Head Ads

હોળી ધુળેટીમાં ધાણી, ખજૂર, ચણા શા માટે । આયુર્વેદ અનુસાર ફાગણ મહિનામાં ખજૂર, ધાણી, ચણા ખાવાનુ મહત્વ



વસંત આવે એટલે ફાગણનો મહિનો મનમાં આવે. કહેવાય છે કે વસંત એ ઋતુઓની રાણી છે. યાદ રાખો ફાગણ માસ એટલે હોળી. અને હોળીને જ્યારે રંગોનો તહેવાર આવે છે, ત્યારે ધણી, ખજૂર અને ચણા મનમાં અવશ્ય યાદ આવે છે. ધાણીમાં જુવારની ધાણી, ખજૂરમાં કાળી ખજૂર અને લાલ ખજૂર અને ચણામાં પણ સાદા ચણા અને હળદર વાળા ચણા નું મહત્વ વધી જતું હોય છે. 

ફાગણ મહિનામાં બે ઋતુઓનો સમન્વય જોવા મળતો હોય છે. શિયાળો પૂરો થતો ગરમીની ઋતુની શરૂઆત થતી હોય છે. શરીરમાં વાત, પિત્ત અને કફ એમ ત્રિદોષ રહેલા  છે. આયુર્વેદ અનુસાર ફાગણ મહિનામાં કફનો પ્રકોપ થતો હોય છે. આ કફનો પ્રકોપ દૂર કરવા માટે આયુર્વેદમાં અમુક સૂચનો કરેલા છે. એક જો એને અનુસરવામાં આવે તો કફની તકલીફ દૂર કરી શકાય છે. 

હોળીના દસ દિવસ પહેલાનો સમયગાળો અને હોળીના દસ દિવસ પછીનો સમયગાળો એ સમયગાળો છે જેમાં કફ પીગળવાથી કફની બીમારી થવાની શક્યતા વધી જાય છે. શિયાળામાં વાસણા રૂપે ગળ્યું  વધારે ખાધું હોય છે. આ કારણે કફ પીગળે છે. કફને શોષવા માટે, વ્યક્તિએ હોળીનો તાપ અવશ્ય લેવો જોઈએ. અને કફને શોષવા માટે ધણી, ચણા અને ખજૂર ખાવા જોઈએ.  

આયુર્વેદ અનુસાર  ફાગણ મહિનામાં ખજૂર, ધાણી, ચણા  ખાવાનુ મહત્વ 

હવે સવાલ એ થાય છે કે કફથી છુટકારો મેળવવા માટે આપણે માત્ર ખજૂર, ધણી અને ચણા જ કેમ ખાઈએ છીએ. તેની પાછળનું વિજ્ઞાન એ છે કે "વસંત ઋતુમાં હોળીમાં ચડાવવામાં આવતી ધણીને ફાગવા કહેવામાં આવે છે. કોઈ પણ શેકેલું અનાજ લેવામાં આવે તો પચવામાં સરળતા રહે છે. 

જુવારની ધાણી એ કફનો નાશ કરે. છેખજૂર પ્રોટીન, આયર્ન, પોટેશિયમ અને અન્ય તત્વોથી ભરપૂર હોય છે. કફનીની સારવાર માટે તમારે ખજૂર પણ ખાવાની જરૂર છે. એ પછી ચણાની વાત. ચણાને કાચા પણ ખાઈ શકાય છે. પરંતુ હળદર સાથે મીઠું ચડાવેલ ચણા ખાવા જોઈએ. કારણ કે હળદર પણ કફનાશક છે. આ ચણાને હરતા ફરતા પણ ખાઈ શકાય છે. ચણામાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે.

તો આ ત્રણ વસ્તુઓએ શરીરમાં જમા થયેલ કફને બહાર કાઢે છે. ટૂંકમાં, આ ત્રણ વસ્તુઓ આખો ફાગણ મહિનો ખાવી જોઈએ. તે આપણી રોગપ્રતિકારક શક્તિને પણ ખૂબ મજબૂત બનાવે છે.

નોંધ :- અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.


આ પણ વાંચો.....


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ