન ચામડી ઉપર પડેલા ડાઘ - ધબ્બાઓ પણ દૂર થાય છે.
લીંબુ પાણી પીવાના બીજા અન્ય ફાયદાઓ
ટાઇફોઇડ, ઝાડા ઉલટી, કે બીજા અન્ય રોગમાં પણ લીબુંનું પાણી ઉત્તમ માનવામાં આવે છે. ખોરાક ખવાતો ના હોય તે સમયે આપણા માટે લીંબુપાણી ખોરાક જેવું કામ કરે છે. જેના માત્રથી શરીરમાં વિટામિસ સી તો વધે જ છે, સાથે સાથે શરીરને મળવા પાત્ર જરૂરી પ્રવાહી પણ મળે છે.
લીંબુનું પાણીના સેવનથી આપણા લીવરને તાકાત મળે છે. અને, આપણા શરીરમાં એંઝાઇમ વધારે પ્રમાણમાં ઉત્પન્ન કરે છે. આ કારણ માત્રથી તમારા ખોરાકની ચયાપચય ક્રિયા સારી રીતે થાય છે.
લીંબુનું પાણી પીવાથી શરીરમાંથી ક્ષાર દૂર થાય છે. જેના લીધે કિડનીની પથરીની જેમ ગોલબ્લેડરની પથરી થવાની શક્યતા પણ ઓછી થઇ જાય છે. તેમજ, ગોલબ્લેડરની પથરીને કારણે થતો દુખાવો પણ ઓછો થાય છે.
લીંબુ પાણી પીવાથી તમારા હાથના અને પગની આંગળીના અને અંગુઠાના નખ મજબૂત થાય છે. અને તેમાં સફેદ ડાઘા પડતાં બંધ થાય છે.
રોજ સવારે ખાલી પેટે એક ગ્લાસ ગરમ પાણીમાં એક લીંબુનો રસ નાખીને પીવાથી તમારા શરીર રહેલું આલ્કલાઇન ઓછું થાય છે.
આ ભૂલ લીંબુ પાણી બનાવવાતી વખતે કયારેય પણ ના કરવી
એ વાત સાચી કે ઘણા ખરા લોકો પોતાનું વજન ઉતારવા માટે લીંબુ પાણી પીતા હોય છે. પણ, ખાસ કરીને એનો ફાયદો મળતો નથી. એનું મુખ્ય કારણ લીંબુપાણી બનાવની ખોટી રીત છે. ઘણી વાર જોવામાં આવ્યું છે કે વજન ઘટવાની જગ્યાએ વધી જાય છે. ઘણા લોકો વજન ઉતારવા માટે લીંબુ પાણી બનાવવાની સાચી રીત જાણતા હોતા નથી.
તો, આજે આપણે કઈ રીતે સાચી રીતે લીંબુપાણી બનાવી શકાય એ વિશે પણ જાણી લઇએ, ઘણા ખરા લોકો વજન ઉતારવા માટે લીંબુ પાણી પીતા હોય છે. પણ, એ અજાણતા લીંબુપાણીમાં ખાંડ નો ઉપયોગ કરતા હોય છે. પરંતુ એ લોકોને એ વાતનો ખ્યાલ હોતો નથીકે ખાંડ જે છે એ લીંબુની અસરને ઘટાડી દેતું હોય છે. માટે લીંબુ પાણીમાં ખાંડના વપરાશના કારણે વજન ઘટવાને બદલે વધવા લાગે છે.
એ પણ ધ્યાનમાં આવ્યું છે કે અમુક લોકો ગરમ પાણીમાં લીંબુ અને મધ બંને સાથે ઉમેરીને પીતા હોય છે. જે તદ્દન ખોટી રીત છે. કારણકે ગરમ પાણીમાં મધ ઉમેરીને પીવાથી શરીરને નુકશાન થઇ શકે છે. પણ જો તમારે લીંબુપાણીમાં મધ ઉમેરીને પીવુંજ હોય તો એ પાણી ને સહેજ ઠંડુ પડવા દો. અને એ પાણી ઠંડુ થઇ ગયા બાદ જ એમાં મધ ઉમેરીને પી શકો છો.
નોંધ :- અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.
આ પણ વાંચો.....
- કોઈ પણ જાતની દવા લીધા વગર ડાયાબિટીસની મટાડવી હોય તો કરી લો આ ઉપાય
- ફણગાવેલા કઠોળ એટલે આરોગ્ય નો અદ્ભુત ખજાનો..!! જાણો એના 10 ઉપયોગી ફાયદાઓ ...
- માત્ર ૧૫ કલાકમાં જ તમારા ફેફ્સામાં રહેલી વર્ષો જુની ગંદકીને દૂર કરી દેશે આ ઉપાય....
- કાળા મરી કેટલા પ્રમાણ માં કઈ રીતે ખાવા થી શું ફાયદા થાય છે. જાણો, કાળા મરી ની ઐતિહાસિક અને આયુર્વેદિક વિગત...
- માત્ર આટલુંજ કરશો તો કોઈ પણ દવા ની ગોળી વગર ઇમ્યુનિટી આપોઆપ વધી જશે. - How to Increase Immunity
- 10+ ઉપયોગમાં આવે એવી ઘરગથ્થુ હેલ્થ ટિપ્સ અને ઘરગથ્થુ સલાહ
1 ટિપ્પણીઓ
Very good massage
જવાબ આપોકાઢી નાખો