Head Ads

વારંવાર ગરમ કરીને ના ખાવા જોઈએ આ 5 ખાદ્ય પદાર્થો | ખાવાથી બગાડી શકે છે તમારી હેલ્થ


હાલમાં સમય પ્રમાણે ઘણાખરા પતી-પત્ની બંને નોકરી કરતા હોય છે. પત્નીએ ઘરકામ ઉપરાંત ઘરના અન્ય કામકાજ પણ કરવા પડે છે. અને એ બધું બેલેન્સે કરીને જોડે નોકરી પણ કરવી પડતી હોય છે. એમાં વળી, સૌથી મહત્વની જવાબદારી રસોઈની રહેતી હોય છે. આ બધી જવાબદારીની ચપેટમાં આવતા ગૃહિણીને અમુકવાર રસોઈ કરવાનો પણ કંટાળો આવતો હોય છે. 

આ કંટાળાની વચ્ચે બનતી રસોઈ કોઈ વાર વધુ પડતી બની જતી હોય છે તો કોઈક વાર રસોઈ ખૂટી પણ જતી હોય છે. અને કોઈ કોઈ વાર રસોઈ સ્વાદ વગરની પણ બની જતી હોય છે. ઘણીવાર તો ગૃહિણી સવારે જમવાનું વધારે બનાવી દેતા હોય છે. જેથી કરીને સાંજે રસોઈ કરવામાંથી છુટકારો મળે. સાંજે ઑફિસેથી આવીને સવારે બનાવેલી રસોઈ ગરમ કરીને ખાઈ લેતા હોય છે. આમ જોવા જઇયે તો એ યોગ્ય નથી. 

સવારનું બનાવેલું સાંજે ગરમ કરીને અને સાંજે બનાવેલું સવારે ગરમ કરીને ખાઈએ એ આરોગ્યની દ્રષ્ટિએ યોગ્ય નથી. પરંતુ જો આ રીતે ફરીથી ગરમ કરીને ખાવામાં આવે તો કેટલાક પદાર્થો આપણા શરીર માટે હાનિકારક બની શકે છે. તો આજે આપણે એવા 5 ખાદ્ય પદાર્થો વિશે જાણીશું કે જેનાથી બનતી રસોઈને ફરી વાર વારે વારે ગરમ કરીને ખાવાથી આપણા શરીરને નુકશાન થઇ શકે છે.

આ 5 ખાદ્ય પદાર્થોને વારંવાર ગરમ કરીને ખાવા ન જોઈએ 

બીટ:-
બીટને શરીરમાં લોહી વધારવા માટેનો ખૂબ જ સારો સ્ત્રોત માનવામાં આવે છે.  બીટનો રસ પીવાથી આપણા શરીરની શક્તિમાં તેમજ તાજગીમાં વધારો થાય છે. પણ એમ માનવામાં આવે છે જો બીટનો રસ કાઢ્યા પછી એને મૂકી રાખવામાં આવે તો એમાં વાયુનું પ્રમાણ વધી જતું હોય છે. ઘણાં લોકો બીટનું શાક બનાવીને કે બીટનું સલાડ બનાવીને પણ ખાતા હોય છે. પણ બીટનુંશાક બનાવ્યા પછી એને વારંવાર ગરમ કરીને ખાવામાં આવે તો શરીરમાં વાયુનું પ્રમાણ વધી જતું હોય છે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. 

પાલક:-
પાલકને આપણા શરીરમાટે ખુબજ આરોગ્યપ્રદ માનવામાં આવે છે. એમાં ભરપૂર પ્રમાણમાં આર્યન મળી આવે છે. પાલક કબજિયાત માટે ખૂબ જ સારી માનવામાં આવે છે. પાલક સંબંધિત દરેક રસોઈ આપણાં શરીરને ફાયદો જ કરતી હોય છે. જો કે આ પાલકના શાકભાજીને ગરમ કરીને ખાવામાં આવે તો તેનો સ્વાદ રસોઈમાંથી ગાયબ થઈ જાય છે. અને રસોઈ ફિક્કી લાગે છે. આ ઉપરાંત તેનાથી કેન્સર થવાની સંભાવના પણ વધી જતી હોય છે.
 

રાંધેલી તુવેર દાળ:-
એવું માનવામાં આવે છે કે રાંધેલી તુવેર દાળ જો વધુ પ્રમાણમાં ખાવામાં આવે તો તુવેરદાળ ની તાસીર મુજબ શરીરમાં વાયુનો વધારો કરે છે. આને આવી દાળને વારંવાર ગારમકરીને ખાવામાં આવે શરીરમાં વાયુ ખુબજ વધી જાય છે. જેના લીધે શરીરના સાંધા જકડાઈ જવાની તેમજ મોંમાંથી લાળ પાડવાની ફરિયાદ રહેતી હોય છે. 

બટાકા :-
બટાકાને શાકભાજીનો રાજા માનવામાં આવે છે. બટાકાનો ઉપયોગ લગભગ દરેક શાકમાં થતો હોય છે. વાચકમિત્રો, જે શાકભાજીમાં બાટેકનો ઉપયોગ વધુ થયો હોય એ શાકને વારંવાર ગરમ કરીને ક્યારેપણ ખાવું ના જોઈએ. આમ કરવાથી આપણા શરીરના પાચન ક્રીયા પર એની અસર થતી હોય છે. સાથે સાથે પેટ સંબંધિત દર્દ પણ જોવા મળે છે. 

ભાત:-
ભારત ભરમાં મોટાભાગના ઘરોમાં ચોખા ખાવા ખવાતા હોય છે. ખાસ કરીને દક્ષિણ ભારતમાં ચોખા ખાવાનું પ્રમાણ વધુ હોય છે. પરંતુ એકવાર ચોખા રાંધ્યા પછી તેને ક્યારેય વારે વારે ગરમ કરીને ખાવા ન જોઈએ. 
નિષ્ણાતોના મતે, આવું કરવું લાંબા ગાળે તમારા શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

All Image Source :- Google.com   

નોંધ :- અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.


આ પણ વાંચો.....

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ